દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 14 હજાર 664 થઈ ગઈ છે. સતત આઠમાં દિવસે દેશમાં 7 હજારથી વધારે સંક્રમણના કેસ મળ્યા છે. બુધવાર છઠ્ઠો દિવસ હતો કે જ્યારે 200થી વધારે દર્દીના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં વિક્રમજનક 123 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 8,909 પોઝિટિવ કેસ મળ્યા છે. જ્યારે 258 દર્દીઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 6087 થયો છે. દિલ્હીના 58 વિસ્તાર કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયા છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ અહીં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને 158 થઈ ગઈ છે. સરકારે અહીં હોસ્પિટલોની મુલાકાત લેવા માટે પાંચ ડોક્ટરોની ટીમ બનાવી છે. તે હોસ્પિટલોમાં ઉપલબ્ધ દવાઓ, સુવિધાઓની મુલાકાત લેશે અને દિલ્હી બહારના દર્દીઓને આપવામાં આવી રહેલી મેડિકલ સહાયતા પર રિપોર્ટ તૈયાર કરશે.
એક દિવસ અગાઉ એટલે કે 2 જૂનના રોજ 8820, 1 જૂનના રોજ 7723, 31 મેના રોજ 8789, 30 મેના રોજ 8364, 29 મેના રોજ 8138, 28 મેના રોજ 7254 અને 27 મેના રોજ 7246 દર્દી કોરોના પોઝિટિવ મળ્યા હતા.
બુધવારે મહારાષ્ટ્રમાં 2560, ગુજરાતમાં 485, રાજસ્થાનમાં 279, આંધ્ર પ્રદેશમાં 267, બિહારમાં 177, ઓડિશામાં 143 દર્દી સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 7 હજાર 615 છે. તેમાં 1 લાખ 1 હજાર 497 એક્ટિવ દર્દી છે. જ્યારે 1 લાખ 302 દર્દીને સારું થઈ ગયું છે. જોકે 5815 દર્દીના મોત થયા છે.આ આંકડા covid19india.org પ્રમાણે છે.
અપડેટ્સ
સંક્રમણ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયું
કોરોના વાઈરસનું સંક્રમણ 28 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્રશાસિત પ્રદેશ પણ તેના સંકજામાં આવ્યા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ- કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.
પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધુ કેસ
તારીખ | કેસ |
2 જૂન | 8,820 |
31 મે | 8789 |
30 મે | 8364 |
29 મે | 8183 |
27 મે | 7246 |
28 મે | 7254 |
પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા મંગળવારે 137 નવા પોઝિટિવ મળ્યા અને 6 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 20, ઈન્દોરમાં 31, નીમચમાં 24, જબલપુરમાં 10 સાગર અને ગ્વાલિયરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 8420 થઈ ગઈ છે. અત્યાર સુધી 5221 દર્દી સાજા થયા છે.
મહારાષ્ટ્રઃ અહીંયા મંગળવારે સંક્રમણના 2287 નવા કેસ સામે આવ્યા હતા. 1225 લોકો સાજા થયા અને 103 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 72 હજાર 300 સંક્રમિત મળ્યા હતા. 26 મેથી 31 મે સુધી દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રનો હિસ્સો 43 ટકાથી ઘટીને 35 ટકા થઈ ગયો છે. આ ટ્રેન્ડ પહેલા પણ જોવા મળ્યો હતો.
ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 368 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા અને 6 દર્દીઓના મોત થયા હતા. સૌથી વધારે 42 સંક્રમિત ગૌતમબુદ્ધનગર જિલ્લામાં મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 8729 લોકો સંક્રમિત થયા છે. જેમાં યુપી પાછા આવેલા 2288 પ્રવાસી શ્રમિક સામેલ છે. સાથે જ 229 દર્દીઓના મોત થયા છે.
બિહારઃ રાજ્યમાં મંદળવારે 151 કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 4096 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સાથે જ આ બિમારીથી રાજ્યમાં 24 લોકોના મોત પણ થયા છે.
રાજસ્થાનઃ અહીંયા મંગળવારે કોરોનાના 272 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. નવા દર્દીઓમાં ભરતપુરમાં 70, જયપુરમાં 42, જોધપુરમાં 44, પાલી અને કોટામાં 13-13 દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 9373એ પહોંચ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.