તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:સતત 10માં દિવસે 90 હજારથી ઓછા કેસ આવ્યા, હાલના દર્દીઓની સંખ્યા 9.40 લાખ થઈ,જે છેલ્લા 20 દિવસમાં સૌથી ઓછી; અત્યાર સુધી 62.23 લાખ કેસ

નવી દિલ્હી7 મહિનો પહેલા
 • મંગળવારે 80500 કેસ નોંધાયા, 86061 લોકો સાજા થયા, 1178 લોકોના મોત
 • દેશમાં મૃતકોની સંખ્યા 97529 થઈ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 36181 લોકોના મોત
 • 24 કલાકમાં 10.86 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યાર સુધી 7.30 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા

દેશમાં 24 કલાકમાં સંક્રમણના 80500 નવા કેસ નોંધાયા અને 86061 લોકો રિકવર થયા છે. રાહતની વાત છે કે આ સતત 7મો દિવસ હતો જ્યારે દેશમાં 90 હજારથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે 92574 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ દરમિયાન બે જ વખત એવું બન્યું છે જ્યારે સાજા થયેલા દર્દીઓ કરતા નવા કેસની સંખ્યા વધુ રહી હોય.

એક્ટિવ કેસ પણ 20 દિવસના સૌથી નીચલા સ્તરે 9.40 લાખ પર પહોંચી ગયા છે. જેમાંથી ઓછો એક્ટિવ કેસ 9 સપ્ટેમ્બરે 9 લાખ 18 હજાર 190 હતા. સૌથી વધુ એક્ટિવ કેસ 12 દિવસ પહેલા 17 સપ્ટેમ્બરે 10 લાખ 17 હજાર 703 હતા.દેશમાં અત્યાર સુધી સંક્રમણના 62.23 લાખ કેસ નોંધાયા છે. 51.84 લાખ સાજા થયા છે. મંગળવારે 1178 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા 97 હજાર 529 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

 • મંગળવારે 10 લાખ 86 હજાર 688 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 7.42 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દરરોજ સૌથી વધુ લગભગ 1.50 લાખ તપાસ ઉત્તરપ્રદેશ અને બિહારમાં કરવામાં આવી રહી છે.
 • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો રૂટીન ટેસ્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમને હોમ ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. નાયડૂની ઉંમર 71 વર્ષ છે. જો કે, તેમની પત્ની ઉષા નાયડૂનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

મંગળવારે 1877 નવા દર્દી નોંધાયા અને 2433 લોકો સાજા થયા. ઈન્દોરમાં 482 નવા દર્દી નોંધાયા, જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. શહેરમાં હવે એક્ટિવ દર્દીઓની સંખ્યા 4597એ પહોંચી ગઈ છે. અહીંયા હવે અત્યાર સુધી 24006 સંક્રમિત નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 18844 સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 565 લોકોના મોત થયા છે.

2. રાજસ્થાન
મંગળવારે 2148 સંક્રમિત નોંધાયા છે. સરકાર કોરોના વાઈરસથી પોતાને અને અન્યને બચાવવા માટે 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસથી જન આંદોલનની શરૂઆત કરશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતો એક બેઠકમાં આ નિર્ણય કર્યો છે. ગેહલોતે કહ્યું કે, માસ્ક પહેરવાના જન આંદોલનને સફળ બનાવવા અને સંક્રમણથી સુરક્ષિત રહો. સોશિયલ ડિસટન્સીંગ રાખો, ભીડથી બચો.

3. બિહાર
કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે, ટેસ્ટિંગમી સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે. મંગળવારે 1 લાખ 44 હજાર 535 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 71.34 લાખ ટેસ્ટ કરાઈ ચુક્યા છે. પોઝિટીવિટી રેટ 2.6% થઈ ગયો છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં કોરોના અંગે સારા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસની વાત કરવામાં આવે તો રવિવારને બાદ કરતા બાકી દિવસે નવા દર્દીઓની તુલનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી હતી. મંગળવારે મહારાષ્ટ્રમાં 14 હજાર 976 દર્દીઓ વધ્યા અને 19 હજાર 212 લોકો સાજા પણ થયા હતા. રાજ્યમાં હાલ 19 લાખ 75 હજાર 923 લોકો હોમ ક્વોરન્ટિનમાં છે. સાથે જ 29 હજાર 922 લોકોને ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટિનમાં રાખવામાં આવ્યા છે.

5. ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દી ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી 3.36 લાખથી વધુ સંક્રમિત થઈ ચુક્યા છે. મંગળવારે 3981 દર્દી નોંધાયા અને 5711 સાજા થયા. હાલ 52 હજાર 160 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 84.75% પર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો