કોરોના ઈન્ડિયા LIVE:પંજાબે લોકડાઉન 30 જૂન સુધી લંબાવ્યું, મધ્યપ્રદેશ અને બંગાળમાં પણ 15 જૂન સુધી યથાવત, દેશમાં અત્યારસુધી 1 લાખ 81 હજાર 141 સંક્રમિત

નવી દિલ્હી3 વર્ષ પહેલા
 • મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં 2100 દર્દી જ હોસ્પિટલમાં, મોટાભાગના ઘરે સાજા થઈ રહ્યા છે
 • પહેલી વખત દેશમાં જેટલા દર્દી વધ્યા તેનાથી દોઢ ગણા સાજા થયા, અત્યાર સુધી 1 લાખ 73 હજાર 491 સંક્રમિત
 • ગઈ કાલે રેકોર્ડ 8101 દર્દી વધ્યા, 11 હજાર 729 લોકો સાજા થયા, સૌથી વધારે 1.21 લાખ ટેસ્ટ થયા
 • મહારાષ્ટ્રમાં સૌથી વધારે 2682 સંક્રમિત મળ્યા, 8281 સાજા થયા

દેશમાં કોરોના સંક્રમણના 1 લાખ 81 હજાર 141 કેસ સામે આવી ચૂક્યા છે. શનિવારે મધ્યપ્રદેશ અને પશ્વિમ બંગાળ સરકારે લોકડાઉન 15 જૂન સુધી યથાવત રાખવાનો નિર્ણય લીધો. પંજાબમાં લોકડાઉન 30 જૂન સુધી લાગૂ રહેશે. જોકે દરેક રાજ્ય કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે પ્રતિબંધોમાં છૂટછાટ આપશે. દેશમાં લોકડાઉનનો પાંચમો તબક્કો 30 જૂન સુધી લાગૂ રહેશે. આ દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇ છૂટ નહીં મળે. 

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલીસ કર્મચારીઓ સંક્રમિત મળ્યા છે અને એક કર્મચારીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2325 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. આ પૈકી 26 કર્મચારીનું મૃત્યુ થયું છે. બીજી બાજુ મહારાષ્ટ્રએ સાર્વજનિક સ્થળો પર તંબાકૂ ખાવા અને થૂકવા પર 1 થી 5 હજાર રૂપિયા દંડ કરવાનો નિર્ણય કર્યો છે.  મહારાષ્ટ્રમાં સૌથી વધારે 62,228 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને 2,098 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 20,246 લોકો સંક્રમિત થયા છે અને 157 લોકોના મોત થયા છે.તો આ તરફ 17,386 દર્દીઓ સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. અહીંયા 398 લોકોએ જીવ ગુમાવ્યા છે.

શનિવારે બિહારમાં 150, ઓડિશામાં 96, રાજસ્થાનમાં 49, નાગાલેન્ડમાં 11, હિમાચલ પ્રદેશમાં 2 અને મણિપુરમાં 1 દર્દી મળ્યા છે. આ ઉપરાંત 150 દર્દી એવા મળ્યા છે કે જેમના રાજ્યો અંગે જાણકારી આપવામાં આવી નથી.આ અગાઉ શુક્રવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધારે 8101 દર્દી મળ્યા. જ્યારે વિક્રમજનક 11,729 દર્દીને સારું થતા રજા આપવામાં આવી છે. 269 મોત થયું હતું. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે 116 દર્દીના મોત થયા હતા.

આ આંકડા Covid19.org ના આધારે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 1 લાખ 73 હજાર 763 સંક્રમિત છે. જે પૈકી 86 હજાર 422 ઈલાજ ચાલી રહ્યો છે. 82 હજાર 370 દર્દીને સારું થયુ છે. જ્યારે 4971 દર્દીના મોત થયા છે.

 અપડેટ્સ 

 • કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું કે, દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન યોગ્ય રીતે થઈ રહ્યું છે. પાંચમા દિવસે, એટલે કે 29 મેના રોજ 513 ફ્લાઈટ્સ રવાના થઈ હતી. જેમાં 39 હજાર 969 યાત્રિઓએ મુસાફરી કરી હતી. સાથે જ 512 ફ્લાઈટ્સ પાછી આવી હતી. જેમાં 39 હજાર 972 યાત્રિઓએ મુસાફરી કરી હતી.
 • મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે રાતે મોટી જાહેરાત કરી હતી. પહેલી કે રાજસ્થાન બોર્ડની 10માં અને 12માં ધોરણની બાકીની પરીક્ષા જૂનમાં યોજાશે. જેના માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ ટૂંક સમયમાં જાહેર કરાશે. બીજી જાહેરાત એ કે 31 મે પછી પણ રાજ્યમાં રાતે કર્ફ્યૂ ચાલું રહેશે. એટલે કે સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઈમરજન્સી સર્વિસ સિવાય બધુ બંધ રહેશે. ત્રીજીએ કે, સુપ્રીમ કોર્ટના સુચન હેઠળ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવે. જે હોસ્પિટલ તેનું ઉલ્લંઘન કરે, તેના વિરુદ્ધ કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવે.
 • પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાજ્ય સરકારને 1 જૂનથી તમામ ધાર્મિક સ્થળ ખોલવાની માંગ કરાઈ છે. કમલનાથે ટ્વીટ કરીને કહ્યું છે કે મધ્યપ્રદેશ સરકાર પણ કર્ણાટક અને પશ્વિમ બંગાળની જેમ 1 જૂનથી રાજ્યના તમામ ધર્મોના ધાર્મિક સ્થળ ખોલવાનો નિર્ણય કરે. જરૂરી માપદંડોનું પાલન કરાવીને આ નિર્ણય લો.
 • ઉત્તરપ્રદેશની સહારનપુર જેલમાં કિર્ગીસ્તાનના રાજદૂત અસિન લસેવે અસ્થાઈ જેલમાં બંધ તેમના દેશના જમાતીઓની મુલાકાત લીધી હતી. તેમને જરૂરી સામાન અને તેમને ઝડપથી છોડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. સહારનપુરમાં 57 વિદેશી જમાતીઓ વિરુદ્ધ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. આ તમામ અસ્થાઈ જેલમાં છે. જેમાંથી 21 કિર્ગીસ્તાનના નાગરિક છે.
 • દિલ્હીથી મોસ્કો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને અધવચ્ચેથી પાછું આવવું પડ્યું છે. ગ્રાઉન્ડ ટીમે માહિતી આપી હતી કે પાયલટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે રશિયમાં ફસાયેલા ભારતીયોને લેવા માટે બીજુ વિમાન મોકલવામાં આવશે.
 • દિલ્હીના લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલના ડાયરેક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વિદેશ મંત્રાલયના 2 કર્મચારીઓ પણ સંક્રમિત મળી આવ્યા છે.
 • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો પણ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અહીંયા કુલ સંક્રમિતોમાંથી 2100 જ હોસ્પિટલમાં દાખલ છે, બાકીનાની ઘરે જ સારવાર ચાલી રહી છે. જ્યારે મોટાભાગના લોકો ઘરે જ સાજા થઈ રહ્યા છે. તો હવે ગભરાવાની જરૂર નથી. તેમણે એવું પણ કહ્યું કે, રાજધાનીમાં 6500 બેડ તૈયાર છે. આગામી સપ્તાહ સુધી આ સંખ્યા 9500 થઈ જશે.
 • રાજસ્થાનમાં સવારે 10.30 વાગ્યા સુધી કોરોનાના 49 નવા કેસ નોંધાયા છે.
 • ઉત્તરપ્રદેશમાં દરરોજ 10 હજાર કોરોનાના ટેસ્ટ કરાવામાં આવી રહ્યા છે. મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે આ અંગેની માહિતી આપી હતી. અહીંયા કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 4,244 થઈ ગઈ છે.
તારીખકેસ
29 મે8101
27 મે7271
28 મે7258
24 મે7111
23 મે6665

રાજ્યોની સ્થિતિ 
 મધ્યપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 192 નવા કેસ મળ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 7645 થઈ ગઈ છે.  શુક્રવારે અહીંયા સંક્રમણના 192 નવા કેસ સામે આવ્યા હતા અને 13 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 84, સાગરમાં 27, ભોપાલમાં 22 અને ઉજ્જૈનમાં 19 દર્દી મળ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને 7645 થઈ ગઈ છે. અત્યાર સુધી 4269 દર્દી સાજા થયા છે અને 334 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશની રહેવાસી પાર્વતી તેના 10 દિવસના બાળકને ખોળામાં લઈને યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં બેસી છે. તેને પોતાના ગામે જતી વખતે સરહદ પર જ રોકી દેવાઈ હતી.
મધ્યપ્રદેશની રહેવાસી પાર્વતી તેના 10 દિવસના બાળકને ખોળામાં લઈને યમુના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં બેસી છે. તેને પોતાના ગામે જતી વખતે સરહદ પર જ રોકી દેવાઈ હતી.

 મહારાષ્ટ્રઃ BMCના આંકડાઓના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં 22 મેથી 28 મે વચ્ચે કોરોનાના કેસમાં થતો વધારો હવે ઘટીને 4.93%એ પહોંચી ગયો છે. 21મેથી 27મે વચ્ચે આ ટકાવારી 5.17% હતી. રાજ્યમાં સંક્રમિતોનો ડબલિંગ રેટ 15.6 દિવસ થઈ ગયો છે.શુક્રવારે સંક્રમણના 2682 કેસ મળ્યા હતા. એક દિવસમાં રેકોર્ડ 8381 દર્દી સાજા થયા અને 116 લોકોના મોત થયા હતા. રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 62 હજાર 228 થઈ ગઈ છે. 26 હજાર 997 લોકો સાજા થયા છે, જ્યારે કુલ 2098 લોકોના આ બિમારીના કારણે મોત થયા છે. 

મુંબઈના બોરીવલી સ્ટેશન પર પ્રવાસી મજૂર. આ લોકો શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી તેમના રાજ્યમાં જવા માટે રવાના થયા હતા.
મુંબઈના બોરીવલી સ્ટેશન પર પ્રવાસી મજૂર. આ લોકો શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી તેમના રાજ્યમાં જવા માટે રવાના થયા હતા.

ઉત્તરપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 275 કેસ સામે આવ્યા હતા. સૌથી વધારે 26 દર્દી કાનપુર નગરમાં મળ્યા હતા. લખનઉ, નોઈડા, આંબેડકરનગર, ઉન્નાવ અને મથુરામાં એક એક સંક્રમિતનું મોત થયું હતું. રાજ્યમાં હવે સંક્રમિતોની સંખ્યા 7445 થઈ ગઈ છે. રાજ્યમાં પ્રવાસીઓના કારણે ગામમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારે કોરોનાના 275 દર્દી મળ્યા અને 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 7445 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 1820 પ્રવાસી મજૂર છે. રાજ્યમાં આ બિમારીથી 201 લોકોના મોત થયા છે.

રાજસ્થાનઃ અહીંયા શનિવારે 49 કેસ સામે આવ્યા હતા. જેમાં કોટા, ઉદેયપુર અને ચુરુમાં 8-8, બાડમેરમાં 4, ધૌલપુર, ઝાલાવાડ, ભીલવાડા અને કરૌલીમાં 3-3, ઝૂંઝૂનૂ, ભરતપુર અને જયપુરમાં 2-2 દર્દી મળી આવ્યા હતા. સાથે જયપુરમાં એક સંક્રમિતનું મોત થયું છે.અહીંયા શુક્રવારે 298 સંક્રમિત મળ્યા હતા. જેમાં જોધપુરના 67, ઝાલાવાડના 42, ભરતપુરના 45, જયપુરના 23 દર્દી સામેલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 8365એ પહોંચ્યો છે.

બિહારઃ અહીંયા શનિવારે સંક્રમણના 130 કેસ નવા આવ્યા છે. જેમાંથી બેગૂસરાયમાં 19, દરભંગામાં 17, ભોજપુરમાં 14, શેખપુરમાં 15, મધેપુરામાં 10, અરરિયામાં 09,સીવાન અને મુઝફ્ફરપુરમાં 8-8 દર્દી મળી આવ્યા હતા.રાજ્યમાં 3 મે પછી આવનારા 2310 પ્રવાસી કોરોના પોઝિટિવ મળ્યા છે.રાજ્યમાં શુક્રવારે 174 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેમાંથી ભાગલપુરમાં 25, શેખપુરામાં 20, જહાનાબાદમાં 19 અને મધુબનીમાં 14 દર્દી મળ્યા છે. દર્દીઓની સંખ્યા 3359 થઈ ગઈ છે. 

આ તસવીર રાજસ્થાનના બ્યાવરની છે. કોરોના સંક્રમણ, અને વધતી ગરમીના કારણે મનરેગા હેઠળ મજૂરી કરી રહેલા આ લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
આ તસવીર રાજસ્થાનના બ્યાવરની છે. કોરોના સંક્રમણ, અને વધતી ગરમીના કારણે મનરેગા હેઠળ મજૂરી કરી રહેલા આ લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
અન્ય સમાચારો પણ છે...