• Home
 • National
 • CoronaVirus In India Live News And Updates Of 29th June

કોરોના ઈન્ડિયા LIVE / સંક્રમિતોની સંખ્યા 5.66 લાખ પાર, હવે ત્રણ દિવસમાં 50 હજાર કેસ નોંધાય છે, મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઇ સુધી રહેશે

CoronaVirus In India Live News And Updates Of 29th June
X
CoronaVirus In India Live News And Updates Of 29th June

 • પહેલા 50 હજાર કેસ 97 દિવસમાં નોંધાયા હતા, આગામી 50 હજાર કેસ 13 દિવસમાં નોંધાયા હતા
 • 24 કલાકમાં સૌથી વધુ 5493 કેસ મહારાષ્ટ્રમાં આવ્યા, ત્યારબાદ 3940 દર્દી તમિલનાડુમાં મળ્યા
 • સૌથી વધારે 3306 દર્દી દિલ્હીમાં સાજા થયા સૌથી વધારે 156 લોકોના મોત મહારાષ્ટ્રમાં

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 12:43 AM IST

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાડા પાંચ લાખને પાર કરી ગઇ છે. ત્રણ દિવસ પહેલા આંકડો 5.66 લાખ પર પહોંચ્યો હતો. દેશમાં પહેલા 50 હજાર દર્દી નોંધાવામાં 97 દિવસનો સમય લાગ્યો હતો. હવે દર ત્રણ દિવસમાં આટલી સંખ્યાની વૃદ્ધિ થઇ રહી છે. છેલ્લા 12 દિવસમાં 2 લાખ કેસ નોંધાયા છે. આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો થવાનું નક્કી છે. આ ગતિએ કેસની સંખ્યા વધશે તો જુલાઇના અંત સુધીમાં સંક્રમિતોની સંખ્યા 15 લાખને પાર કરી શકે છે. 

મધ્યપ્રદેશ હવે સૌથી વધુ સંક્રમિત 10 રાજ્યોમાંથી બહાર થયું છે. અહીંયા અત્યાર સુધી સંક્રમણના 13186 કેસ આવ્યા હતા. જેમાંથી 10084 દર્દી સાજા થયા છે, એટલે કે રિકવરી રેટ 76% થઈ ગયો છે. હવે દસમા નંબરે કર્ણાટક છે. જો કે, હાલ બન્નેના આંકડામાં વધારે ફરક નથી. કર્ણાટકમાં અત્યાર સુધી 13190 કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને અહીં લોકડાઉન 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યું છે.

અપડેટ્સ

 •  દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાઈરસ સંક્રમિતોની સારવાર હવે પ્લાઝ્માથી કરવામાં આવી રહી છે. જેના માટે ઈન્સ્ટીટ્યૂટ ઓફ લીવર એન્ડ બાઈલિયરી સાયન્સ હોસ્પિટલમાં પ્લાઝ્મા મળવા લાગશે. મુખ્યમંત્રીએ લોકોને વધારેમાં વધારે પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે, જેથી લોકોને બચાવી શકાય. 

 •  કેન્દ્ર સરકારે PPE કીટની પૂરતી નિકાસને મંજૂરી આપી દીધી છે. ઘરેલુ બજારમાં આ હવે ઉપલ્બ્ધ છે. જેને જોતા સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારે નોટીફિકેશન જાહેર કરીને કહ્યું કે, દર મહિને 50 લાખ PPE કીટની નિકાસ કરી શકાય છે.

 • દિલ્હીના પૂર્વ ક્રિકેટર સંજય ડોભાલનું કોરોનાથી મોત થયું છે. એક દિવસ પહેલા જ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ કરીને તેમની મદદ માંગી હતી.

 • મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં હવે ઘરે ઘરે જઈને કોરોના તપાસ કરાવવામાં આવશે. દિલ્હી, મુંબઈ સહિત અન્ય ઘણા સ્થળો પર આવો સર્વે પહેલાથી ચાલી રહ્યો છે. લક્ષણ વાળા સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે પછી તેની પર ડોક્ટરની ટીમ દેખરેખ રાખે છે.
 • મણિપુરમાં 15 જૂલાઈ સુધી લોકડાઉન વધારી દેવાયું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે આ અંગેની જાહેરાત કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હજુ સુધી 1092 લોકો સંક્રમિત મળી આવ્યા છે. અહીંયા 660 એક્ટિવ કેસ છે અને 432 લોકો સાજા થયા છે.

અડધાથી વધુ એટલે કે 3.21 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે, 2.12 લાખની સારવાર ચાલી રહી છે. 16 હજાર 486 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં પ્રતિ 100 ટેસ્ટીંગ પર સરેરાશ 6 દર્દી મળી રહ્યા છે. આ કેસમાં ભારત સૌથી વધુ સંક્રમિત ટોપ -5 દેશમાં ત્રીજા નંબરે છે. 100 ટેસ્ટીંગ પર 45 દર્દી સાથે બ્રાઝીલ ટોપ પર છે. ત્યારપછી અમેરિકા, રશિયા અને બ્રિટનનો નંબર છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા 167 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા. ભોપાલમાં 41, ઈન્દોરમાં 32, મુરૈનામાં 18 પોઝિટિવ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 965 થઈ ગઈ છે. જેમાંથી 2444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશઃ રવિવારે રાજ્યના ઈટાવામાં 13 PAC જવાન સહિત 22, બિજનૌરમાં 20, ફર્રખાબાદમાં 04, આઝમગઢમાં 07 અને સોનભદ્રમાં 04 દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજાર 611એ પહોંચી ગઈ છે. સાથે જ ઈટાવા અને ગાઝીપુરમાં એક એક દર્દીનું મોત થયું છે. 

મહારાષ્ટ્રઃ નવી મુંબઈ મહાનગરપાલિકાએ 29 જૂનથી 5 જૂલાઈ સુધી શહેરમાં લોકડાઉન વધારી દીધું છે. નવી મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 5 હજારને પાર પહોંચી ગયો છે. સાથે જ 194 લોકોના મોત થયા છે. આ સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે હાઉસિંગ સોસાઈટીમાં કામ કરનારાઓ ડ્રાઈવરની એન્ટ્રી પર પ્રતિબંધ નથી લગાવાયો.

રાજસ્થાનઃ રાજ્યમાં રવિવારે કોરોનાના 175 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં બીકાનેરમાં 44, જયપુરમાં 26, ઝૂંઝૂનૂમાં 23, ધૌલપુરમાં 18, અલવરમાં 16, સિરોહીમાં 13, અજમેરમાં 09, કોટા અને રાજસમંદમાં 5-5, બાડમેરમાં 04, દૌસા અને હનુમાનગઢમાં 3-3, ઉદેયપુરમાં 03, કરોલીમાં 1 સંક્રમિત મળ્યો હતો. વંદે ભારત મિશન હેઠળ અન્ય દેશમાં ફસાયેલા 7331 ભારતીય રાજસ્થાન પાછા આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધી 205 લોકો પોઝિટિવ મળ્યા છે. 
બિહારઃ રાજ્યમાં રવિવારે બપોર સુધી 138 કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને 9117 થઈ ગઈ છે. આની સાથે સમાચાર આવી રહ્યા છે કે પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના 8 ડોક્ટર અને 5 નર્સ સહિત 21 કર્મચારી અત્યાર સુધી સંક્રમિત થયા છે. શનિવારે પણ નર્સ સહિત ત્રણ કર્મચારી પોઝિટિવ મળ્યા હતા.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી