કોરોના ઇન્ડિયા LIVE:રિકવર દર્દીની સંખ્યા 51 લાખને પાર, વિશ્વમાં આ સૌથી મોટી સંખ્યા; બીજા સીરો સરવેમાં દાવો-ઓગસ્ટ સુધી પ્રત્યેક 15 પૈકી 1 વ્યક્તિ સંક્રમિત; 61.48 લાખ કેસ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
આ તસવીર નવી દિલ્હીના કનોટ પ્લેસનો છે. એક યુવક યમરાજ બની લોકોને ફેસમાસ્ક પહેરવા માટે જાગૃત કરી રહ્યો છે - Divya Bhaskar
આ તસવીર નવી દિલ્હીના કનોટ પ્લેસનો છે. એક યુવક યમરાજ બની લોકોને ફેસમાસ્ક પહેરવા માટે જાગૃત કરી રહ્યો છે
  • દેશમાં અત્યાર સુધીમાં 7 કરોડ 30 લાખથી વધારે ટેસ્ટ થયા, ગયા સપ્તાહે આશરે 77 લાખ 80 હજાર ટેસ્ટ થયા
  • દેશમાં કુલ મૃત્યુઆંક 96,378 થયો, મહારાષ્ટ્રમાં સૌથી વધારે કુલ 35,751 લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં કુલ રિકવરી દર્દીનો આંકડો 51 લાખને પાર થઈ ગયો છે, જે વિશ્વમાં સૌથી વધારે છે. અત્યાર સુધી 7 કરોડ 30 લાખથી વધારે ટેસ્ટ થઈ ગયા છે. ગયા સપ્તાહમાં આશરે 77 લાખ 80 હજાર ટેસ્ટ થયા છે. આ જાણકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે આપી હતી.
તેમણે કહ્યું કે ICMRના બીજા રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે હજુ પણ મોટી સંખ્યામાં વસ્તી કોરોનાની ઝપટમાં આવી ગયા છે. માટે આપણે સંપૂર્ણ સાવધાની રાખવી પડશે. તેના મતે ઓગસ્ટમાં 10થી વધારે ઉંમરવાળા પ્રત્યેક 15 પૈકી એક વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે. 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી 29,082 લોકોનો સરવે કરવામાં આવ્યો હતો. તેમા 6.6 ટકા સંક્રમિત હોવાનું માલુમ પડ્યુ છે.
દરમિયાન દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 61 લાખ 48 હજાર 640 થઈ ગઈ છે. સોમવારે 69 હજાર 668 દર્દી ઉમેરાયા હતા. જ્યારે 85 હજાર 194 લોકોને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ આંકડા Covid19india.org પ્રમાણે છે.
અનુપમ હાજરા સામે પોલીસ ફરિયાદ
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ટીમના નવા રાષ્ટ્રીય સચિવ અનુપમ હાજરાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હાજરાએ કહ્યું કે, જો મમતા બેનર્જી કોરોનાથી સંક્રમિત થશે તો તેમને ભેટી પડશે અને તેમને કોવિડથી અસરગ્રસ્ત પરિવારોના દુઃખનો અનુભવ કરાવી શકે.

હાજરાએ કહ્યું હતું કે, અમારા કાર્યકર્તા કોરોનાથી પણ મોટા દુશ્મન સાથે લડાઈ લડી રહ્યા છે. તે મમતા બેનર્જી વિરુદ્ધ લડી રહ્યા છે. જ્યારે તે મમતા બેનર્જી વિરુદ્ધ માસ્ક પહેરીને યુદ્ધ લડી શકે તો તેમને લાગે છે કે કોરોના વિરુદ્ધ પણ તે માસ્ક વગર લડાઈ લડી શકે છે.હાજરાના આ નિવેદન પછી તેમના વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે સિલિગુડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી છે.

સાથે જ ખરાબ સમાચાર એ છે કે દેશમાં છેલ્લા 27 દિવસથી એક હજારથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. 31 ડિસેમ્બરે 816 દર્દીનાં મોત થયાં હતાં. ત્યાર પછી એકથી 27 સપ્ટેમ્બર સુધી એકપણ દિવસ એવો નહોતો, જ્યારે મોત એક હજારથી ઓછાં થયાં હોય. સ્થિતિ એવી હતી કે દરરોજ સરેરાશ 1066 લોકોનાં મોત થઈ રહ્યાં છે. આ દુનિયાના સૌથી સંક્રમિત દેશ અમેરિકા (895) અને બ્રાઝિલ (826)ની દરરોજની એવરેજથી વધુ છે.

આ સાથે જ દેશમાં અત્યારસુધીમાં 60 લાખ 73 હજાર 348 કેસ નોંધાઈ ચૂક્યા છે. રવિવારે 74 હજાર 679 દર્દી સાજા પણ થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે સોમવારે પોતાના આંકડા જાહેર કર્યા છે. છેલ્લા 24 કલાકમાં 82 હજાર 170 દર્દી વધ્યા અને 1039 લોકોનાં મોત થયાં છે, આ સાથે જ દેશમાંથી સંક્રમિતોનો આંકડો 60 લાખ 74 હજાર 703 થઈ ગયો છે, જેમાં 9 લાખ 62 હજાર 640 એક્ટિવ દર્દી છે, સાથે જ 50 લાખ 16 હજાર 521 લોકો સાજા થઈ ગયા છે. તો આ તરફ દેશમાં અત્યારસુધીમાં 95 હજાર 542 લોકોનાં મોત થયાં છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, રવિવારે 7 લાખ 9 હજાર 394 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ રીતે દેશમાં અત્યારસુધીમાં 7 કરોડ 19 લાખ 67 હજાર 230 સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

રાજ્યમાં રવિવારે 2310 દર્દી નોંધાયા હતા, સાથે જ રાજધાનીમાં 262 પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ રાજધાનીમાં સારવાર માટે પ્રાઈવેટ ડોક્ટર્સ ટૂંક જ સમયમાં એક ફોન પર ઉપલબ્ધ થઈ શકશે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ભોપાલ બ્રાન્ચ આ સેવા શરૂ કરી રહી છે, જેમાં IMAએ ખાનગી ડોક્ટર્સની પેનલ તૈયાર કરી છે. તેમને ઘરે બોલાવવા માટે 0755-2704201 અથવા 1075 પર કોલ કરવું પડશે. દર વિઝિટ પર ડોક્ટર 750 રૂપિયા કન્સલ્ટેશન ફી માત્ર ટેલિ-કોન્ફરન્સિંગ દ્વારા આપવામાં આવશે, જેમાં દરરોજ 300 કોલ્સ આવે છે. 12 ડોકટરો ત્રણ પાળીમાં કામ કરે છે.

2. રાજસ્થાન
રાજ્યમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ભલે રોજ નવા રેકોર્ડ બનાવી રહી હોય, પણ રાહતના સમાચાર તો એ છે કે સાજા થનારનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં 11,978 નવા સંક્રમિત સામે આવ્યા, પરંતુ આ દરમિયાન 10,434 સાજા પણ થયા છે.

21 સપ્ટેમ્બર સુધી કુલ દર્દી 1,16,881 હતા, જે 27 સપ્ટેમ્બર સુધી વધીને 1,28,859 સુધી પહોંચી ગયો. સાથે જ સાજા થનારા દર્દીઓની સંખ્યા 21 સપ્ટેમ્બર સુધી 97,284 હતી, જે 27 સપ્ટેમ્બર સુધી 1,07,718 થઈ ગઈ છે, એટલે કે છેલ્લા 7 દિવસોથી રાજ્યનો રિકવરી રેટ 87.10% રહ્યો છે. રવિવારે જયપુર, જોધપુર, અજમેર, અલવર, બાંસવાડા, બારાં, ભરતપુર, જાલૌર, ઝૂંઝનુ, કોટા, પાલી, રાજસમંદ, સીકર, બિકાનેર અને ઉદયપુરમાં એક એક દર્દીનું મોત થયું છે.

3. બિહાર
શિક્ષણ વિભાગની ગાઈડલાઈન્સ પ્રમાણે, રાજ્યમાં સોમવારે પ્રાઈવેટ અને સરકારી શાળા ખૂલી ગઈ છે. 9માંથી 12માં ધોરણનાં બાળકો માટે ડાઉટ ક્લાસ યોજાવાનો છે, પરંતુ મોટા ભાગની પ્રાઈવેટ શાળા હાલ નહીં ખૂલે. શાળાએ ઘણાં ઓછાં માતા-પિતા પોતાના બાળકને મોકલવા માટે તૈયાર છે. તમામ શાળાઓએ તેમના સ્તરે સર્વે કર્યો અને જોયું કે 25થી 90 ટકા સુધીના વાલીઓ તેમનાં બાળકને શાળાએ મોકલવા માગતાં નથી, જેનું સૌથી મોટું કારણ ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા છે. ઘણી શાળા ઓક્ટોબરમાં ખૂલે તેવી યોજના છે

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 18 હજાર 56 લોકો સંક્રમિત મળી આવ્યા હતા, 380 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. 13 હજાર 565 લોકો સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યારસુધીમાં 13 લાખ 39 હજાર 232 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાં 10 લાખ 30 હજાર 15 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 35 હજાર 571 દર્દીઓનાં મોત થયા છે. 2 લાખ 73 હજાર 228 દર્દી એવા છે જેમની હાલ સારવાર ચાલી રહી છે.

5. ઉત્તરપ્રદેશ
છેલ્લા 24 કલાકમાં 4,403 નવા કેસ નોંધાયા છે, જ્યારે 5,656 લોકોના સાજા થયા પછી તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 5,594 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં રાજ્યમાં 3 લાખ 87 હજાર 85 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાં 3 લાખ 25 હજાર 888 લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ હવે વધીને 84.19 ટકા થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...