કોરોના ઈન્ડિયા LIVE:1,57,773 કેસઃસતત 11માં દિવસે મહારાષ્ટ્રમાં 2 હજારથી વધારે કેસ, જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં 1 દિવસમાં વિક્રમજનક દર્દી મળ્યા

નવી દિલ્હી3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આ તસવીર મુંબઈની છે. અહીં BMC એ સેન્ટ ઝેવિયર કોલેજને કોરોના દર્દી માટે ક્વોરન્ટીન સેન્ટરમાં તબદિલ કરી છે - Divya Bhaskar
આ તસવીર મુંબઈની છે. અહીં BMC એ સેન્ટ ઝેવિયર કોલેજને કોરોના દર્દી માટે ક્વોરન્ટીન સેન્ટરમાં તબદિલ કરી છે
 • દેશમાં કુલ મૃત્યુઆંક 4534 થયા
 • જમ્મુ-કાશ્મીરમાં એક દિવસમાં સૌથી વધારે 162 જ્યારે તમિલનાડુમાં 817 કેસ સામે આવ્યા
 • મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા વધી 56,948 થઈ, મુંબઈમાં બુધવારે 1044 દર્દી મળ્યા
 • સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- છેલ્લા 24 કલાકમાં 6387 નવા કેસ સામે આવ્યા, 170 લોકોના મોત
 • કેન્દ્ર સરકારે કોરોનાના કારણે વિદેશમાં ફસાયેલા લોકોને ભારત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યું
 • 7 મેથી તેની શરૂઆત થઈ, બીજા તબક્કો 16મેથી શરૂ થયો અને હવે તેને 16 જૂન સુધી વધારાયો છે.

દેશભરમાં 1,57,773 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4,534 લોકોના મોત થયા છે. બુધવારે 6,961 દર્દી મળ્યા હતા. અત્યાર સુધીમાં સાથે જ 64,277 લોકો સારવાર બાદ સાજા થયા છે. બીજી બાજુ  મહારાષ્ટ્ર 54,758 સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે જ્યાં 1,792 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ 17,728 સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં 128 લોકોના મોત થયા છે. ગુજરાત 14,829 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે. 

અત્યાર સુધીમાં 32 લાખથી વધારે સેમ્પલની તપાસ થઈ

સરકારે બુધવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 435 સરકારી અને 189 ખાનગી લેબમાં કુલ 32 લાખ 42 હજાર 160 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1 લાખ 041 સેમ્પલની તપાસ થઈ છે. દેશભરમાં 930 હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ થઈ રહ્યો છે. આ હોસ્પિટલમાં 1 લાખ 58 747 આઈસોલેશન, 20 હજાર 335 આઈસીયુ અને 69 હજાર 076 ઓક્સિજન સપોર્ટે બેડ ઉપલબ્ધ છે.
અપડેટ્સ 

 • બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોલકાતામાં કહ્યું કે અમારા ધ્યાન બહાર 36 શ્રમિક અને સ્પેશ્યલ ટ્રેન મુંબઈથી આવી રહી છે. અમે મહારાષ્ટ્ર સાથે વાત કરી. તેમણે પણ માહિતી મોડી મળી હતી. મમતાએ કહ્યું રેલવે પોતાનું પ્લાનિંગ જાતે કરી રહી છે.
 • મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી અજોય મેહતાએ જણાવ્યું કે, રાજ્યમાં 70-80 ટકા કોરોના કેસ એવા છે જેમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળતા નથી. સાથે જ સંક્રમિતોનો ડબલિંગ રેટ 14 દિવસ થઈ ગયો છે. પહેલા કોરોના દર્દીઓની સંખ્યા 3 દિવસમાં બમણી થતી હતી. સાથે અહીંયા રાજ્યમાંથી 21 હજાર લોકોએ સ્વેચ્છાએ કોરોના યોદ્ધા બનવાની ચેલેન્જ સ્વીકારી છે.
 • બિહારમાં કોરોના સંક્રમિતોનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે અહીંયા 3006 લોકો સંક્રમિત મળી આવ્યા છે.
 • દિલ્હીમાં છેલ્લા 24 કલાકમા 792 નવા દર્દી મળી આવ્યા છે
 • આસામના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બુધવારે રાજ્યમાં 4 નવા પોઝિટિવ કેસ મળ્યા
 • ઓરિસ્સામાં બુધવારે 76 કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દી 1593 થઈ ગયા છે.
 • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકડાઉનના કારણે જે લોકો પર માઠી અસર પડી તેવા લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. સાથે જ રાજ્યમાં સંક્રમણને નિયંત્રિત કરવા માટે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયાસો અને તેના પરિણામોનો અભ્યાસ કરવાના આદેશ આપ્યા છે.
 • કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બુધવારે જણાવ્યું કે, 31મે પછી અમે રાજ્યના તમામ મંદિર, મસ્જિદ અને ચર્ચ ખોલવા જઈ રહ્યા છે. અમે વડાપ્રધાન મોદી પાસે આ અંગેની મંજૂરી માંગી છે. જોઈએ છીએ હવે ત્યાં શું જવાબ આવે છે.
 • મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 75 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અત્યાર સુધી 1964 અધિકારી સંક્રમિત થઈ ગયા છે. જેમાં 1095 એક્ટિવ કેસ છે. તો બીજી તરફ 20એ જીવ ગુમાવ્યા છે. 849 રિકવર થઈ ચુક્યા છે.
 • જમ્મુમાં મંગળવારે 10 ટ્રેન યાત્રિસ અને આજે ત્રણ વિમાન યાત્રિઓ કોરોના સંક્રમિત મળ્યા
 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 6,387 નવા કેસ સામે આવ્યા છે અને 170 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી 4,337 લોકોના મોત થયા છે.
 • સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, વંદે ભારત મિશન હેઠળ દુનિયાના અલગ અલગ દેશમાંથી 25 મે સુધી 30 હજાર ભારતીયોને લવાયા છે. જેના માટે 158 ફ્લાઈટ્સે ઉડાન ભરી હતી. આ ઉપરાંત 10 હજાર લોકો દેશની બહાર ગયા છે.

 પાંચ રાજ્યોની સ્થિતિ 

 મધ્યપ્રદેશ, 7024- રાજ્યમાં 237 કેસ મળ્યા છે.  રાજધાની ભોપાલ અને ઈન્દોરમાં બુધવારે તમામ બજારને શરતો સાથે ખુલ્લા મુકાયા છે. રેડ ઝોનમાં જરૂરી સામાનની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં મંગળવારે 165 નવા કેસ આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 305 લોકોના મોત થયા છે. અહીંયા મંગળવારે 165 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ઈન્દોરમાં 39, ભોપાલમાં 32, બુરહાનપુરમાં 15, દેવાસમાં 19, ગ્વાલિયરમાં 10, સાગરમાં 11, સતના અને નરસિંહપુરમાં 3-3, ભિંડ અને મુરૈનામાં 2-2 સંક્રમિત મળ્યા હતા. ચિરાયુ હોસ્પિટલથી 16 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા. રાજ્યમાં 305 લોકોના મોત થયા છે.

આ તસીવર ઈન્દોરના અરબિંદો હોસ્પિટલની છે. અહીંયા બુધવારે કોરોના બિમારીથી સાજા થયેલા પાંચથી વધારે બાળકોને રજા આપાવમાં આવી છે. એક ડોક્ટરે આ બાળકો સાથે સેલ્ફી લીધી હતી.
આ તસીવર ઈન્દોરના અરબિંદો હોસ્પિટલની છે. અહીંયા બુધવારે કોરોના બિમારીથી સાજા થયેલા પાંચથી વધારે બાળકોને રજા આપાવમાં આવી છે. એક ડોક્ટરે આ બાળકો સાથે સેલ્ફી લીધી હતી.
આ તસવીર ઈન્દોરની છે. અહીંયા ભૂતેશ્વર મહાદેવ સમિતિ પશ્વિમ ક્ષેત્રમાં ગોપુર ચાર રસ્તાના ખાલી મેદાન પર આઠ વસ્તીઓના લગભગ 200 લોકોને રોજ સોશિયલ ડિસ્ટેસીંગ જાળવીને જમવાનું આપવામાં આવે છે.
આ તસવીર ઈન્દોરની છે. અહીંયા ભૂતેશ્વર મહાદેવ સમિતિ પશ્વિમ ક્ષેત્રમાં ગોપુર ચાર રસ્તાના ખાલી મેદાન પર આઠ વસ્તીઓના લગભગ 200 લોકોને રોજ સોશિયલ ડિસ્ટેસીંગ જાળવીને જમવાનું આપવામાં આવે છે.

મહારાષ્ટ્ર, 54758- મહારાષ્ટ્ર પોલીસે બુધવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 75 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે વધુ 2190 કેસ આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી 1964 અધિકારી અને જવાન સંક્રમિત થયા છે. જેમાંથી 1095 એક્ટિવ કેસ છે. સાથે જ 20 લોકોના મોત થયા છે. 849 રિકવર થઈ ચુક્યા છે. રાજ્યમાં મંગળવારે 2091 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 97 દર્દીઓના મોત થયા હતા.રાજ્યમાં મંગળવારે 2091 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 97 દર્દીઓના મોત થયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય સચિવે મંગળવારે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના 35 હજાર 178 એક્ટિવ દર્દી છે. સંક્રમણના 80 ટકા કેસમાં દર્દીઓમાં લક્ષણ જોવા મળતા નથી. સાથે જ પહેલા દિવસની સરખામણીમાં હવે 14 દિવસમાં દર્દી બમણા થઈ રહ્યા છે.

આ તસવીર મુંબઈના ભાયખલા ખાતે આવેલા કોવિડ સેન્ટરની છે. અહીંયા કોરોના દર્દીઓ માટે બેડ તૈયાર કરાઈ રહ્યા છે.
આ તસવીર મુંબઈના ભાયખલા ખાતે આવેલા કોવિડ સેન્ટરની છે. અહીંયા કોરોના દર્દીઓ માટે બેડ તૈયાર કરાઈ રહ્યા છે.

ઉત્તરપ્રદેશઃ6724-  રાજ્યના બસ્તી શહેરમાં બુધવારે વધુ ત્રણ કોરોના પોઝિટિવ મળ્યા બાદ જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 144એ પહોંચી ગઈ છે. સાથે જ બુલંદશહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધુ બે કોરોના પોઝિટિવ કેસ મળ્યા પછી દર્દીઓની સંખ્યા વધીને 108 થઈ ગઈ છે. અહીંયા મંગળવારે 227 દર્દી મળ્યા હતા, જ્યારે 8 લોકોના મોત થયા હતા. અમેઠીમાં સૌથી વધારે 34 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત આઝમગઢમાં 15, અયોધ્યામાં 13, આંબેડકરનગરમાં 10, આગરામાં 07, અલીગઢમાં બે દર્દી મળ્યા હતા.   રાજસ્થાનઃ7536- અહીંયા બુધવારે સંક્રમણના 109 કેસ સામે આવ્યા અને બે લોકોના મોત થયા હતા.અહીંયા મંગળવારે સંક્રમણના 236 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 32, સિરોહીમાં 27, સીકરમાં 25, ઉદેયપુરમાં 25, ઝાલાવાડમાં 12, રાજસંમદમાં 11, ઝૂંઝૂનૂ અને બીકાનેરમાં 5-5, કોટામાં 10, પાલીમાં 23, ધૌલપુરમાં 02, જ્યારે ભરતપુરમાં 1 દર્દી મળ્યો હતો.  બિહારઃ2968 અહીંયા મંગળવારે સંક્રમણના 231 કેસ સામે આવ્યા હતા. જેમાઁથી રોહતાસમાં 35, મધુબનીમાં 31, દરભંગામાં 12, પૂર્વ ચંપારણમાં 10, ગયામાં 05, ગોપાલગંજમાં 04, ખગડિયામાં 23, કિશનગંજમાં 17 દર્દી મળ્યા હતા.

લોકડાઉન વચ્ચે મંગળવારે બિહાર બોર્ડના 10માં ધોરણનું પરિણામ જાહેર કરાયું હતું. પટનામાં પરિણામ જોયા બાદ વિદ્યાર્થીનીઓ ખુશ થઈ ગઈ હતી.
લોકડાઉન વચ્ચે મંગળવારે બિહાર બોર્ડના 10માં ધોરણનું પરિણામ જાહેર કરાયું હતું. પટનામાં પરિણામ જોયા બાદ વિદ્યાર્થીનીઓ ખુશ થઈ ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે...