કોરોના ઈન્ડિયા LIVE:1,50,758 કેસ: લોકડાઉન બાદ પ્રથમ વખત કર્ણાટકમાં 1લી જૂનથી મંદિરો ખુલશે;આરોગ્ય સેતુથી દેશભરમાં 3 હજાર હોટ સ્ટોપની જાણ થઈ

નવી દિલ્હી3 વર્ષ પહેલા
કર્ણાટક સરકારે મંદિરો ખોલવાનો નિર્ણય કર્યો છે. મંદિર આવનાર શ્રદ્ધાળુઓએ સોશીયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે - Divya Bhaskar
કર્ણાટક સરકારે મંદિરો ખોલવાનો નિર્ણય કર્યો છે. મંદિર આવનાર શ્રદ્ધાળુઓએ સોશીયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
 • ICMRએ કહ્યું- કોરોનાના ઈલાજમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ જારી રહેશે, એક દિવસ અગાઉ WHOએ પ્રતિબંધ મુક્યો
 • સૌથી વધારે અસરગ્રસ્ત 10 રાજ્યઃ આંધ્રમાં એક સપ્તાહમાં સંક્રમણની ઝડપ સૌથી ઓછી 2%, બિહારમાં સૌથી વધુ 11%
 • દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 412 અને કર્ણાટકમાં 100 નવા કેસ સામે આવ્યા
 • છેલ્લા 24 કલાકમાં 6535 નવા કેસ, તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 17 હજારને પાર
 • અત્યાર સુધી 60,706 લોકો સારવાર બાદ સાજા થયા, તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 17 હજારને પાર
 • 24 કલાકમાં 6414 સંક્રમિત અને 3254 એક્ટિવ કેસ વધ્યા, 3012 સાજા થયા, 148ના મોત
 • દિલ્હી આવનારા યાત્રિઓ માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી

કર્ણાટકમાં લોકડાઉનને લીધે છેલ્લા બે મહિનાથી બંધ તમામ મંદિર 1લી જૂનથી ખુલશે. રાજ્યમાં આશરે 34 હજાર મંદિરો છે. બુધવારથી 52 મંદિરોમાં ઓનલાઈન સેવા માટે બુકિંગ પણ શરૂ થઈ જશે. બીજી બાજુ કોરોના સંક્રમણ અંગે અપડેટ થવા તૈયાર કરવામાં આવેલા આરોગ્ય સેતુ એપથી દેશભરમાં 3 હજાર હોટ સ્પોટ અંગે જાણ થઈ છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે મંગળવારે કહ્યું કે આ એપને 15 દિવસમાં પાંચ કરોડ અને 40 દિવસમાં 10 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે કહ્યું કે તે કોવિડ-19ના ઈલાજમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) ઉપયોગ જારી રહેશે. ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું- કાઉન્સિલે આ ટેબલેટને વધારે અસરકારક હોવાનું માલુમ પડ્યું હતું છે. તેની સાઈડ ઈફેક્ટ્સ પણ ઓછી જોવા મળી છે. આઈસીએમઆરનું નિવેદન એટલે માટે મહત્વનું છે કારણ કે એક દિવસ પહેલા ડબ્લ્યુએચઓએ કોરોના વાઈરસના ઈલાજ માટે મલેરિયાની દવા એચસીક્યુની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાઈ પ્રતિબંધ લગાવ્યો છે.

સરકારે એચસીક્યુને લઈ એડવાઈઝરી જારી કરી હતી

સરકારે તાજેતરના દિવસોમાં HCQ ઉપયોગ કરવાને લઈ સંશોધિત એડવાઈઝરી જારી કરી હતી. તેમા કહેવામાં આવ્યું હતું કે બિન-કોવિડ-19 હોસ્પિટલોમાં કામ કરી રહેલા લક્ષણો વગરના સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ આ દવાનું સેવન કરી શકશે.

દેશભરમાં કોરોનાથી 1,50,758 લોકો સંક્રમિત થયા છે અને 4,344 લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. સંક્રમણથી સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્ર છે. ત્યારબાદ તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને બિહાર છે. ગયા સપ્તાહે આ રાજ્યો પૈકી આંધ્ર પ્રદેશમાં સૌથી ઓછી ઝડપ હતી જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે ઝડપ હતી. આંધ્ર પ્રદેશમાં દરરોજ સરેરાશ 2 ટકા દર્દી વધ્યા તો બિહારમાં આ ઝડપ 11 ટકા હતી.
દેશભરમાં સૌથી વધારે 52,667 કેસ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 1,695 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 17,082 કેસ સામે આવ્યા છે અને 119 લોકોના મોત થયા છે. 14,468 સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.દેશમાં સોમવારે 6414 સંક્રમિત વધ્યા હતા, 3012 લોકો સાજા પણ થયા હતા.જ્યારે 148 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં 80 હજારથી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં સોમવારે 3254 દર્દીઓનો વધારો થયો હતો. મંગળવારે આંધ્રપ્રદેશમાં 97, રાજસ્થાનમાં 76 અને મણિપુરમાં 3 દર્દી મળ્યા હતા. અન્ય 328 વધુ કેસ આવ્યા છે પણ આ  દર્દીઓ કયા રાજ્યના છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ આંકડાઓcovid19india.org  અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.દેશમાં દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે.સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર કરાયેલા અપડેટ પ્રમાણે, અત્યારે દેશમાં કુલ દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજાર 380 છે, જેમાંથી 4 હજાર 167 લોકોના મોત થયા છે. જેથી 60 હજારથી વધારે લોકો સાજા થયા છે. દેશમાં વધતી કોરોનાની ગતિને કારણે 24 કલાકમાં કોરોનાના 6 હજાર 535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોના મોત થયા છે.

કોરોના વચ્ચે કેરળમાં પરીક્ષાઓ શરૂ 
કેરળમાં વોકેશનલ હાયર સેકેન્ડરી એક્ઝામિનેશન અને સેકેન્ડરી સ્કૂલ લીવિંગ સર્ટિફીકેટ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે.તિરુવનંતપુર એટલે કે વીએેચએસઈ અને એસએસએલસીની પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને સોશિયલ જાળવીને લાઈનમાં ઊભા રાખ્યા હતા. પરીક્ષા હોલમાં પ્રવેશ પહેલા તાપમાન ચકાસવામાં આવ્યું હતુ.પરીક્ષા આપતા પહેલા તમામ વિદ્યાર્થીઓના હાથ પણ સેનેટાઈઝ કરાયા હતા.

 • મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 90 પોલીસકર્મી સંક્રમિત, સંક્રમિત પોલીસકર્મીઓનો આંકડો 1889એ પહોંચ્યો
 • દિલ્હી સરકારે યાત્રિઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે. અહીંયા આવનારા યાત્રિઓએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવી પડશે. સંક્રમણના લક્ષણ નહીં હોય તો તમામ યાત્રિઓને 14 દિવસ માટે પોતે જ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.
 • એરપોર્ટ ઓથોરિટી અને નોન- શિડ્યુલ્ડ પ્રાઈવેટ ઓપરેટર્સને પણ વિમાન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. જેમાં ફિક્સ્ડ વિંગ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ છે.
 • દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જો કે ગાઝિયાબાદ તંત્રએ ત્યાં વધતા કેસને ધ્યાનમાં રાખતા જિલ્લાની સરહદોને કડક રીતે સીલ કરી દીધી છે.

 5 દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ

કેસ
24 મે7111
23 મે6665
22 મે6570
19 મે6154
21 મે6025

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ6859- અહીંયા સોમવારે 194 નવા કેસ  સામે આવ્યા અને 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃતકોનો આંકડો 300 થઈ ગયો છે. ઈન્દોરમાં 56, ભોપાલમાં 30, ઉજ્જૈનમાં 22, મુરૈનામાં 12, સાગર અને ગ્વાલિયરમાં 9-9, ખરગોનમાં 8 અને બુરહાનપુરમાં 7 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ52667 અહીંયા સોમવારે 2436 નવા સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં 60 દર્દીઓના મોત સાથે આ આંકડો 1695 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1186 સંક્રમિતો સાજા પણ થયા છે. મુંબઈ 1 હજારથી પણ વધારે મોત વાળું દેશનું એક માત્ર શહેર બની ગયું છે. અહીંયા કોરોના સંક્રમિતોના ફેફસાનો એક્સ રે કરવામાં આવશે. ચીનમાં પણ આ ટેકનીટક અપનાવવામાં આવી હતી. 

આ તસવીર મુંબઈની છે. પ્રવાસી પોતાના રાજ્યમાં જવા માટે છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.
આ તસવીર મુંબઈની છે. પ્રવાસી પોતાના રાજ્યમાં જવા માટે છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ6497- રાજ્યમાં સોમવારે 229 નવા દર્દી વધ્યા છે. અહીંયા કોરોનાથી 169 લોકોના સારવાર બાદ મોત થયા છે. 360 દર્દીઓ સાજા થયા છે. એટલે કે અત્યાર સુધી 56.6 ટકા દર્દી સાજા થયા છે 2668ની સારવાર ચાલી રહી છે.  રાજસ્થાન, સંક્રમિતઃ7300- અહીંયા સોમવારે સંક્રમણના 272 કેસ સામે આવ્યા હતા. જેમાં પાલીમાં 50, સીકરમાં 44, જોધપુરમાં 47, નાગૌરમાં 48, જયપુરમાં 13, ચુરુમાં 17, ઉદેયપુરમાં 12 અને સિરોહીમાં 9 દર્દી મળ્યા હતા. 

બિહાર, સંક્રમિતઃ 2737 અહીંયા સોમવારે 163 સંક્રમિત મળ્યા હતા. જેમાંથી સહરસામાં 21, બેગુસરાયમાં 17, દરભંગામાં 13,પટના, કટિહાર અને સીતામઢીમાં 11-11 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી બાજું વૈશાલી અને ઔરંગાબાદમાં 9-9 સંક્રમિત વધ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 733 લોકો સાજા થયા છે અને 13 લોકોના મોત થયા છે.

આ તસવીર પટનાની છે અહીંયા સોમવારે ગુજરાતથી આવેલા પ્રવાસી દાનપુર રેલવે સ્ટેશન જવા માટે બસમાં સવાર થઈ રહ્યા હતા.
આ તસવીર પટનાની છે અહીંયા સોમવારે ગુજરાતથી આવેલા પ્રવાસી દાનપુર રેલવે સ્ટેશન જવા માટે બસમાં સવાર થઈ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...