કોરોના ઇન્ડિયા LIVE:24 કલાકમાં રેકોર્ડ 14.92 લાખ લોકોની તપાસ થઈ; હવે 10 લાખ વસ્તી દીઠ 4,200 દર્દી મળ્યા, 67 સંક્રમિતોના મૃત્યુ થઈ રહ્યા છે, દેશમાં કુલ 58.23 લાખ કેસ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
આ તસ્વીર દિલ્હીના નિગમ બોધ ઘાટની છે - Divya Bhaskar
આ તસ્વીર દિલ્હીના નિગમ બોધ ઘાટની છે
  • ગુરુવારે 82,214 સંક્રમિત નોંધાયા, 77,488 સાજા થયા, 1,144 લોકોનાં મોત થયાં
  • દેશમાં અત્યારસુધીમાં 92 હજારથી વધુ લોકોનાં મોત, 47 લાખથી વધુ લોકો રિકવર થયા
  • દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોરોના સાથે ડેન્ગ્યુ થયો

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 58 લાખ 23 હજાર 66 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે આ પૈકી 47 લાખ 55 હજાર 530 લોકો સાજા થઈ ગયા છે. જોકે 9 લાખ 74 હજાર 364 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 92 હજાર 347 દર્દીના મૃત્યુ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 14 લાખ 92 હજાર 409 લોકોની તપાસ થઈ છે. કોરોના ટેસ્ટિંગનો આંકડો એક દિવસમાં સૌથી વધારે રહ્યો છે. કોરોના ટેસ્ટિંગના આ આંકડા એક દિવસમાં સૌથી વધારે છે. આ અગાઉ 19 સપ્ટેમ્બરના રોજ 12 લાખ લોકોની તપાસ થઈ છે.

બીજી બાજુ હવે 10 લાખની વસ્તીમાં દર્દીની સંખ્યા સતત વધી રહી છે. હવે આ વસ્તીમાં 4,210 લોકો સંક્રમિત મળી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ 4,200 દર્દી મળ્યા હતા. આટલી વસ્તીમાં મૃત્યુ પામનારની સંખ્યા અત્યારે 67 થઈ ગઈ છે. આ આંકડો covid19india.org પ્રમાણે છે.

દેશમાં અત્યારસુધીમાં 58 લાખ 18 હજાર 852 કેસ આવી ચૂક્યા છે, જેમાંથી 47 લાખ 52 હજાર 991 દર્દી સાજા થઈ ચૂક્યા છે. મૃતકોની સંખ્યા હવે 92 હજાર 270 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે.

કોરોનાં અપડેટ્સ

  • દેશમાં કોરોનાને કારણે રોકવામાં આવેલો યોગબ્રેક શુક્રવારે ફરી શરૂ કરી દેવાયો છે. આયુષમંત્રાલયે વર્ક પ્લેસમાં લોકોને યોગથી પરિચિત કરાવવા માટે પાંચ મિનિટનો યોગબ્રેક લાગુ કર્યો હતો.
  • દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ડેન્ગ્યુ થઈ ગયો છે. તેમને LNJP હોસ્પિટલથી મેક્સ હોસ્પિટલના ICUમાં શિફ્ટ કરી દેવાયા છે. 14 સપ્ટેમ્બરે તેમણે કોરોનાથી સંક્રમિત થવાની પુષ્ટિ કરી હતી. આ પહેલાં દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન પણ સંક્રમિત થઈ ચૂક્યા છે.
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું હતું કે દિલ્હી કોરોનાની બીજી લહેરના પિકમાંથી પસાર થઈ ગયું છે. સપ્ટેમ્બરમાં 4000 કેસ આવવા મહામારીની બીજી લહેરનો સંકેત છે.
  • ઓક્સિજન લેવલ ઓછું થયા પછી આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 85 વર્ષના ગોગોઈ 25 ઓગસ્ટે કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.
  • કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્ય બી. નારાયણ(61) રાવનું ગુરુવારે નિધન થયું છે. તેઓ બીદર જિલ્લાના બસવકલ્યાણથી ધારાસભ્ય હતા.

પાંચ રાજ્યની સ્થિતિ 1. મધ્યપ્રદેશ રાજ્યમાં ગુરુવારે 2,304 નવા સંક્રમિત નોંધાયા હતા, જ્યારે 2,327 લોકો સાજા થયા હતા, સાથે જ 45 દર્દીનાં મોત થયાં હતાં. અહીં અત્યારસુધીમાં 1 લાખ 15 હજાર 361 કેસ નોંધાયા છે. નવા સંક્રમિતોમાં મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયા, હરદીપ સિંહ ડંગ અને ભીકનગાંવથી કોંગ્રેસ ધારાસભ્ય ઝૂમા સોલંકી પણ સામેલ છે, જેમની સાથે અત્યારસુધીમાં સરકારના 13 મંત્રી અને પક્ષ-વિપક્ષના 44 ધારાસભ્ય સંક્રમિત થયા છે.

2. રાજસ્થાન રાજ્યમાં ગુરવારે સંક્રમણના 1981 કેસ નોંધાયા અને 1965 લોકો સાજા થયા હતા. 27 એવા જિલ્લા છે, જ્યાં એક હજારથી વધુ દર્દી નોંધાયા છે. બાકીના છ જિલ્લા- હનુમાનગઢમાં 773, પ્રતાપગઢમાં 746, કરોલીમાં 799, સવાઈ માધોપુરમાં 820 અને દૌસમાં 895 કેસ નોંધાયા છે. જયપુરમાં સૌથી વધુ 19 હજાર પોઝિટિવ નોંધાયા છે.

3. બિહાર બિહારમાં ગુરુવારે 1203 સંક્રમિત નોંધાયા હતા, સાથે જ 1154 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના 1 લાખ 74 હજાર 266 કેસ નોંધાયા છે. 1 લાખ 59 હજાર 700 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 28 સપ્ટેમ્બરથી 9થી 12 ધોરણનાં બાળકોને માર્ગદર્શન માટે શાળા જવાની મંજૂરી. આ માટે માતા-પિતાની પણ પરવાનગી જરૂરી. આ દરમિયાન પ્રાર્થના સત્ર, રમતગમત અને અન્ય પ્રવૃત્તિ નહીં યોજાય.

4. મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ગુરુવારે 19 હજાર 164 સંક્રમિત નોંધાયા છે અને 17 હજાર 184 લોકો સાજા થયા છે, સાથે જ 459 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 12 લાખ 82 હજાર 963 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 9 લાખ 73 હજાર 214 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2 લાખ 74 હજાર 993 લોકોની સારવાર ચાલી રહી છે.

5. ઉત્તરપ્રદેશ રાજ્યમાં ગુરુવારે 4,591 નવા કેસ નોંધાયા હતા, 4922 દર્દી સાજા થયા હતા, જ્યારે 67 સંક્રમિતોના મોત થયા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 74 હજાર 277 કેસ નોંધાયા છે, જેમાં 3 લાખ 7 હજાર 611 સાજા થઈ ચૂક્યા છે, 61 હજાર 300 દર્દીની સારવાર ચાલી રહી છે, સાથે જ 5366 દર્દીનાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...