• Home
 • National
 • Coronavirus In India Live News And Updates Of 23rd May

કોરોના ઈન્ડિયા LIVE / 130,504 કેસ, મૃત્યુઆંક-3,754: સિક્કીમમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો, દિલ્હીથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ, તમિલનાડુમાં કેસની સંખ્યા 15 હજારને પાર

Coronavirus In India Live News And Updates Of 23rd May
X
Coronavirus In India Live News And Updates Of 23rd May

 • કર્ણાટક આવતા 6 રાજ્યના લોકોએ E-Pass મેળવવો પડશે, 14 દિવસ ક્વોરન્ટીન કરાશે
 • અત્યાર સુધી 51,824 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 44 હજારને પાર
 • તમિલનાડુમાં આવતી કાલથી સલૂન અને બ્યુટી પાર્લર ખુલશે, સરકારે મંજૂરી આપી
 • દેશના 42.3% મોત માત્ર મહારાષ્ટ્રમાં, ટ્રેન કેન્સલ થતા મજૂરોએ કહ્યું- ભાડાના મકાનમાં પાછા ન જઈ શકીએ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 09:18 PM IST

નવી દિલ્હી. સિક્કીમમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અહીં દિલ્હીથી પરત ફરેલા 25 વર્ષના એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીબાજુ તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 15 હજારને પાર થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં 15 હજાર 512 દર્દી મળ્યા છે. આજે અહીં વધુ પાંચ લોકોના મોત થયા છે.

કર્ણાટકમાં 6 રાજ્યોમાંથી આવતા લોકોને 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવુ પડશે
કર્ણાટક સરકારે નક્કી કર્યું છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત,તમિલનાડુ અને મધ્ય પ્રદેશથી આવતા તમામ લોકોએ સેવા સિંધુ પોર્ટલ પરથી ઈ-પાસ મેળવવાનો રહેશે. રાજ્યમાં આવ્યા બાદ 14 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવશે. આ પૈકી 7 દિવસ ઈન્સ્ટીટ્યુશનલ તો એટલા જ દિવસ લોકોએ હોમ ક્વોરન્ટીન રહેવાનું રહેશે. આ 6 રાજ્ય ઉપરાંત બાકી જગ્યાથી આવનારા યાત્રીઓએ પણ 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.

જમ્મુ-કાશ્મીરમાં પણ બહારથી આવતા લોકોને 14 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં પણ અન્ય રાજ્યોથી બસ કે રેલવેથી આવતા યાત્રીઓએ 14 દિવસ ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરન્ટીન કરવામાં આવશે. તેમનું RT-PCR મારફતે ટેસ્ટ કરવામાં આવશે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

દેશમાં કોરોના સંક્રમણનો આંક 1.30 લાખને પાર

દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,30,504એ પહોંચ્યો છે અને 3,754 લોકોના મોત થયા છે. તો સાથે જ 51,824 લોકો સારવાર બાદ સાજા થયા છે. શનિવારે મહારાષ્ટ્રમાં 2608, તમિલનાડુમાં 759, ગુજરાતમાં 396, દિલ્હીમાં 591, કર્ણાટકમાં 216, રાજસ્થાનમાં 163, બિહારમાં 179, ઓરિસ્સામાં 80, આસામમાં 60 અને આંધ્ર પ્રદેશમાં 47 દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત 279 દર્દી એવા મળ્યા છે જેમના રાજ્ય અંગે જાણકારી આપવામાં આવી નથી.આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીને આધારે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 1 લાખ 25 હજાર 101 સંક્રમિત છે. તેમાંથી 69,597 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 51 હજાર 783 દર્દીને સારું થતા રજા આપવામાં આવી છે અને 3754 લોકોના મોત થયા છે.

સપ્ટેમ્બરથી ફરીથી હુનર હાટ શરૂ થશે 
 કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, હુનર હાટ સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે. તેમણે કહ્યું કે, લોકડાઉનનો સદઉપયોદ કરીને કારીગરોએ મોટી સંખ્યામાં સ્વદેશી સામાન બનાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આવનારા દિવસોમાં ચંદીગઢ, દિલ્હી, પ્રયાગરાજ, ભોપાલ, જયપુર, હૈદરાબાદ, મુંબઈ, ગુરુગ્રામ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, દેહરાદૂન, પટના, નાગપુર, રાયપુર,પુડ્ડુચેરી, અમૃતસર, શિમલા, ગોવા, કોચ્ચિ, ગુવાહાટી, ભુવનેશ્વર, અજમેર, અમદાવાદ, ઈન્દોર, રાંચી, લખનઉમાં હુનર હાટ લગાડાશે. 

અપડેટ્સ 
 • કર્ણાટક સરકારે નક્કી કર્યું છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ અને મધ્યપ્રદેશથી આવતી ફ્લાઈટ્સના યાત્રિઓને 7 દિવસ માટે ઈન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટીન કરાશે. તો બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં પણ અન્ય રાજ્યોથી બસ અથવા રેલવેથી આવેલા યાત્રિઓને 14 દિવસ ઈન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટીન કરાશે. તેમનો આરટી-પીસીઆર દ્વારા ટેસ્ટ પણ કરાશે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો હોસ્પિટલ મોકલી દેવાશે.

 • છેલ્લા 24 કલાકમાં બીએસએફના 21 જવાનોમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરાઈ છે. આ અર્ધસૈનિક દળના અત્યાર સુધી 286 જવાન સાજા થયા છે, જ્યારે 120ની સારવાર ચાલી રહી છે 

 • ગગનયાનના અંતરિક્ષ યાત્રિઓને આ મિશન માટે ફરી એક વાર રશિયામાં ટ્રેનિંગ શરૂ કરાઈ છે. આ ટ્રેનિંગ માસ્કો પાસે આવેલી યૂરી એ ગાગરિન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં થઈ રહી હતી, પણ ત્યાં લાગેલા લોકડાઉનના કારણે તેને એપ્રિલના પહેલા સપ્તાહમાં જ રોકી દેવાઈ હતી.

 • ઈન્દોરના MTH હોસ્પિટલમાં શનિવારે કોરોના પોઝિટિવ મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના સંચાલક ડો. સુમિત શુક્લાએ જણાવ્યું કે બાળકો અને માતા સ્વસ્થ છે. 

 •  વડાપ્રધાન મોદીએ શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હોટબાયા રાજપક્ષે અને મોરિશસના વડાપ્રધાન પ્રવીણ જૂગનાથ સાથે ફોન પર વાત કરી અને કોરોના મહામારીમાં તેમની તરફથી કરતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

 • ઉત્તરપ્રદેશના જૌનપુરમાં એક સાથે 43 નવા દર્દી પોઝિટિવ આવ્યા છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 91 થઈ ગઈ છે. 

 • રાજસ્થાનના જેએલએન હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ 12 વર્ષના બાળકના જન્મદિવસની શુક્રવારે ઉજવણી કરાઈ હતી. હોસ્પિટલ સ્ટાફે બાળક માટે કેક મંગાવી અને ગીત ગાઈને શુભેચ્છા પાઠવી હતી. જન્મદિવસ પર બાળકને મોડી સાંજે ગિફ્ટ મળી કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

 • કોરોનાના કારણે દેશમાં 42.3 ટકા લોકોના મોત માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. શનિવાર સવાર સુધી કોરોનાના 2940 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી બાજુ મુંબઈથી પ્રવાસી મજૂરોનો જવાનો સિલસિલો યથાવાત છે. પણ ટ્રેન રદ થવાના કારણે તેમને તકલીફ પડી રહી છે, જે પોતાનું બધું લઈને મકાન છોડીને સ્ટેશન પર આવી ગયા હતા. તેમનું કહેવું છે કે હવે અમને અમારા ભાડાના મકાન પાછા નહીં મળે. આમાથી ઘણા મજૂરો ત્રણ દિવસથી વડાલામાં પોલીસ સ્ટેશન પાસે સુઈ રહ્યા છે.

 • તમિલનાડુમાં આવતી કાલથી સલૂન અને બ્યુટી પાર્લર ખુલશે, સરકારે મંજૂરી આપી 
 • પહેલી શ્રમિક ટ્રેન ચેન્નાઈથી નાગાલેન્ડના દીમાપુર પહોંચીસ 1477 શ્રમિક સવાર હતા 

 • કોરોના સામે લડવા માટે હાઇડ્રોક્સિક્લોકોક્વિન દવા અસરકારક સાબિત થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે હાઇરિસ્ક ઝોનમાં ડ્યૂટી કરતા સ્વાસ્થ્યકર્મીઓ સહિત અન્ય કોરોના વોરિયર્સને એન્ટિબાયોટિક તરીકે હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવામાં આવશે. નેશનલ ટાસ્ક ફોર્સે જણાવ્યું છે કે, આ દવા લેનારા દિલ્હી એઇમ્સમાં સહિત અન્ય હોસ્પિટલોમાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણ ફેલાવવાનો ખતરો ઓછો થઈ ગયો છે. 

 • દિલ્હીમાં છેલ્લા 24 કલાકની અંદર 14 નવા હોટસ્પોટ બનાવાયા છે, જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધારે હોટસ્પોટનો રેકોર્ડ છે. આ સાથે જ હવે દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા વધીને 92એ પહોંચી ગઈ છે. જો કે આ દરમિયાન દિલ્હીનો એક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનના લિસ્ટમાંથી બહાર પણ થયો છે. 

તારીખ

કેસ
19 મે 6154
21 મે 6025
20 મે 5547
17 મે 5049
16 મે 4791

પાંચ રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ

  મધ્યપ્રદેશ, સંક્રમિતઃ6170- અહીંયા શુક્રવારે 189 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યના તમામ જિલ્લામાં 1391 ફીવર ક્લીનીક શરૂ કરાય હતા. જેમા અત્યાર સુધી 42 હજારથી વધારે લોકો તપાસ કરાવી ચુક્યા છે. 30 હજારથી વધારે લોકોને ‘હોમ આઈસોલેશન’માં રહેવાની સલાહ આપવામાં આવી છે અને 6050 વ્યક્તિઓના કોરોના ટેસ્ટના સેમ્પલ લેવાયા છે. ટેસ્ટ કરાયેલા વ્યક્તિઓમાંથી 2 હજાર 959 વ્યક્તિઓને કોવિડ કેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ44582- રાજ્યમાં શુક્રવારે 2940 નવા કેસ સામે આવ્યા. સતત છઠ્ઠા દિવસે રાજ્યમાં 2 હજારથી વધારે દર્દી વધ્યા છે. કુલ સંક્રમિતોમાંથી મુંબઈમાં 25 હજાર 500 કેસ છે. ધારાવીમાં અત્યાર સુધી 1478 પોઝિટિવ મળ્યા છે. કોરોનાથી રાજ્યમાં 63 વધારે લોકોના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 1517 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં 457 રૂટ પર રેડ ઝોન અને કંટેનમેન્ટ ઝોન છોડીની રાજ્ય પરિવહનની બસો શરૂ થઈ ગઈ છે.

 ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ5735- અહીંયા શુક્રવારે સંક્રમણના 220 નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં સૌથી વધારે 14 લોકોના મોત થયા હતા. સારા સમાચાર તો એ છે કે સંક્રમિતોની સરખામણીએ સાજા થનારા લોકોની સંખ્યા વધી છે. હાલ અહીંયા 3324 દર્દી સાજા થયા છે રાજ્યમાં સંક્રમણથી 152 લોકોના મોત થયા હતા.

 રાજસ્થાન, સંક્રમિતઃ6524- અહીંયા શનિવારે 48 સંક્રમણના કેસ સામે આવ્યા હતા. જેમાં નાગોરમાં 17, કોટામાં 10, ઝૂંઝુનૂંમાં 06, જયપુરમાં 05, ઝાલાવાડમાં 04, ધૌલપુરમાં 02 જ્યારે અજમેર, ભરતપુર, ભીલવાડા અને બાંસવાડામાં 1-1 દર્દી મળ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 3692 લોકો સાજા થયા છે, જ્યારે 155 લોકોના મોત થયા છે.
દિલ્હી, સંક્રમિતઃ12319- અહીંયા શુક્રવારે 660 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 330 સાજા થયા અને 14 લોકોના મોત થયા હતા. અહીંયા મોતનો આંકડામાં કથિત રીતે હેર ફેરા કર્યાના સમાચારોનું મંત્રી સત્યેન્દ્ર જૈને ખંડન કર્યું હતું.

 બિહાર, સંક્રમિતઃ2166- અહીંયા શુક્રવારે 179 નવા દર્દી મળ્યા, જેમાંથી મધુબનીમાં 34, કટિહારમાં 19, બેગુસરાયમાં 17, સમસ્તીપુરમાં 10 અને ગોપાલગંજમાં 9 સંક્રમિત વધ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી એક હજારથી વધારે પ્રવાસી મજૂર છે. 

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી