કોરોના ઈન્ડિયા LIVE:1 લાખ 24 હજાર 791 કેસઃ એક દિવસમાં 6568 દર્દી વધ્યાં, હાઇરિસ્ક ઝોનમાં ડ્યૂટી કરતા કર્મીઓને હાઇડ્રોક્સિક્લોરોક્વિન અપાશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
મુંબઈમાં શુક્રવારે લોકમાન્ય ટિળક ટર્મિનશ પર બસમાં બેસવા માટે પ્રવાસી મજૂરોની લાંબી લાઇનો લાગી હતી - Divya Bhaskar
મુંબઈમાં શુક્રવારે લોકમાન્ય ટિળક ટર્મિનશ પર બસમાં બેસવા માટે પ્રવાસી મજૂરોની લાંબી લાઇનો લાગી હતી
 • મહારાષ્ટ્રમાં શુક્રવારે સૌથી વધારે 2940 સંક્રમિત મળ્યાં, દર્દીઓનો આંકડો 44 હજારને પાર
 • દેશમાં કુલ દર્દીઓમાંથી 73 ટકા માત્ર મહારાષટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં છે
 • રેલવે એ કહ્યું: રાજધાની રૂટ પર ચાલી રહેલી 30 સ્પેશિયલ ટ્રેનાં મુસાફરીના 30 દિવસ પહેલા રિઝર્વેશન થશે
 • ઇન્દૌરમાં 100 વર્ષીય વૃદ્ધા ચંદા બાઈએ કોરોનાને માત આપી, તેમના પરિવારના 5 દર્દીઓ સાજા થયા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 24 હજાર 791 થઈ છે. શુક્રવારે એક દિવસ જ દિવસમાં 6568 દર્દીઓ વધ્યાં છે. કોરોના સામે લડવા માટે હાઇડ્રોક્સિક્લોકોક્વિન દવા અસરકારક સાબિત થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારે હાઇરિસ્ક ઝોનમાં ડ્યૂટી કરતા સ્વાસ્થ્યકર્મીઓ સહિત અન્ય કોરોના વોરિયર્સને એન્ટિબાયોટિક તરીકે હાઇડ્રોક્સિક્લોરોક્વિન આપવામાં આવશે. નેશનલ ટાસ્ક ફોર્સે જણાવ્યું છે કે, આ દવા લેનારા દિલ્હી એઇમ્સમાં સહિત અન્ય હોસ્પિટલોમાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણ ફેલાવવાનો ખતરો ઓછો થઈ ગયો છે.

દેશમાં સૌથી વધારે 41,642 દર્દી મહારાષ્ટ્રમાં છે અહીંયા કોરોનાના કારણે 1,454 લોકોના મોત થયા છે. તમિલનાડુ 13,967 સંક્રમિતો સાથે બીજા નંબરે છે. શુક્રવારે દિલ્હીમાં 660, રાજસ્થાનમાં 150, કર્ણાટકમાં 105, ઓરિસ્સામાં 86, આંધ્રપ્રદેશમાં 62, ઝારખંડમાં 05, છત્તીસગઢમાં 04 અને આસામમાં 2 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત વધુ 217 દર્દી છે, જે કયા રાજ્યના છે તેની ભાળ મળી શકી નથી. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 1 લાખ 18 હજાર 447 સંક્રમિત છે. જેમાંથી 66 હજાર 330ની સારવાર ચાલી રહી છે, 45 હજાર 299 સાજા થયા છે અને 3583 લોકોના મોત થયા છે.  કોરોના અંગે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

 • સ્વાસ્થ્ય મંત્રાલયના કહ્યાં પ્રમાણે રાજ્યોમાં અત્યાર સુધી 30 લાખ પીપીઈ કીટ વહેંચવામાં આવી છે. જેમાંથી 109 ગૃહ નિર્માતાઓએ આ કીટ તૈયાર કરી છે. આ ઉપરાંત 33 લાખ N95 માસ્ક રાજ્યોમાં વહેંચવામાં આવ્યા છે.
 • દેશના કુલ કેસ પૈકી 80 ટકા મોતના કેસ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, બંગાળ અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલય
 • આઈએમસીઆરના મુખ્ય ડો. રમણ આર ગંગાખેડકરે જણાવ્યું કે, આજે ચોથા દિવસે એક લાખથી પણ વધુ ટેસ્ટ કરાયા છે. આ ઉપરાંત આજે એક વાગ્યા સુધી 27,55,174 ટેસ્ટ થયા છે. જેમાંથી 1887 ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવાયા છે.
 • એમ્પાવર્ડ ગ્રૂપના ચેરમેન વીકે પોલે વધુમાં કહ્યું કે, ડાયગ્નોસ્ટિક કીટનું ઉત્પાદન શરૂ કરાયુ છે. અંદાજ અને ક્ષમતા પ્રમાણે 6 થી 8 અઠવાડિયાની અંદર અંદર દરરોજ પાંચ લાખ કીટનું ઉત્પાદન કરી શકાશે. આઈસીએમઆરની પાંચ કંપનીઓ અને 4થી 6 વૈજ્ઞાનિકો વેક્સીન બનાવવા માટે પ્રયોગશાળામાં કામ કરી રહ્યા છે.
 • એમ્પાવર્ડ ગ્રૂપના ચેરમેન વીકે પોલે કહ્યું કે, લોકડાઉન કોરોનાના કેસ વધતા અટકાવવામાં કારગર સાબિત થયું છે. જો લોકડાઉન લાગુ કરાયું ન હોત તો આજે કેસની સંખ્યા ઘણી વધારે હોત

 અપડેટ્સ 

 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને WHOના એક્ઝિક્યૂટિવ બોર્ડના ચેરમેનનું પદ સંભાળી લીધું છે.
 • ગૃહ મંત્રાલયે ઓસીઆઈ માટે શરતો મુકી છે. ઓસીઆઈ કાર્ડધારકો વિદેશમાં જન્મેલા નાના બાળકોને આવવાની મંજૂરી આપવામાં આવશે. એવા કાર્ડ હોલ્ડર જેમના પરિવારમાં કોઈ ઈમરજન્સી જેવી કે કોઈનું મૃત્યુ થયું હોય તેમને મંજૂરી આપવામાં આવશે. એવા દંપતી જેમની પાસે ઓસીઆઈ કાર્ડ હોય અને બન્નેનું ભારતમાં પરમેનેન્ટ એડ્રેસ હોય. એવા વિદ્યાર્થી, જેમની પાસે કાર્ડ હોય પણ તેમના માતા-પિતા ભારતમાં હોય.. તેમને દેશમાં આવવાની મંજૂરી આપવામાં આવશે.
 • દિલ્હી એઈમ્સમાં આરપીસી ડોક્ટર કેન્ટીનમાં કામ કરતા વર્કરનું મોત થયું છે. રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશનનો આરોપ છે કે આ મોત કોવિડના કારણે થયું છે, પણ હોસ્ટેલ સુપરિટેન્ડેન્ટે આ ઘટનાને હાર્ટ અટેકથી મોત થયું હોવાનું રજુ કરવાનો પ્રયાસ કર્યો હતો.
 • કેન્દ્રએ ઓવરસીજ ઈન્ડિયન સિટીઝનને ભારત આવવાની મંજૂરી આપી, વિદ્યાર્થીઓ ઉપરાંત બાળકો પણ આવી શકશે
 • ભોપાલમાં શુક્રવારે 27 કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમાં મોટાભાગના જાટખેડીના છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના એક અધિકારી પણ સંક્રમિત થયા છે. છેલ્લા 15 દિવસમાં શહેરની 50 નવી કોલોનીમાં સંક્રમણ પહોંચ્યું છે.અહીંયા છેલ્લા દોઢ મહિનામાં 700 દર્દી મળ્યા હતા.
 • કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 12 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે
 • સરકારે ગુરુવાર રાતે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની પ્રાઈવેટ હોસ્પિટલના અને નર્સિંગ હોમમાં 80%થી વધારે બેડ રિઝર્વ કર્યા છે. હવે સરકારને 4400 બેડની સુવિધા મળી ગઈ છે.
 • લોકડાઉન દરમિયાન 17 વર્ષની છોકરી સાથે ગેંગરેપના આરોપમાં ઝડપાયેલ યુવકોમાંથી એક હબીબુલ્લા કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. હવે પીડિત સગીરા અને પોલીકર્મીઓ સહિત આરોપીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. હબીબુલ્લા, અસગર અને રાહિકને 19 મેનો રોજ ઝડપી પડાયા હતા.
 • જયપુર એરપોર્ટથી એક કલાકમાં બે વિમાનની અવર જવર થશે. જયપુર એરપોર્ટ પર સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટસીંગ જાળવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
 • ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકાર વચ્ચે બસના ભાડા અંગે ઘર્ષણ ચાલી રહ્યું છે. એ વખતે યોગી સરકારે રાજસ્થાન સરકાર તરફથી મોકલવામાં આવેલા 36 લાખ 36 હજારના બિલની ચુકવણી કરી દીધી છે. આ બિલ કોટાથી બાળકોને આગરા અને મથુરા પહોંચાડવા અંગે રાજસ્થાન રોડવેઝે યૂપીએસઆરટીસીને મોકલ્યું હતું.
 • દેશભરમાં સંક્રમણ 26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું છે. જેમાંથી સૌથી વધારે પ્રભાવિત 5 રાજ્યોમાં જ 86 હજારથી વધુ એટલે કે 73 ટકા દર્દી છે.
 • પંજાબમાં મલેશિયાના કુઆલાલમ્પુરથી ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું વિમાન
 • પશ્વિમ દિલ્હીમાં પોલીસ કંટ્રોલ રૂમના 7 કર્મચારી પોઝિટિવ મળ્યા ત્યારબાદ કંટ્રોલ રૂમને પાંચ દિવસ માટે બંધ કરી દેવાયો હતો.
 • લોકડાઉન-4માં અનેક રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કેન્દ્રની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમા તેમણે લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરવા આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે નાઈટ કર્ફ્યુ ગાઈડલાઈનનો મહત્વનો ભાગ છે. સાંજે સાંત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી દરેક પ્રકારની બિન-આવશ્યક પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસનને આવશ્યક પગલાં ભરવા કહ્યું છે.
 • દિલ્હીમાં સીઆરપીએફના 9 જવાન કોરોના સંક્રિમત મળ્યા છે. કોરોનાથી એક સબ ઈન્સપેક્ટરનું મોત થયું છે. આ દળમાં 335 જવાન પોઝિટિવ મળ્યા છે. હાલ 121ની સારવાર ચાલી રહી છે. રાહતની વાત તો એ છે કે છેલ્લા 24 કલાકમાં ITBP અને BSFમાં કોઈ નવો કેસ સામે આવ્યો નથી. બીએસેફના 274 જવાન સાજા થયા છે, હાલ 87 હોસ્પિટલમાં દાખલ છે.

પાંચ દિવસમાં સૌથી વધારે કેસ  

તારીખ 

કેસ
19 મે6154
21 મે6025
20 મે5547
17 મે5049
16 મે4794

દેશના રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિ  

પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5981- અહીંયા ગુરુવારે 246 નવા કેસ સામે આવ્યા હતા. ઈન્દોરમાં 59, ઉજ્જૈનમાં 61, ભોપાલમાં 27, ખંડવામાં 22, મુરૈનામાં 14 અને બુરહાનપુરમાં 13 પોઝિટિવ મળ્યા છે. અહીંયા 52માંથી 49 જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. ઘણા જિલ્લામાં મોટાભાગના બહારથી આવેલા પ્રવાસી પોઝિટિવ મળે છે.રાજ્યમાં જૂલાઈ સુધી સંક્રમિતોની સંખ્યા 80 હજારથી એક લાખ સુધી પહોંચવાનો અંદાજ છે.

આ તસવીર ભોપાલની છે. અહીંયા લોકડાઉનના ચોથા તબક્કામાં રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, અહીંયા બેસીને જમવાની મંજૂરી મળી નથી.
આ તસવીર ભોપાલની છે. અહીંયા લોકડાઉનના ચોથા તબક્કામાં રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, અહીંયા બેસીને જમવાની મંજૂરી મળી નથી.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ41642- અહીંયા ગુરુવારે 2345 નવા સંક્રમિતો મળ્યા હતા. મુંબઈમાં 1382 નવા કેસ સાથે હવે કુલ 25 હજાર 317 દર્દી થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 લોકોના મોત થયા હતા.અત્યાર સુધી અહીંયા 4 લાખથી વધારે લોકોને ક્વૉરન્ટીન કરાયા હતા. 
 ઉત્તરપ્રદેશ સંક્રમિતઃ5515- છેલ્લા 24 કલાકમાં અહીંયા સૌથી વધારે 340 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 3204 લોકો સાજા પણ થયા છે, જ્યારે 138 લોકોના મોત થયા હતા. યૂપી પાંચ હજારથી વધુ દર્દી વાળું સાતમું રાજ્ય બની ગયું છે. 

રાજસ્થાન, સંક્રમિતઃ6227- રાજ્યમાં ગુરુવારે 212 સંક્રમિત મળ્યા હતા. જેમાંથી ડૂંગરપુરમાં 33, જાલૌરમાં 22, ઉદેયપુરમાં 13, જયપુરમાં 10, નાગોરમાં 08, સિરોહી અને રાજસમંદમાં 7-7 દર્દી મળ્યા હતા.  દિલ્હી, સંક્રમિતઃ11659- અહીંયા ગુરુવારે 571 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 375 સાજા થયા છે. CPRFમાં 9 જવાન સંક્રમિત મળ્યા અને એક સબ ઈન્સપેક્ટરનું મોત થયું છે. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5898ની સારવાર ચાલી રહી છે.

આ તસવીર દિલ્હીના લાજપત નગરની છે. અહીંયા પ્રવાસી આનંદ વિહાર રેલવે સ્ટેશન જવા માટે બસની રાહ જોઈ રહ્યા છે
આ તસવીર દિલ્હીના લાજપત નગરની છે. અહીંયા પ્રવાસી આનંદ વિહાર રેલવે સ્ટેશન જવા માટે બસની રાહ જોઈ રહ્યા છે

બિહાર, સંક્રમિતઃ1987- અહીંયા ગુરુવારે 211 નવા દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 9 દર્દીઓના મોત થયા હતા, જ્યારે 571 લોકો સાજા થયા છે. પ્રવાસીઓના પહોંચવાની સાથે સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 10 દિવસમાં 1040 નવા દર્દી મળ્યા છે.  

આ તસવીર પટનાની છે. અલગ અલગ રાજ્યોમાં પહોંચેલા પ્રવાસી તેમના વતન જવા માટે સીટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે
આ તસવીર પટનાની છે. અલગ અલગ રાજ્યોમાં પહોંચેલા પ્રવાસી તેમના વતન જવા માટે સીટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...