તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:વેક્સીનના ઈમર્જન્સી યૂઝ અંગે સરકારની વિચારણા; PM મોદી  8 રાજ્યોના CM સાથે વાત કરે તેવી શક્યતા

નવી દિલ્હી8 દિવસ પહેલા
તસવીર દિલ્હીના નિગમબોધ ઘાટની છે. કોરોના સંક્રમણથી મોતને ભેટનાર લોકોના પરિવારજનો PPE પહેરી આવ્યા હતા.

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 91 લાખને પાર કરી ગયો છે. 91 લાખ 29 હજાર 3 લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત એ છે કે તેમા 85 લાખ 50 હજાર 931 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યારે 4 લાખ 42 હજાર 422 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે 1 લાખ 33 હજાર 590 લોકોના મોત થાય છે. રવિવારે 24 કલાકમાં 33 હજાર 95 નવા દર્દી મળ્યા છે. 30 હજાર 892 લોકો રિકવર થયા અને 327 લોકોના મૃત્યુ થયા હતા.

ઈમર્જન્સી યૂઝ માટે નિયમ બનશે
બીજી બાજુ કેન્દ્ર સરકારે જલ્દીથી કોરોના વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટેની તૈયારી ઝડપી બનાવી છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી કહ્યું છે કે કેન્દ્ર સરકાર કોવિડ-19 વેક્સીનના ઈમર્જન્સી યુઝ અંગે વિચારણા કરી રહી છે. એટલે કે ત્રીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલ બાદ જો બધુ યોગ્ય રહેશે તો સરકાર વેક્સીનના ઈમર્જન્સી યુઝ માટે અનુમતિ આપી શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી વેક્સીન માટે બનાવાયેલી ટીમે તાજેતરમાં બેઠક કરી હતી. જાણવા મળ્યું છે કે તેમા વેક્સીનની કિંમત, ખરીદી, વેક્સીનેશ પ્રોસેસ, સ્ટોરેજ વગેરે મુદ્દે વાતચીત કરાઈ હતી. આ બેઠકમાં વેક્સીનના ઈમરજન્સી યૂઝ અંગે પણ ચર્ચા થઈ છે. એ નક્કી થયું છે કે વેક્સીનના ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપવા માટે નિયમો બનાવાશે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વિનોદ પોલ, સરકારના ચીફ સાયન્ટીફિક એડવાઈઝર કે. વિજય રાઘવન તથા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ સામેલ થયા હતા. તેમા વેક્સીનના ઈમર્જન્સી અંગે ચર્ચા થઈ હતી.

મંગળવારે મુખ્યમંત્રી સાથે કોન્ફ્રરન્સિંગ કરી શકે છે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે 8 રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત રાજ્યોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ પર વાતચીત કરી શકે છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી માહિતી આપી છે. પ્રધાનમંત્રી એક પછી એક

દિલ્હીમાંથી ઉત્તર પ્રદેશ જનાર મુસાફરોના ટેસ્ટ થશે
ઉત્તર પ્રદેશ સરકારે કોરોના સંક્રમિતોની ઓળખ માટે મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હીમાંથી ઉત્તર પ્રદેશ જનાર તમામ વ્યક્તિના કોરોના ટેસ્ટ થશે. યુપી સરકારે રવિવારે આ જાહેરાત કરી છે. ચીફ સેક્રેટરી આરકે તિવારીએ જણાવ્યું હતું કે ફ્લાઈટ, ટ્રેન અને બસમાં આવનાર દરેક મુસાફરની તપાસ થશે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ડોર ટૂ ડોર સર્વે કરીને દર્દીઓની ઓળખ કરાશે. રાજ્ય સરકારે રવિવારે આ આદેશ બહાર પાડ્યો છે.

આ કોરોનાની લહેર નહીં સુનામી છે: ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધન કર્યું હતું. તેમા તેઓએ કહ્યું હતું કે વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા છે. આ કોરોનાની લહેર નહીં સુનામી છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. અમારી પાસે પુરતી સુવિધા છે. પરંતુ જે લોકો 8 મહિનાથી કામ કરી રહ્યા છે તેઓ પર કામનું ભારણ ઓછું થવું જોઈએ. વેક્સીન આપણા હાથમાં નથી. મહારાષ્ટ્રમાં 12 કરોડ લોકો છે. દરેકને બે ડોઝ એટલે 24 કરોડ ડોઝ. તેને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે તે સ્પષ્ટ નથી. એટલા માટે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટેંસિંગ રાખો.મારી લોકોને અપીલ છે કે લોકો ત્યાં ભીડ ન કરે.

કેન્દ્રએ હિમાચલ, પંજાબ, યુપી અને છત્તીસગઢમાં હાઈ લેવલ ટીમ મોકલી
દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ ચાર રાજ્યોમાં હાઈ લેવલ ટીમ મોકલી છે. હિમાચલ, પંજાબ, યુપી અને છત્તીસગઢમાં આ સંક્રમણને અટકાવવા માટે ઉપાય બતાવશે. ટીમ રાજ્ય સરકારને કન્ટેનમેન્ટ દેખરેખ, ટેસ્ટિંગ અને દર્દીઓની સારવારની યોગ્ય વ્યવસ્થા કરવામાં મદદ પણ કરશે. આ પહેલા હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણિપુરમાં કેન્દ્રીય ટીમોને મોકલવામાં આવી છે.

તો આ તરફ છેલ્લા 42 દિવસોમાં બીજી વખત દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. શનિવારે 599 એક્ટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ પહેલા ગુરુવારે 343 અને 2 ઓક્ટોબરે 2,472 એક્ટિવ કેસનો વધારો થયો હતો.

શનિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1601 અને રાજસ્થાનમાં 1028 એક્ટિવ કેસ વધ્યા. આ સાથે જ દરરોજ નોંધાતા એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર ફરી એક વખત ટોપ પર આવી ગયું છે. જો આવનારા દિવસોમાં પણ અહીંયા એક્ટિવ કેસ વધતા રહ્યા તો સ્થિતિ ઘણી બગડી શકે છે.

24 કલાકમાં 44 હજાર નવા દર્દી નોંધાયા
શનિવારે 24 કલાકની અંદર 44 હજાર 906 લોકો સંક્રમિત નોંધાયા. 43 હજાર 797 લોકો રિકવર થયા અને 497 દર્દીઓના મોત થયા હતા. સૌથી વધુ રાજધાની દિલ્હમાં 5879, કેરળમાં 5772, મહારાષ્ટ્રમાં 5760 દર્દી નોંધાયા. ગુજરાતમાં પહેલી વખત એક દિવસમાં રેકોર્ડ 1515 અને રાજસ્થાનમાં 3007 કેસ નોંધાયા હતા.

અપડેટ્સ

  • મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે સવારે 10 વાગ્યે મધ્યપ્રદેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં એવા જિલ્લાના રિપોર્ટ અંગે ચર્ચા કરાઈ, જ્યાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે, તે બંધના પક્ષમાં નથી, કારણ કે આનાથી આર્થિક પ્રવૃત્તિઓ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.જિલ્લા પ્રશાસન સખતાઈ ન કરે, પણ વેપારીઓને બજાર બંધ કરવાની અપીલ કરે. સાથે જ તેમને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પ્રેરિત કરે. મુખ્યમંત્રીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે 24 નવેમ્બરે ફરી બેઠક બોલાવી છે.
  • કોરોનાના વધતા કેસ વચ્ચે રાજસ્થાનના 8 જિલ્લામાં રવિવારે રાતથી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. શનિવારે રાતે યોજાયેલી ઈમરજન્સી કેબિનેટ મીટિંગ પછી જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેયપુર, અજમેર, કોટા, અલવર અને ભીલવાડામાં રાતે 8થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.માસ્ક ન પહેરવા માટે હવે 500 રૂપિયાનો દંડ ફટકારાશે. આ પહેલા 200 રૂપિયા હતો. અશોક ગેહલોતે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે.
  • ઉત્તરપ્રદેશમાં લગ્ન-સમારોહમાં મહેમાનોના સામેલ ન થવાની લિમીટ 200થી ઘટાડીને 100 કરવામાં આવશે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે.
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં પહેલી વખત RT-PCR ટેસ્ટનો આંકડો રેપિડ એન્ટીજન ટેસ્ટથી વધુ થઈ ગયો છે. DRDO હોસ્પિટલ માટે 250 વેન્ટીલેટર મોકલવામાં આવ્યા છે.
  • દિલ્હીમાં હાઉસ-ટૂ-હાઉસ સર્વે શરૂ કરી દેવાયો છે. શુક્રવારે 3 લાખ 70 હજાર 729 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.એઈમ્સે 207 જુનિયર રેજિડેન્ટ ડોક્ટર્સની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

5 રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

દિલ્હીમાં શનિવારે 5879 લોકો સંક્રમિત નોંધાયા. 6963 લોકો રિકવર થયા 111 લોકોના મોત થયા. અત્યાર સુધી 5 લાખ 23 હજાર 117 લોકો સંક્રમિત થઈ ચુક્યો છે. જેમાં 39 હજાર 741 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 75 હજાર 106 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે જીવ ગુમાવનારની સંખ્યા હવે 8270 થઈ ગઈ છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં શનિવારે 1700 લોકોનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. 899 લોકો રિકવર થયા અને 11 લોકોના મોત થયા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો હવે 1 લાખ 91 હજાર 246 થઈ ગયો છે. જેમાં 11 હજાર 192 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 76 હજાર 905 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3149 થઈ ગઈ છે.

3. રાજસ્થાન
છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 3007 લોકો સંક્રમિત નોંધાયા. 1963 લોકો રિકવર થયા અને 16 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 40 હજાર 676 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 21 હજાર 951 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 2 લાખ 16 હજાર 579 લોકો હવે સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2146 થઈ ગઈ છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં શનિવારે 5760 નવા દર્દી નોંધાયા. 4088 લોકો રિકવર થયા અને 62 લોકોના મોત થયા. સંક્રમિતોની સંખ્યા હવે 17 લાખ 74 હજાર 455 થઈ ગઈ છે. જેમાં 79 હજાર 873 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 47 હજાર લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 46 હજાર 573 થઈ ગઈ છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં શનિવારે 2235 નવા દર્દી નોંધાયા. 2097લોકો રિકવર થયા અને 24 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5 લાખ 24 હજાર 223 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે. જેમાં 23 હજાર 471 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 93 હજાર 228 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 7524 થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો