તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના દેશમાં:MP, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં નવા કેસ વધ્યા, 75% એક્ટિવ કેસ માત્ર મહારાષ્ટ્ર-કેરળમાં

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • દક્ષિણ ભારતમાં સૌથી વધુ ફેલાયો મહામારીનો N440K વેરિઅન્ટ, દેશમાં વાયરસના 5 હજારથી વધુ સ્ટ્રેન પર રિસર્ચ થઈ

કોરોનાના વધતા કેસથી લોકોની ચિંતા ફરી એકવાર વધી છે. કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં છેલ્લા 7 દિવસથી નવા કેસ વધી રહ્યા હતા. દેશમાં કુલ એક્ટિવ કેસમાં 75% થી વધારે કેસ માત્ર મહારાષ્ટ્ર (44,765) અને કેરળ(59,817)માં છે.

દક્ષિણ ભારતમાં સૌથી વધુ ફેલાયો મહામારીનો N440K વેરિઅન્ટ
દેશમાં મળી આવતા કોરોનાના 5 હજારથી વધુ વેરિએન્ટ્સ પર હૈદરાબાદની સેન્ટર ફોર સેલુલ્યર એન્ડ મોલીક્યૂલર બાયોલોજી(CSIR-CCMB)ના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી છે. જેમાં જોવા મળ્યું કે, દક્ષિણ ભારતમાં સૌથી વધુ કોરોનાનો N440K વેરિઅન્ટ ફેલાયો છે. જો કે, આ વેરિઅન્ટ ક્યાંથી અને ક્યારે ફેલાયો તેની જાણકારી હજી સુધી મળી શકી નથી. CCMBના ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ કહ્યું કે, આ વેરિઅન્ટના ફેલાવાનું કારણ અને પદ્ધતિને જાણવા માટે તેની પર નજર રાખવાની જરૂર છે.

ખતરનાક વેરિઅન્ટ્સની ભારતમાં અસર ન જોવા મળી
CCMBના ડાયરેક્ટર પ્રો. રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, દુનિયાના ઘણા દેશોમાં ખતરનાક બની ચૂકેલા વેરિએન્ટ્સની ભારતમાં વધુ અસર નથી થઈ. જેનું એક કારણ એ પણ બની શકે છે કે આપણા અહીં વધુ સિક્વેન્સિંગ નથી કરાઈ. આપણે વાયરસના વધુ જિનોમના સિક્વેન્સિંગ કરવાની જરૂર છે, જેથી નવા વેરિઅન્ટ્સની ઓળખ કરી શકાય.

ટેસ્ટિંગનો આંકડો 21 કરોડને પાર દેશભરમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 21 કરોડને પાર થઈ ગયો છે, એટલે કે 138 કરોડની વસતિ વાળા દેશમાં અત્યાર સુધી 21 કરોડ લોકોની તપાસ થઈ છે. જેમાં 5.21% એટલે કે 1.09 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. ચિંતાની વાત તો એ છે કે લગભગ 4 મહિના સુધી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટ્યા પછી હવે એકવાર ફરીથી તેમાં તેજી જોવા મળી છે.

શુક્રવારે 13 હજાર 519 નવા દર્દી નોંધાયા. 9962 લોકો રિકવર થયા અને 90 લોકોના મોત થયા. આ રીતે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 3,455નો વધારો થયો છે. 86 દિવસ પછી આવું પહેલી વખત બન્યું છે, જ્યારે એક દિવસની અંદર 3 હજારથી વધુ એક્ટિવ કેસ વધ્યા છે. આ પહેલા 25 નવેમ્બરે એક સાથે 7 હજાર એક્ટિવ દર્દીઓમાં વધારો થયો હતો.

ટેસ્ટિંગ ઘટવાથી તો દર્દી નથી વધી રહ્યાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત વર્ષે દિવાળી દરમિયાન દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધવાનું એક કારણ ટેસ્ટિંગ ઓછું થવાનું પણ જણાવ્યું હતું. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ટેસ્ટિંગ ઓછું થવાથી દર્દીઓને યોગ્ય સમયે ટ્રેસ ન કરી શકાયા અને સંક્રમણ ફેલાતું રહ્યું. હવે આ સ્થિતિ આખા દેશમાં જોવા મળી રહી છે.

સરકારે ઓક્ટોબર- નવેમ્બર સુધી દરરોજ સરેરાશ 11 લાખ ટેસ્ટ કર્યા, પણ હવે તે ઘટીને લગભગ 6 લાખ રહી ગયા છે. જેમાં લગભગ 5 લાખની કમી જોવા મળી. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે ક્યાંક ટેસ્ટિંગ ઘટવાના કારણે તો દર્દીઓની સંખ્યા વધી રહી નથી. જો યોગ્ય સમયે દર્દીઓને ટ્રેસ કરી લીધા હોત તો કદાચ સંક્રમણને હાલ પણ કાબૂમાં રાખી શકાત.

મહારાષ્ટ્રે મુશ્કેલી વધારી
મહારાષ્ટ્રે ફરીથી દેશની મુશ્કેલી વધારી દીધી છે. શુક્રવારે રાજ્યમાં રેકોર્ડ 6,112 નવા દર્દી નોંધાયા. જે છેલ્લા 85 દિવસમાં દરરોજ મળતા દર્દીઓનો સૌથી વધુ આંકડો છે. આ પહેલા ગત વર્ષે 27 નવેમ્બરે રાજ્યમાં 6,185 દર્દી આવ્યા હતા.

રાજ્યમાં અત્યાર સુધી 20 લાખ 87 હજાર 632 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 19 લાખ 89 હજાર 963 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51 હજાર 713 દર્દીઓના મોત થઈ ગયા છે. 44 હજાર 765 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

  • મહારાષ્ટ્રના વર્ધામાં કોરોનાના વધતા જોખમને જોતા 5માંથી 12માં સુધીની શાળાઓને આગામી આદેશ સુધી બંધ કરી દેવાઈ છે. આ પહેલા અમરાવતી અને અકોલામાં રવિવારે લોકડાઉન અને યવતમાલમાં નાઈટ કફ્યૂની જાહેરાત કરાઈ હતી.
  • મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખતા અમરાવતીમાં દર શનિવારે 8 વાગ્યાથી સોમવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. અકોલામાં પણ દર રવિવારે લોકડાઉન રહેશે. સાથે જ યવતમાલમાં પણ પ્રતિબંધોમાં વધારો કરાયો છે. અહીંયા તમામ શાળા-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રેસ્ટોરન્ટ, ફંક્શન હોલમાં 50% લોકો જ આવી શકશે. કોઈ પણ જગ્યાએ 5થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.
  • મુંબઈમાં BMCએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના પ્રમાણે, જો કોઈ બિલ્ડિંગમાં 5 અથવા તેથી વધુ કેસ મળે તો બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવશે. હોમ ક્વોરન્ટિન કરાયેલા દર્દીઓના હાથ પાછળ સ્ટેમ્પ લગાવાશે. લોકલ ટ્રેનમાં ફેસ માસ્ક વગર ફેસ માસ્ક વગર યાત્રા કરનાર પર નજર રાખવા માટે 300 માર્શલની નિમણૂક કરાશે.
  • મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમણે પોતે આ માહિતી આપી છે.
  • દેશમાં વેક્સિન હાંસિલ કરનારનો આંકડો આજે 1 કરોડને પાર થઈ ગયો છે. અત્યારસુધીમાં 98 લાખથી વધુ હેલ્થકેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે. આટલા લોકો સુધી વેક્સિન પહોંચાડવામાં 34 દિવસ લાગશે. અત્યારસુધીમાં 62 લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ અને 31 લાખથી વધુ ફ્રન્ટલાઈનવર્કર્સનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. 4.64 લાખ હેલ્થકેરવર્કર્સ એવા પણ છે જેમને વેક્સિનનો બીજો ડોઝ પણ લગાવાઈ ચૂક્યો છે.

6 રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર

રાજ્યમાં શુક્રવારે 6,112 લોકો કોરોના સંક્રમિત થયા. 2,159 દર્દી સાજા થયા અને 44 લોકોના મોત થયા. અત્યાર સુધી 20 લાખ 87 હજાર 632 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 19 લાખ 89 હજાર 963 લોકો સાજા થઈ ચૂક્યા છે. 51 હજાર 713એ આ મહામારીથી જીવ ગુમાવ્યો છે. 44 હજાર 765 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.

2. કેરળ
રાજ્યમાં શુક્રવારે 4,505 નવા સંક્રમિતો નોંધાયા. 4,854 દર્દી સાજા થયા અને 15 સંક્રમિતોના મોત થયા. અહીંયા અત્યાર સુધી 10 લાખ 25 હજાર 938 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 9 લાખ 61 હજાર 789 દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 4,062 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 59,817 લોકોની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ
અહીંયા શુક્રવારે 297 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. 250 દર્દી સાજા થયા અને બેના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 58 હજાર 871 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 2 લાખ 53 હજાર 70 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,846 દર્દીઓના મોત થયા છે. 1,954 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીં શુક્રવારે 266 લોકો કોરોના સંક્રમિત થયા છે. 277 લોકો સાજા થયા અને એકનું મોત થયું. અત્યાર સુધી 2 લાખ 66 હજાર 563 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 2 લાખ 60 હજાર 475 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4404 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 1,648 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
રાજ્યમાં શુક્રવારે 93 લોકો કોરોના સંક્રમિત થયા છે. 98 લોકો સાજા થયા અને એકનું મોત થયું છે. અત્યાર સુધી 3 લાખ 19 હજાર 363 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 3 લાખ 15 હજાર 310 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,784 દર્દીઓના મોત થયા છે. 1,269 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
અહીં શુક્રવારે 158 નવા દર્દી નોંધાયા અને 157 સાજા થયા. એકનું મોત પણ થયું. અહીંયા અત્યાર સુધી 6 લાખ 37 હજાર 603 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 6 લાખ 25 હજાર 653 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 897 દર્દીઓના મોત થયા છે. 1053ની સારવાર ચાલી રહી છે.