• Home
  • National
  • CoronaVirus In India Live News And Updates Of 1sth Julay

કોરોના ઈન્ડિયા LIVE / દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

CoronaVirus In India Live News And Updates Of 1sth Julay
CoronaVirus In India Live News And Updates Of 1sth Julay
આ ફોટો કોલકાતાનો છે. રાજ્ય સરકારે અહીંયા ટેસ્ટીંગ વધારી દીધું છે. લોકોના ઘરે જઈને સેમ્પલ લેવાઈ રહ્યા છે. પશ્વિમ બંગાળમાં દરરોજ 9 હજારથી વધુ ટેસ્ટ કરાઈ રહ્યા છે.
મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન લાલબાગ ચા રાજાના દર્શન માટે ભીડ હોય છે. આ ગણેશ મંડળ છેલ્લા 86 વર્ષથી ગણેશની પ્રતિમાનું સ્પાથન કરતા આવે થે. પરંતુ આ વખતે કોરોનાના કારમે ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરવામાં આવ( ફાઈલ તસવીર)
મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન લાલબાગ ચા રાજાના દર્શન માટે ભીડ હોય છે. આ ગણેશ મંડળ છેલ્લા 86 વર્ષથી ગણેશની પ્રતિમાનું સ્પાથન કરતા આવે થે. પરંતુ આ વખતે કોરોનાના કારમે ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરવામાં આવ( ફાઈલ તસવીર)
આ તસવીર પૂર્વ દિલ્હીના ગીતા કોલોનીના શેરીના ક્લીનીકની છે. અહીંયા મંગળવારે સેરોલોજિકલ સર્વે હેઠળ લોકો પાસેથી સેમ્પલ લેવાઈ રહ્યા છે
આ તસવીર પૂર્વ દિલ્હીના ગીતા કોલોનીના શેરીના ક્લીનીકની છે. અહીંયા મંગળવારે સેરોલોજિકલ સર્વે હેઠળ લોકો પાસેથી સેમ્પલ લેવાઈ રહ્યા છે
X
CoronaVirus In India Live News And Updates Of 1sth Julay
CoronaVirus In India Live News And Updates Of 1sth Julay
મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન લાલબાગ ચા રાજાના દર્શન માટે ભીડ હોય છે. આ ગણેશ મંડળ છેલ્લા 86 વર્ષથી ગણેશની પ્રતિમાનું સ્પાથન કરતા આવે થે. પરંતુ આ વખતે કોરોનાના કારમે ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરવામાં આવ( ફાઈલ તસવીર)મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન લાલબાગ ચા રાજાના દર્શન માટે ભીડ હોય છે. આ ગણેશ મંડળ છેલ્લા 86 વર્ષથી ગણેશની પ્રતિમાનું સ્પાથન કરતા આવે થે. પરંતુ આ વખતે કોરોનાના કારમે ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરવામાં આવ( ફાઈલ તસવીર)
આ તસવીર પૂર્વ દિલ્હીના ગીતા કોલોનીના શેરીના ક્લીનીકની છે. અહીંયા મંગળવારે સેરોલોજિકલ સર્વે હેઠળ લોકો પાસેથી સેમ્પલ લેવાઈ રહ્યા છેઆ તસવીર પૂર્વ દિલ્હીના ગીતા કોલોનીના શેરીના ક્લીનીકની છે. અહીંયા મંગળવારે સેરોલોજિકલ સર્વે હેઠળ લોકો પાસેથી સેમ્પલ લેવાઈ રહ્યા છે

  • દેશમાં કોરોનાથી અત્યાર સુધી 17 હજાર 410 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7855 લોકોના મોત
  • તમિલનાડુમાં સતત બીજા દિવસે 3900થી વધુ સંક્રમિત મળ્યા, અત્યાર સુધી 1201 મોત થયા

દિવ્ય ભાસ્કર

Jul 02, 2020, 12:43 AM IST

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 ને પાર થઈ ગઈ છે. સંક્રમણથી જીવ ગુમાવનાર દર્દીની સંખ્યા 17 હજાર 410 થઈ છે. સંક્રમણના કેસ 26 જૂનના રોજ 5 લાખને પાર થયા હતા, એટલે કે ફક્ત 5 દિવસમાં જ નવા એક લાખ કેસ આવ્યા છે.દેશમાં એક લાખ કેસ વધવાની આ સૌથી વધારે ઝડપ છે. આ આંકડા  covid19india.orgના જણાવ્યા પ્રમાણે  છે. મંગળવારે 18 હજાર 256 કેસ સામે આવ્યા હતા. સાથે જ 12 હજાર 565 લોકો સાજા થયા છે. આ દરમિયાન 506 લોકોના સંક્રમણથી મોત થયા છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી રહી છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં બેડની અછત નથી. અમારી પાસે 15 હજાર બેડ છે. તો આ તરફ મુંબઈમાં કોરોના સંક્રમણના કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ વખતે ઘણા ગણેશ મંડળે ગણેશ ઉત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. લાલબાગના રાજા ગણેશોત્સવ મંડળે નક્કી કર્યું છે કે આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. પંડાલમાં 11 દિવસ બ્લડ અને પ્લાઝ્મા ડોનેશન કેમ્પ લગાડવામાં આવશે. આ વર્ષે ગણેશ ઉત્સવ 22 ઓગસ્ટે શરૂ થશે

અપડેટ્સ 

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 18 હજાર 653 કેસ સામે આવ્યા હતા. સાથે જ 507 લોકોના મોત થયા હતા. ત્યારબાદ દેશમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 5 લાખ 85 હજાર 493 થઈ ગઈ છે. જેમાંથી 2 લાખ 20 હજાર 114 સક્રિય કેસ છે. સાથે 3 લાખ 47 હજાર 979 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 17 હજાર 400 લોકોના મોત થયા છે. 
  • ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચે બુધવારે જણાવ્યું કે, 30 જૂને દેશમાં 2 લાખ 17 હજાર 931 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી 88 લાખ 26 હજાર 585 સેમ્પલની તપાસ કરાઈ છે. 
  • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે,એક ભાજપ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ESI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાતે લગભગ 11.30 વાગ્યે આરોગ્ય સેતુ એપમાં ટેકનીકલ ખામી જોવા મળી હતી. એપ તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં હતી જેમાં કહ્યું હતું કે, ઘણા યુઝર્સને લોગઈનમાં મુશ્કેલી આવી રહી છે. જો કે, રાતે 12.10 વાગ્યે એપ ફરી ચાલુ થઈ હતી.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં મંગળવારે 223 પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 13,593 થઈ ગઈ છે. સૌથી વધારે મુરૈનામાં 59, ઈન્દોરમાં 45, ભોપાલમાં 25 સંક્રમિત મળી આવ્યા છે. 18 સંક્રમિતોના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં મંગળવારે 4,878 સંક્રમિત મળી આવ્યા હતા. અહીંયા અત્યાર સુધી 1 લાખ 74 હજાર 761 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. જેમાં 7,855 લોકોના મોત થયા છે. મંગળવારે સૌથી વધુ થાણેમાં 1,628 અને પૂણેમાં 1,024 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.મુંબઈમાં 893 સંક્રમિત વધ્યા છે

ઉત્તરપ્રદેશઃ અહીંયા મંગળવારે 664 નવા દર્દી સામે આવ્યા અને 25 લોકોના મોત થયા હતા. સૌથી વધુ 125 સંક્રમિત ગાઝિયાબાદથી મળ્યા હતા. ગૌતમબુદ્ધનગર(નોઈડામાં)96, લખનઉમાં 29 અને કાનપુરમાં 18 કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 23, 492 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં મંગળવારે 348 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 18,008 થઈ ગઈ છે. સૌથી વધુ 58 ભારતપુર અને 55 સંક્રમિત જોધપુરમાં મળ્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેના પ્રમાણે, શાળા અને કોલેજ 31 જૂલાઈ સુધી બંધ રહેશે. 

બિહારઃ રાજ્યમાં બુધવારે 88 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 10 હજાર 76 થઈ ગઈ છે. આરામાં એક ડીએસપી અને એક જવાન સહિત ત્રણ પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

રાજ્યમાં મંગળવારે 370 કેસ આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 9,988 થઈ ગઈ છે. એક દિવસમાં 5 લોકોના મોત પણ થયા છે. આ પહેલા સોમવારે સાંજે એક લગ્નમાં જોડાયેલા 108 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નમાં સામેલ 375 લોકોનું સેમ્પલ લેવાયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી