• Home
  • National
  • CoronaVirus In India Live News And updates Of 1st August

કોરોના ઈન્ડિયા LIVE / સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

CoronaVirus In India Live News And updates Of 1st August
તસવીર બેંગલુરુની છે. અહીં ગણેશ ચતુર્થીની તૈયારીઓ થઈ રહી છે. આ વખતે મૂર્તિકારે ડોક્ટરને ભગવાન ગણેશના રૂપમાં દર્શાવ્યા છે, જે કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા છે.
તસવીર બેંગલુરુની છે. અહીં ગણેશ ચતુર્થીની તૈયારીઓ થઈ રહી છે. આ વખતે મૂર્તિકારે ડોક્ટરને ભગવાન ગણેશના રૂપમાં દર્શાવ્યા છે, જે કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા છે.
આ તસવીર દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલની છે. અહીંયા શુક્રવારે એક હજાર સેમ્પલ લેવાયા હતા.
X
CoronaVirus In India Live News And updates Of 1st August
તસવીર બેંગલુરુની છે. અહીં ગણેશ ચતુર્થીની તૈયારીઓ થઈ રહી છે. આ વખતે મૂર્તિકારે ડોક્ટરને ભગવાન ગણેશના રૂપમાં દર્શાવ્યા છે, જે કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા છે.તસવીર બેંગલુરુની છે. અહીં ગણેશ ચતુર્થીની તૈયારીઓ થઈ રહી છે. આ વખતે મૂર્તિકારે ડોક્ટરને ભગવાન ગણેશના રૂપમાં દર્શાવ્યા છે, જે કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા છે.

  • દેશમાં શુક્રવારે 764 લોકોના કોરોનાથી મોત થયા હતા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:50 AM IST

નવી દિલ્હી. દેશમાં કોરોનાના 17 લાખ 51 હજાર 794 કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશમાં સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે દર્દી વધ્યા છે. દેશમાં સંક્રમણથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે. સંક્રમણથી મોતના દરમાં 1.2%નો ઘટાડો થયો છે.છેલ્લા 24 કલાકમાં 51 હજાર 181 લોકોને સારું થયું છે. દુખની વાત એ છે કે 37 હજાર 403 દર્દીના કોરોનાને લીધે મૃત્યુ થયુ છે. શનિવારે 852 દર્દીના મોત થયા હતા.આ તરફ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, કોરોના વાઈરસ પર કાબૂ મેળવવા માટે દિલ્હી મોડલ અપનાવવું જોઈએ. તેમણે કહ્યું કે, હું તેલંગાણા સરકારને તપાસ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવા અને સારવાર કરવા પર ફોકસ કરવાની માટે કહી રહ્યો છું. તેલંગાણામાં તપાસની સંખ્યા વધારવાની જરૂર છે. જેટલી વધુ તપાસ કરાશે એટલી ઝડપથી આ બિમારી પર કાબૂ મેળવી શકાશે. તમે જાણો છો દિલ્હીમાં સાજા થવાની ટકાવારી 84% છે. ત્યાં કોરોના માટે સારી કામગીરી થઈ છે.

શુક્રવારે દેશમાં સૌથી વધુ 10 હજાર 376 કેસ આ રાજ્યમાં આવ્યા હતા. ત્યારપછી મહારાષ્ટ્રમાં 10 હજાર 320 દર્દી સામે આવ્યા હતા. આ સાથે આંધ્રપ્રદેશ દેશનું ત્રીજું સૌથી વધુ સંક્રમિત રાજ્ય બની ગયું છે. આ પહેલા દિલ્હી ત્રીજા નંબરે હતું. અહીંયા 1 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 30 હજારથી વધુ દર્દી વધ્યા હતા.
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો શનિવારે સવારે 16 લાખ 97 હજાર 54 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 57 હજાર 486 દર્દી વધ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે.આ પહેલા ગુરુવારે સૌથી વધુ 54 હજાર 750 દર્દી મળ્યા હતા. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા છે. જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 57 હજાર 117 દર્દી વધ્યા છે.સાથે જ 764 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 16 લાખ 95 હજાર થઈ ગઈ છે. જેમાંથી 5 લાખ 65 હજાર 103 એક્ટિવ કેસ છે. સાથે જ 10 લાખ 94 હજાર 374 લોકો સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં 36 હજાર 511 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 31 જુલાઈ સુધી દેશમાં 1 કરોડ 93 લાખ 58 હજાર 695 કોરોના ટેસ્ટ કરાયા છે. સાથે જ શુક્રવારે સૌથી વધુ 5 લાખ 25 હજાર 689 સેમ્પલની તપાસ કરાઈ છે.

દિલ્હીમાં આજે ફરીથી સીરો સર્વે શરૂ થશે
દિલ્હીમાં સીરો-સર્વેનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ સર્વે 1 થી 5 ઓગસ્ટ વચ્ચે ચાલશે. આ દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હી સહિત ચાર જિલ્લામાં 15 હજાર સેમપ્લ લેવાશે. રાજ્ય સરકારે આ પહેલા સીરો સર્વે 27 જૂનથી 10 જુલાઈ સુધી કર્યો હતો. આ દરમિયાન 20 હજાર સેમ્પલ લેવાયા હતા.
સીરો સર્વે હેઠળ ખબર પડી શકે છે કે કેટલા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ રહ્યા છે. તેની ટકાવારી શું છે? કહેવાનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિને કોરોના થાય છે. તેના અંદર કોઈ લક્ષણ જોવા મળતા નથી, તો આવા વ્યક્તિના શરીરમાં 5-7 દિવસની અંદર જાતે જ એન્ટીબોડી બનવાના શરૂ થઈ જાય છે, જે વાઈરસને શરીરમાં રહેવા દેતા નથી. જેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યના કોઈ પણ જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય હવે કલેક્ટર નહીં કરી શકે. તેમણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરાયા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે હવે કોઈ પણ જિલ્લામાં નવું લોકડાઉન લાગુ નહીં કરાય. જે જિલ્લામાં પહેલાથી લોકડાઉન છે અથવા રવિવારનું લોકડાઉન છે.તે લાગુ રહેશે.

ભોપાલમાં શનિવારે મેડિકલ સ્ટોર બંધ રહેશે. માત્ર હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં આવેલી દવાની દુકાનો ખુલશે. આ સાથે જ રાજ્યમાં 1 થી 14 ઓગસ્ટ સુધી કિલ કોરોના અભિયાન પાર્ટ-2 શરૂ કરાશે. જેના માટે ‘સંકલ્પની ચેઈન જોડો, કોરોનાની ચેઈન તોડો’નારો આપવામાં આવ્યો છે.
રાજસ્થાનઃ રાજ્યમાં સતત 7માં દિવસે એક હજારથી વધુ નવા દર્દી સામે આવ્યા છે. શુક્રવારે 1147 કોરોના દર્દી મળ્યા. જયપુર અને બીકાનેરમાં 4-4, અજમેરમાં 3 અને બાડમેર-નાગૌરમાં એક-એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. અલવરમાં કલેક્ટર કચેરીમાં કોરોના કંટ્રોલ રૂમમાં જ ચાર કર્મચારી પોઝિટિવ મળી આવ્યા છે. રાજગઢમાં CJM કોર્ટના 8 કર્મી રોગી મળ્યા હતા. સ્થાનિક તંત્રનો દાવો છે કે અલવરમાં 185 નવા દર્દી મળ્યા, જ્યારે રાજ્ય સ્તરની યાદીમાં 90 જ છે.

મહારાષ્ટ્રઃ શુક્રવારે રાજ્યમાં 10,320 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ સંક્રમણના કારણે 265 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 4,22,118 થઈ ગયા છે. જેમાંથી 5,56,158 દર્દી સાજા થઈને ડિસચાર્જ થઈ ચુક્યા છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 14,994 લોકોના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં શુક્રવારે રેકોર્ડ 2986 દર્દી મળ્યા છે. આનાથી સંક્રમિતોનો આંકડો 50 હજાર પાર થઈ ગયો છે. આ તરફ રાજ્યમાં કોરોના સંક્રમણની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. જે 9.3% થઈ ગયો છે, જે રાષ્ટ્રીય સંક્રમણની ટકાવારી 8.70%થી વધુ છે. રાજ્યમાં અત્યાર સુધી 5 લાખ 48 હજાર 172 સેમ્પલની તપાસ થઈ ચુકી છે.

જુલાઈની વાત કરવામાં આવે તો આ મહિને 3 લાખ 27 હજાર 282 સેમ્પલની તપાસ થઈ છે અને 40,999 કેસ સામે આવ્યા છે. એટલે કે દરરોજ 8 સેમ્પલમાંથી એક સંક્રમિત મળી રહ્યું છે. સારી વાત તો એ છે કે એક સપ્તાહ પહેલા રાજ્યમાં જ્યાં રોજ 10 હજાર સેમ્પલની તપાસ થઈ રહી હતી, તે હવે વધીને 22 હજારે પહોંચી ગઈ છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં અત્યાર સુધી 23 લાખ 25 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી 40 હજાર 823 વિસ્તારમાં 1 કરોડ 47 લાખ 08 હજાર 791 ઘરોનો સર્વે કરાયો છે. જેમાં 7 કરોડ 44 લાખ 89 હજાર 777 લોકો રહે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી