તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:ભારતમાં 13 દિવસ પછી મૃત્યુ ફરી 600ને પાર, કોરોના કેસની સંખ્યા આજે 90 લાખને પાર થશે, રાજસ્થાનમાં સૌથી વધુ 2549 દર્દી મળ્યાં

નવી દિલ્હી6 દિવસ પહેલા

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 89,91,765 થઈ ચૂકી છે. શુક્રવારે આ આંકડો 90 લાખને વટાવી જશે. છેલ્લા 24 કલાકમાં 611 લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. 13 દિવસ પછી એવું થયું છે જ્યારે મૃત્યુનો આંકડો 600ને પાર ગયો છે. અગાઉ 6 નવેમ્બરે 670 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન દિલ્હી અને કેરળની સાથે જ રાજસ્થાને ચિંતા વધારી દીધી છે. ત્યાં ગુરુવારે 2549 દર્દી મળ્યાં જે કોઈપણ એક દિવસમાં સૌથી વધુ છે.

હર્ષવર્ધને કહ્યું - જુલાઈ સુધીમાં રસીના 50 કરોડ ડોઝ ખરીદાશે
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે અમે વેક્સિન કંપનીઓ સાથે 40થી 50 કરોડ ડોઝ ખરીદવા અંગે ચર્ચા કરી રહ્યાં છીએ. આ ડોઝ ખરીદવા અંગે વાત કરી રહ્યાં છીએ. આ ડોઝ અમે આગામી વર્ષે જુલાઈ સુધી પ્રાપ્ત કરવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. કેન્દ્રીય રસાયણ અને ખાતરમંત્રી સદાનંદ ગૌડાને કોરોના થયો છે. તેમણે ખુદને આઈસોલેટ કરી લીધા છે. પૂર્વ સંરક્ષણમંત્રી એ.કે. એન્ટોની અને તેમના પત્નીને પણ કોરોના થયો છે.

દિલ્હીમાં ICU બેડની સંખ્યા વધારવામાં આવી
કેજરીવાલ સરકારે ગુરૂવારે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે. આ નિર્ણય કોરોનાને સામાન્ય બેડ અને ICU બેડ વધારવાને લઈને છે. ગત સપ્તાહે કોર્ટની મંજૂરી પછી લગભગ 30-32 પ્રાઈવેટ હોસ્પિટલમાં 80 ટકા ICU બેડ કોરોના માટે રિઝર્વ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "હવે આ આદેશ આજથી દિલ્હીની તમામ ખાનગી હોસ્પિટલમાં લાગુ કરવામાં આવી રહ્યાં છે. આ આદેશ મુજબ આ હોસ્પિટલના 80 ICU બેડ કોરોનાના દર્દીઓ માટે અનાત રાખવામાં આવ્યા છે. જેનાથી દિલ્હીને 300થી 400 વધારાના ICU બેડ ઉપલબ્ધ થશે."
આ ઉપરાંત જે સાધારણ બેડ છે તે અત્યાર સુધી પ્રાઈવેટ હોસ્પિટલમાં 50 ટકા સુધી કોરોના દર્દીઓમાં રિઝર્વ છે. જેને હવે વધારીને 60 ટકા કરવામાં આવ્યા છે. આ રીતે જ જે ગંભીર ઓપરેશન નથી, તેને હાલ ન કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હી સરકારે હોસ્પિટલમાં 663 નવા ICU બેડની વ્યવસ્થા કરી છે. કેન્દ્ર સરકારે 750 ICU બેડ બનાવવાનું આશ્વાસન આપ્યું છે. ત્યારે દિલ્હીમાં નવા 1,414 ICU બેડ ઉપલબ્ધ થઈ જશે.

દિલ્હીમાં કુલ સંક્રમિતોનો આંકડો પાંચ લાખને પાર થઈ ગયો છે. કેજરીવાલ સરકારે ડોક્ટર્સ અને સ્ટાફની અછતને દૂર કરવા માટે કોવિડ-19 હોસ્પિટલ્સમાં MBBS 4th અને 5th વર્ષના વિદ્યાર્થી, ઈન્ટર્ન અને બીડીએસ ડોક્ટર્સની ડ્યૂટી લગાડવા માટેની મંજૂરી આપી દીધી છે. તેમને આઠ કલાકની શિફ્ટમાં દરોજ 1000 રૂપિયા અને 12 કલાકની શિફ્ટમાં 2000 રૂપિયા આપવામાં આવશે.

છેલ્લા 24 કલાકમાં 45 હજાર 369 કેસ નોંધાયા, 48 હજાર 675 દર્દી સાજા થઈ ગયા અને 586 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 89.58 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. 83.81 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે અને 1.31 લાખ સંક્રમિતોના મોત થઈ ચુક્યા છે. આ તમામ આંકડા covid19india.org માંથી લેવામાં આવ્યા છે.

એક્ટિવ કેસના મામલામાં ભારત 6 નંબર પર ભારત હવે દુનિયાનો છઠ્ઠો દેશ છે, જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.એક્ટિવ કેસ, એટલે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે છેલ્લા ચાર દિવસમાં ભારત આ કેસમાં ચોથાથી છઠ્ઠા નંબરે આવી ગયું છે. બેલ્જિયમ અને રશિયામાં હવે ભારત કરતા વધુ દર્દી છે. દેશમાં છેલ્લા બે મહિનામાં 5.70 લાખથી વધુ એક્ટિવ કેસ ઘટ્યાં છે. 17 સપ્ટેમ્બરે 10.17 એક્ટિવ દર્દી હતા, જે 17 નવેમ્બરે 4.47 લાખ થઈ ગયા છે.

દેશએક્ટિવ કેસ
અમેરિકા43.54 લાખ
ફ્રાન્સ18.47લાખ
ઈટલી7.33 લાખ
બેલ્જિયમ4.92 લાખ
રશિયા4.56 લાખ
ભારત4.47 લાખ

કોરોના અપડેટ્સ

  • હરિયાણાના રોહતક PGIના વાઈસ ચાન્સલરે જણાવ્યું કે, ભારતીય કોરોના વેક્સિન કોવેક્સિનનો ત્રીજો તબક્કાની ટ્રાયલ 20 નવેમ્બરથી શરૂ થઈ જશે. જેના માટે અત્યાર સુધી 200 વોલેન્ટિયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
  • ચંદીગઢ પ્રશાસને સ્થાનિક લોકોને નોટિસ ફટકારી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે દિલ્હી-NCR જેવા વધુ જોખમી સ્થળો પર જવાથી બચે. અને જાય તો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.
  • ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં હાયર એજ્યુકેશનલ ઈન્ટીટ્યૂટ 23 નવેમબરથી ખોલવાનો નિર્ણય કર્યો છે. આદેશ પણ જાહેર કરી દેવાયો છે.
  • રાજસ્થાનના મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે તે પ્રાઈવેટ હોસ્પિટલ પર નજર રાખે. ધ્યાન રાખે કે કોવિડ-19ના દર્દીઓ પાસેથી નક્કી કરાયેલી ફી કરતા વધુ ન લેવામાં આવે.

UP, બિહાર અને તમિલનાડુમાં સૌથી વધુ ટેસ્ટ

  • યુપી(1.7 કરોડ), બિહાર(1.3 કરોડ), તમિલનાડુ(1.1 કરોડ)માં સૌથી વધુ ટેસ્ટ, એટલા માટે ત્રણેયમાં સંક્રમણની ટકાવારી 1.5ટકાથી ઓછી છે.
  • વસ્તી પ્રમાણે દિલ્હી 28 ટકા, આંધ્ર 18 ટકા, કેરળ 16 ટકા, બિહાર 11 ટકા અને યુપીમાં 10 ટકા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.
  • દેશમાં સૌથી વધુ સંક્રમણની ટકાવારી વાળા 10 જિલ્લામાં ચાર હિમાચલ પ્રદેશના છે.
  • દેશમાં સૌથી વધુ મોતની ટકાવારી વાળા 10 જિલ્લામાં સાત માત્ર પંજાબના છે.

પાંચ રાજ્યોની સ્થિતિ 1. દિલ્હી દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો બુધવારે પાંચ લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 5 લાખ 3 હજાર 84 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. છેલ્લા 24 કલાકની અંદર 7486 લોકો સંક્રમિત થયા છે. 6901 લોકો સાજા થયા અને 131 દર્દીઓના મોત થયા છે.

2. મધ્યપ્રદેશ બુધવારે અહીંયા 1209 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો હતો, 918 લોકો સાજા થયા અને 13 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 1 લાખ 86 હજાર 655 લોકો સંક્રમિત થયા છે. જેમાં 9338 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 74 હજાર 2020 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3115 થઈ ગઈ છે.

3. રાજસ્થાન બુધવારે અહીંયા 2178 લોકો સંક્રમિત થયા હતા, 1721 દર્દી સાજા થયા અને 12 લોકોના મોત થયા. અહીંયા અત્યાર સુધી 2 લાખ 32 હજાર 358 કેસ નોંધાયા છે. જેમાંથી 2 લાખ 10 હજાર 779 લોકો સાજા થઈ ચુક્યા છે અને 2101 લોકોના મોત થયા છે. અહીંયા 19 હજાર 478 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. મહારાષ્ટ્ર બુધવારે અહીંયા 5011 સંક્રમિત નોંધાયા.6608 દર્દી સાજા થયા અને 100 લોકોના મોત થયા. અત્યાર સુધી 17 લાખ 57 હજાર 520 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 16 લાખ 30 હજાર 111 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 46 હજાર 202 દર્દીઓના મોત થયા છે. હાલ 80 હજાર 221 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ઉત્તરપ્રદેશ રાજ્યમાં બુધવારે 2346 નવા દર્દી નોંધાયા, 2529 સાજા થયા અને 29 લોકોના મોત થયા. અત્યાર સુધી 5 લાખ 16 હજાર 616 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો