કોરોના દેશમાં:સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું- દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચ્યો; દેશમાં અત્યાર સુધી 74.94 લાખ કેસ

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ફોટો CWG કોવિડ-19 કેર સેન્ટરનો છે - Divya Bhaskar
આ ફોટો CWG કોવિડ-19 કેર સેન્ટરનો છે
  • આજે 75 લાખને પાર થશે કેસ, આશરે 66 લાખ દર્દી સાજા થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા પર "સન્ડે સંવાદ" કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં એક પ્રશ્નના જવાબમાં તેમણે એ બાબત સ્વીકારી હતી કે દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ગયો છે. ડો.હર્ષવર્ધને કહ્યું કે કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લા સુધી તે મર્યાદિત છે. તેમા પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

મમતા બેનર્જીએ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કહી હતી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગયા સપ્તાહે દુર્ગા પૂજા સમયે લોકોને સાવધાની રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું કે હું સૌને તહેવારો નિમિતે સંક્રમણથી બચવા માટે જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવા આગ્રહ કરું છું. રાજ્યમાં વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેટલાક કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.આ નિવેદનને ટાંકી એક વ્યક્તિએ ડો.હર્ષવર્ધનને કમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે પ્રશ્ન કર્યો હતો.

કોરોનાના દર્દીનો આંકડો 74.94 લાખ થયો
દેશમાં કોરોના દર્દીનો આંકડો 74 લાખ 94 હજાર 746 થયો છે. રાહતની વાત એ છે કે તેમા 65 લાખ 94 હજાર 399 લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી 1 લાખ 14 હજાર 87 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 7 લાખ 85 હજાર 71 દર્દીની સારવાર ચાલી રહી છે.

નીતિ પંચના સભ્ય વીકે પોલે કહ્યું કે, છેલ્લા ત્રણ સપ્તાહમાં દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસ અને મહામારીથી થતા મોતમા ઘટાડો નોંધાયો છે, પણ ઠંડીમાં કોરોનાની બીજી લહેર આવવાની પણ સંભાવનાઓ છે. પોલ દેશમાં મહામારી સામે પહોંચી વળવા માટે બનાવવામાં આવેલી કમિટિના ચીફ છે.

રાજસ્થાન, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં કેસ વધી રહ્યા છે
પોલે કહ્યું કે, મોટાભાગના રાજ્યોમાં મહામારી સ્થિર થઈ છે, પણ પાંચ રાજ્યો(રાજસ્થાન, છત્તીસગઢ,કેરળ, કર્ણાટક અને પશ્વિમ બંગાળ)અને તેની સાથે જ 3-4 કેન્દ્રશાશત પ્રદેશમાં પણ હાલ કેસ વધી રહ્યાં છે.પોલે એવું પણ કહ્યું કે, ભારત હાલ પણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઘણી સારી સ્થિતિમાં છે, પણ દેશને હજુ ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે, કારણ કે 90% લોકો હાલ પણ કોરોના વાઈરસના સંક્રમણ માટે સંવેદનશીલ છે.

લગભગ 66 લાખ દર્દી સાજા થયા
દેશમાં કોરોના વાઈરસના દર્દીઓનો આંકડો 74.92 લાખ થઈ ગયો છે. આજે તે 75 લાખને પાર થઈ જશે. અત્યાર સુધી 65.94 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 1.14 લાખ લોકોના મોત થયા છે. શનિવારે 1031 સંક્રમિતોના મોત થયા છે. 2 ઓક્ટોબર પછી પહેલી વખત એક દિવસમાં મોતનો આંકડો 1000ને પાર થઈ ગયો છે.

જો કે, રાહતની વાત એ છે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા આઠ લાખને નીચે આવીને 7.83 લાખ પર પહોંચી ગઈ છે. જે ગત મહિનાની 16 સપ્ટેમ્બરે 10.17 લાખની પીક પર પહોંચી હતી.શનિવારે 61 હજાર 893 કેસ નોંધાયા હતા, 72 હજાર 583 દર્દી સાજા થઈ ગયા છે.

આખી દુનિયા સુધી વેક્સિન પહોંચાડવાના પ્રયાસ કરવા પડશેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના વાઈરસની સ્થિતિ અને વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનની તૈયારીઓ અંગે પણ સમીક્ષા બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, હાલ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂટાન, માલદીવ, મોરિશસ, નેપાળ અને શ્રીલંકા જેવા દેશો સાથે વેક્સિનના ટ્રાયલ માટે સમજૂતી થઈ છે. પરંતુ આપણે માત્ર આટલે સુધી સીમિત ન રહેવું જોઈએ. દરેકે મળીને એવો પ્રયાસ કરવો પડશે કે વેક્સિન આવવાથી આખી દુનિયાને તેનો ફાયદો મળી શકે.

કોરોના અપડેટ્સ

  • મહારાષ્ટ્ર સરકારે દશેરાથી જીમ અને ફિટનેસ સેન્ટર ખોલવાની મંજૂરી આપી દીધી છે. માર્ચથી જ કોરોના સંકટને ધ્યાનમાં રાખતા તેને બંધ કરવામાં આવ્યા હતા.
  • જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા માટે 238 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આનાથી રાજ્યની હોસ્પિટલમાં ઓક્સિજનની સપ્લાઈ કરવામાં આવશે.
  • ભારતમાં રશિયન વેક્સિન સ્પુતનિક વીના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનીકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. 16 સપ્ટેમ્બરે રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને ડો. રેડ્ડી વચ્ચે ભારતમાં સ્પુતનિક વીના ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યુશન અંગે સહમતિ બની હતી.
  • મિઝોરમમાં શનિવારે સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે પહેલાથી બિમાર 4 દર્દી સાજા થયા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.મધ્યપ્રદેશ

રાજ્યમાં શનિવારે 1222 નવા દર્દી નોંધાયા, 1434 લોકો સાજા થયા અને 18 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 59 હજાર 158 લોકો સંક્રમિત થયા હતા. જેમાં 13 હજાર 698 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 1 લાખ 42 હજાર 707 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી મૃતકોનો આંકડો 2753 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 26.5 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે

2 રાજસ્થાન
શનિવારે રાજ્યમાં 1992 નવા દર્દી નોંધાયા, 2106 લોકો સાજા થયા અને 12 સંક્રમિતોના સારવાર દરમિયાન મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 71 હજાર 281 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 21 હજાર 255 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 48 હજાર 291 લોકો સાજા થયા છે. કોરોનાના કારણે 1735 લોકોના મોત થયા છે.

3. બિહાર
રાજ્યમાં સંક્રમણના સંકજામાં આવીને જીવ ગુમાવનારનો આંકડો 1 હજારની આસપાસ પહોંચી ગયો છે. અત્યાર સુધી 990 લોકોના મોત થયા છે. જેમાં 9 સંક્રમિતોએ છેલ્લા 24 કલાકની અંદર દમ તોડ્યો છે. શનિવારે 1173 નવા દર્દી નોંધાયા, 1259 લોકો રિકવર થયા. અત્યાર સુધી 2 લાખ 3 હજાર 60 લોકો સંક્રમિત નોંધાયા છે. જેમાં 10 હજાર 554 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 91 હજાર 515 લોકો સાજા થઈ ચુક્યા છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં શનિવારે 79.4 હજાર લોકોની તપાસ થઈ છે. જેમાં 10 હજાર 259 લોકો સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 14 હજાર 238 લોકો રિકવર થયા અને 250 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 15 લાખ 86 હજાર 321 લોકો પોઝિટીવ થયા છે. જેમાં 1 લાખ 85 હજાર 486 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 13 લાખ 58 હજાર 606 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 41 હજાર 752 દર્દીઓના મોત થયા છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યામાં શનિવારે 2775 નવા દર્દી નોંધાયા, 3528 લોકો રિકવર થયા અને 40 સંક્રમિતોના મોત થયા છે. અત્યાર સુધી 4 લાખ 52 હજાર 660 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેમાંથી 34 હજાર 420 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 11 હજાર 611 લોકો સાજા થઈ ચુક્યા છે. કોરોનાના કારણે અત્યાર સુધી 6629 દર્દીઓના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...