તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દેશમાં કોરોના:સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- ફેસ્ટિવ સીઝન અને ઠંડીમાં સંક્રમણનો વધવાનો ખતરો, આગામી અઢી મહિના સૌથી વધુ કઠિન; દર્દીનો આંકડો 74 લાખને પાર

નવી દિલ્હી10 દિવસ પહેલા
ફોટો દિલ્હીના જંતર-મંતરનો છે. અહીં શુક્રવારે હિંદુ રાવ હોસ્પિટલ અને કસ્તૂરબા હોસ્પિટલના ડોકટર્સે છેલ્લાં કેટલાંક મહિનાથી સેલેરી ન મળતા સરકાર વિરૂદ્ધ કેન્ડલ પ્રગટાવીને વિરોધ દાખવ્યો હતો
 • દેશમાં અત્યાર સુધીમાં 65 લાખથી વધુ લોકો સ્વસ્થય થયા છે, 7.94 લાખ દર્દીઓનો ચાલી રહી છે સારવાર
 • સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 1.13 લાખ દર્દીઓના મોત નિપજ્યા છે, કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ પણ પોઝિટિવ

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા શુક્રવારે 74 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 74 લાખ 30 હજાર 635 લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત એ છે કે તેમાંથી 65 લાખ 21 હજાર 634 લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 1 લાખ 13 હજાર 32 દર્દીઓના મોત નિપજ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- ફેસ્ટિવ સીઝન અને ઠંડીમાં સંક્રમણ વધવાનો ખતરો વધુ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને શુક્રવારે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સીએસઆઇઆરના વૈજ્ઞાનિકોની સાથે બેઠક કરી. તેઓએ જણાવ્યું કે દેશમાં હાલ ત્રણ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી એક ફેઝ-3 ટ્રાયલની પ્રોસેસમાં છે, જ્યારે અન્ય બે ફેઝ-2માં છે. તેઓએ કહ્યું, "આવનારા અઢી મહિના દેશ માટે ઘણાં જ મુશ્કેલભર્યા છે. ફેસ્ટિવ સીઝન અને ઠંડીમાં સંક્રમણ વધવાનો ખતરો વધી ગયો છે. એવામાં આપણે બધાંએ પ્રયાસ કરીને લોકોને જાગરૂત કરવા પડશે."

દર્દીઓની સંખ્યાં છેલ્લાં 15 દિવસમાં 1.39 લાખથી વધુનો ઘટાડો સામે આવ્યો છે.

1 ઓક્ટોબરે 9.42 લાખ એક્ટિવ કેસ હતા જે હવે ઘીને 7.94 લાખ થઈ ગયા છે.દરરોજ લગભગ 8 હજાર કેસ ઘટી રહ્યાં છે. જો આ સ્પીડ રહી તો 31 ઓક્ટોબર સુધી દેશમાં 6.75 લાખ દર્દી જ રહેશે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

પીક આવ્યાંને 30 દિવસ થયા, ત્યારે 98 હજાર કેસ આવ્યા હતા, હવે આંકડો 60 હજાર થયો

દેશમાં કોરોનાની પકડ ઢીલી થતી જોવા મળી રહી છે. કેસ ઘટી રહ્યા છે અને વધુમાં વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં દરરોજ કેસમાં લગભગ 30%નો ઘટાડો થયો છે. 16 સપ્ટેમ્બરે નવા કેસની પીક આવી હતી. એ દિવસે 97 હજાર 860 કેસ નોંધાયા હતા. હવે આ આંકડો છેલ્લા પાંચ દિવસથી 70 હજારની નીચે રહ્યો છે. ગુરુવારે 60 હજાર 419 લોકો સંક્રમિત થયા હતા. 68 હજાર 202 લોકો રિકવર થયા અને 835 દર્દીનાં મોત થયાં છે.

સાંસ્કૃતિ મંત્રાલયે SOP જાહેર કરી
મિનિસ્ટ્રી ઓફ કલ્ચરે દેશભરમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) જાહેર કરી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં થાય. ઈવેન્ટ હોલમાં થઈ રહી હોય તો એમાં બેસવાની ક્ષમતાથી 50% લોકો જ સામેલ થઈ શકશે. 200 લોકોને સામેલ થવા માટે છૂટ આપવામાં આવશે.

ઈવેન્ટમાં આ નિયમોનું પણ પાલન કરવું પડશે

 • એકબીજા વચ્ચે છ ગજનું અંતર રાખવું પડશે.
 • એન્ટ્રીગેટ પર તાપમાન ચેક કરાશે, જેમાં સંક્રમણનાં લક્ષણ ન હોય તેવા લોકોને એન્ટ્રી મળશે.
 • સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ, હાઇ રિસ્કવાળા લોકોને એન્ટ્રી નહીં મળે.
 • દરેકે ફેસ માસ્ક ફરજિયાત પહેરવું પડશે
 • ઓર્ગેનાઈઝિંગ ટીમ, ક્રૂ-મેમ્બર્સ, આર્ટિસ્ટ તમામનો શોના સાત દિવસ પહેલાં કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત, નેગેટિવ રિપોર્ટ આવે તો જ મંજૂરી મળશે.
 • તમામ આર્ટિસ્ટે પ્રયાસ કરવો કે ઘરેથી જ પોશાક પહેરીને આવવું. જરૂર જણાય તો જ ગ્રીન રૂમનો ઉપયોગ કરવો.
 • ઈવેન્ટ પહેલાં સ્ટેજ અને આખા કેમ્પસને સેનિટાઈઝ કરવું પડશે.
 • ઈવેન્ટ દરમિયાન માત્ર પેક્ડ ફૂડ આપવાની મંજૂરી હશે.

કોરોનાં અપડેટ્સ

 • કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ કોરોના પોઝિટિવ થયા છે. તેઓએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. આઝાદે જણાવ્યું કે ડોકટર્સની સલાહ પર તેઓ હાલ હોમ આઈસોલેશનમાં છે.
 • મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે અનલોક 5.0 અંતર્ગત મહિલાઓને મોટી છૂટ આપી છે. હવે મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ પણ મુસાફરી કરી શકશે. લોકડાઉન પછી લગભગ એક મહિના પહેલાં જ લોકલ ટ્રેન શરૂ કરાઈ હતી. ત્યારે માત્ર જરૂર વસ્તુઓની સપ્લાઈ અને અનિવાર્ય સેવાઓમાં કાર્યરત કર્મચારીઓને જ ટ્રાવેલ કરવાની મંજૂરી હતી.
 • ઉદ્યોગ મંત્રાલયે આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ સેનિટાઈઝરના કંટેનર્સ અને ડિસપેન્સ પંપના એક્સપોર્ટની છૂટ આપી છે. કોરોનાના સંકટને જોતા પહેલાં આના પર રોક લગાડવામાં આવી હતી.
 • બોલીવુડ સિંગર કુમાર સાનુ કોરોના પોઝિટિવ થયા છે. તેમની પીઆર ટીમે તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ જાણકારી આપી છે.
 • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિહે રાજ્યની હોસ્પિટલમાં ફરીથી ઓપીડી સર્વિસ અને કેટલીક જરૂરી સર્જરીને શરૂ કરવાના આદેશ આપ્યા છે. પંજાબ સરકારે રાજ્યમાં 19 ઓક્ટોબરથી 9-12મી ક્લાસના સ્ટૂડન્ટ્સ માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. શિક્ષા મંત્રી વિજય ઈન્દર સિંગલાએ જણાવ્યું કે તેના માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે.
 • વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોને ટેસ્ટિંગ અને સીરો સર્વે વધારવાનું કહ્યું છે. તેઓએ ગુરૂવારે પીએમઓમાં બોલાવવામાં આવેલી મહત્વની બેઠકમાં આ વાત કરી હતી.પીએમએ વેક્સીન બનાવી રહેલી કંપનીઓને સરકાર તરફથી દરેક સંભવિત મદદ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. સાથે જ કહ્યું કે દરેક કિંમતે ટેસ્ટિંગની સુવિધાઓ તમામને મળી રહેવી જોઈએ.

પાંચ રાજ્યની સ્થિતિ
1. મધ્યપ્રદેશ
રાજ્યમાં ગુરુવારે 1308 નવા કેસ નોંધાયા અને 1559 લોકો રિકવર થયા. 24 દર્દીના સંક્રમણને લીધે મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 56 હજાર 584 લોકો સંક્રમિત થયા છે, જેમાં 14 હજાર 157 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 39 હજાર 717 લોકો સાજા થયા છે. 2710 લોકોનાં અત્યારસુધીમાં મોત થયાં છે.

2. રાજસ્થાન
ગુરુવારે રાજ્યમાં 2039 લોકો સંક્રમિત નોંધાયા છે. 2149 લોકો રિકવર થયા અને 14 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 67 હજાર 279 કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાં 21 હજાર 587 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 43 હજાર 984 લોકો સાજા થયા છે. 1708 લોકોના અત્યારસુધીમાં મોત થયાં છે.

3. બિહાર
રાજ્યમાં ગુરુવારે 1276 લોકો સંક્રમિત થયા છે. 804 લોકો રિકવર થયા અને 5 દર્દીનાં મોત થયાં છે. આ સાથે કોરોના દર્દીઓનો આંકડો વધીને 2 લાખને પાર થઈ ગયો છે. અત્યારસુધીમાં 2 લાખ 825 લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત તો એ છે કે આમાં 1 લાખ 88 હજાર 802 લોકો સાજા થયા છે. હાલ 11 હજાર 50 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં 972 દર્દીનાં મોત થયાં છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 10 હજાર 226 નવા દર્દી નોંધાયા, 13 હજાર 714 લોકો રિકવર થયા અને 337 દર્દીઓનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 15 લાખ 64 હજાર 615 લોકો સંક્રમિત થયા છે, જેમાં 1 લાખ 92 હજાર 459 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 13 લાખ 30 હજાર 483 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે 41 હજાર 196 લોકોનાં મોત થયાં છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 1.5 લાખ લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાં 2672 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારસુધીમાં 4 લાખ 47 હજાર 383 લોકો સંક્રમિત નોંધાયા છે, જેમાં 36 હજાર 295 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 4 હજાર 545 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે 6543 લોકોનાં મોત થયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો