કોરોના ઈન્ડિયા LIVE:88 હજાર 506 કેસ: મિઝોરમ બાદ પંજાબે પણ લોકડાઉન 31મે સુધી લંબાવ્યું, પરંતૂ કર્ફ્યૂ 18મેથી સમાપ્ત થઇ જશે

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CBSEની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓની તારીખોની જાહેરાત હવે 18મેના કરવામાં આવશે
  • CM યોગીએ પગપાળા અથવા ખાનગી વાહનોથી ઉત્તરપ્રદેશ આવી રહેલા લોકોના રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો
  • IANS જલાશ્વ માલદીવથી 588 ભારતીયોને લઇને કોચી જવા રવાના

દેશમાં કોરોના સંક્રમિતોની સંક્યા 88 હજાર 506 થઇ ગઇ છે. મહામારીના સંકટને ધ્યાનમાં રાખીને પંજાબે લોકડાઉન 31મે સુધી વધારી દીધું છે. આ પહેલા મિઝોરમે પણ આ જ નિર્ણય લીધો છે. શનિવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે પંજાબ સરકારે વડપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલયલને દેશવ્યાપી લોકડાઉનમાં અમૂક છૂટ આપીને 31 મે સુધી લાગૂ રાખવાનું સૂચન કર્યું છે. તેમણે જણાવ્યું કે પંજાબમાં લોકડાઉન 31મે સુધી વધારવામાં આવ્યું છે પરંતુ કર્ફ્યૂ 18મેથી ખતમ કરી દેવાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગૂ રહેશે. 

રેલવેએ શનિવારે જણાવ્યું કે 15મે રાત સુધી દેશભરમાં 1074 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી છે. તેમાં 14 લાખ લોકોને તેમના રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં પગપાળા અથવા ખાનગી વાહનોથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આવા લોકોને રાજ્યમાં પ્રવેશ આપવામાં નહીં આવે.  મહારાષ્ટ્રમાં ફરી સંક્રમિતોનો આંકડો 29,100એ પહોંચ્યો છે. સાથે જ તમિલનાડુ 10,108 સંક્રમિતો સાથે બીજા નંબરે પહોંચી ગયું છે. આ આંકડાઓ covid19india.org વેસાઈટ અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે.  અપડેટ્સ

  • બિહારના મુખ્યમંત્રીએ કહ્યું- પ્રવાસી પગપાળા ન આવે પોલીસ્ટેશન ફોન કરે, ગાડી મળશે
  • સરકારે કહ્યું -સંક્રમિતોનો રિકવરી રેટ 34.06%, ડબલિંગ રેટ વધીને 12.9 દિવસ થયો છે
  • કેન્દ્રએ કહ્યું કે, પ્રવાસી મજૂરો માટે ટ્રેન-બસની વ્યવસ્થા કરવી રાજ્યોની જવાબદારી છે
  • રાજસ્થાનના જયપુરમાં જિલ્લા જેલમાં 116 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
  • દેશમાં અત્યાર સુધી 20 લાખ 39 હજાર 952 કોરોના સેમ્પલની તપાસ કરાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રોજ 90 હજારથી વધારે ટેસ્ટ કરાઈ રહ્યા છે.
  • લોકડાઉનના કારણે ટાળવામાં આવેલી સીબીએસઈની 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ અંગેની જાહેરાત આજે સાંજે 5 કરાશે. બોર્ડ પહેલાથી જ જણાવી ચુક્યું છે કે માત્ર 29 વિષયની પરીક્ષા લેવામાં આવશે.
  • અમેરિકાના નેવાર્કથી 121 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિશેષ વિમાન શનિવારે સવારે હૈદરાબાદ પહોંચ્યું.
  • ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ ભારતીય નૌસેનાનું જહાજ INS જલાશ્વ માલદીવની રાજધાની માલેથી 588 ભારતીયોને લઈને રવાના થઈ ગયું છે. આ જહાજ રવિવારે કેરળના કોચ્ચિ પોર્ટ પર પહોંચશે.
  • લોકડાઉનમાં છૂટ છાટ બાદ હજારો મજૂર શહેરથી પગપાળા અથવા અન્ય સાધનો પર પોતોના ઘરે જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, હાલ પણ પ્રવાસી મજૂરો રસ્તા અને રેલવેના પાટા પર અને ટ્રકમાં જોવા મળી રહ્યા છે. જો કોઈ મજૂર રસ્તા પર જોવા મળે તો શેલ્ટર હોમમાં લઈ જાઓ અને તેમને જમવાનું અને પાણી આપો. મંત્રાલયે કહ્યું કે, એ મજૂરો માટે ટ્રેન અને બસની વ્યવસ્થા કરવી રાજ્ય સરકારની જવાબદારી છે, જે પોતાના ઘરે જવા માંગે છે.
  • મિઝોરમ સરકારે 31 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. જો કે, હાલ આખું મિઝોરમ ગ્રીન ઝોનમાં છે. બિહારે પણ કેન્દ્રને અપીલ કરી છે કે લોકડાઉન આ મહિનાના અંત સુધી વધારવામાં આવે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, આગામી 2-3 મહિના સુધી રાજ્યોની સરહદ બંધ રાખવામાં આવે. આ સાથે જ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરએ દાવો કર્યો છે કે હૈદરાબાદના 4 ઝોનને છોડીને રાજ્ય કોરોના મુક્ત બની ગયું છે.
દિવસકેસ
10 મે4311
14 મે 3943
15 મે3736
13 મે3725
04 મે3656

દેશના રાજ્યોની સ્થિતિ

રાજ્યકેટલા સંક્રમિત થયા કેટલા સાજા થયાકેટલા મોત 
મહારાષ્ટ્ર2910065641068
તમિલનાડુ10108259971
ગુજરાત99324035606
દિલ્હી 88953518123
રાજસ્થાન48382729125
મધ્યપ્રદેશ45952283239
ઉત્તરપ્રદેશ4057216595
પશ્વિમ બંગાળ2461829225
આંધ્રપ્રદેશ2307125248
પંજાબ193230532
તેલંગાણા145495934
કર્ણાટક105648036
બિહાર103345307
જમ્મુ-કાશ્મીર101351311
હરિયાણા85446413
ઓરિસ્સા73716603
કેરળ57749304
ઝારખંડ2119703
ચંદીગઢ1914003
ત્રિપુરા1564200
આસામ904102
ઉત્તરાખંડ825101
હિમાચલ પ્રદેશ753503
છત્તીસગઢ605600
લદ્દાખ432400
આંદામાન-નિકોબાર333300
પુડ્ડુચેરી160900
ગોવા150700
મેઘાલય131101
મણિપુર030200
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010100
મિઝોરમ010100

 દેશના રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશ, સંક્રમિતઃ4595- અહીંયા શુક્રવારે સંક્રમણના 169 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઈન્દોરના 61, ભોપાલના 26, બુરહાનપુરના 27, ઉજ્જૈનના 10, જબલપુરના 11 અને ધારના 07 નવા દર્દી સામેલ છે. રાજ્યમાં 18 મેથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે લોકડાઉન 31 મે સુધી લાગુ રહેશે.

મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહેલા મજૂર ભોપાલથી પસાર થઈ રહ્યા છે. તડકામાં લોકો 1500થી 2000 કિમીની સફર ટ્રક, ઓટો રિક્ષા અને સાઈકલ તથા કંઈ ન મળ્યું તો પગપાળા જઈ રહ્યા છે.
મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહેલા મજૂર ભોપાલથી પસાર થઈ રહ્યા છે. તડકામાં લોકો 1500થી 2000 કિમીની સફર ટ્રક, ઓટો રિક્ષા અને સાઈકલ તથા કંઈ ન મળ્યું તો પગપાળા જઈ રહ્યા છે.

 મહારાષ્ટ્ર, સંક્રમિતઃ29100- રાજ્યમાં શુક્રવારે 1576 કોરોના દર્દી મળ્યા માત્ર મુંબઈમાં જ 933 નવા કેસ સામે આવ્યા હતા. હોટ સ્પોટ ધારાવીમાં 84 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અહીંયા 53 લોકોના મોત થયા હતા. મુંબઈ મેટ્રોપોલિટન રીઝન, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાવ જેવા હોટ સ્પોટ વિસ્તારમાં લોકડાઉન 31 મે સુધી વધારી દેવાયું છે. 

મુંબઈના બાંદ્રા સ્ટેશન પર પરિવારો એકઠા થયા. લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્રથી સૌથી વધારે પલાયન ઉત્તરપ્રદેસ અને બિહારના મજૂરોનું થઈ રહ્યું છે.
મુંબઈના બાંદ્રા સ્ટેશન પર પરિવારો એકઠા થયા. લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્રથી સૌથી વધારે પલાયન ઉત્તરપ્રદેસ અને બિહારના મજૂરોનું થઈ રહ્યું છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ 4075- અહીંયા છેલ્લા 24 કલાકમાં 155 સંક્રમિત મળ્યા હતા. જેમાં હાપુડના 10, આગરા અને મેરઠના 9-9, લખનઉના 5 અને ગૌતમબુદ્ધનગરના 4 દર્દી સામેલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2165 કોરોના સંક્રમિત સાજા થયા છે. 

રાજસ્થાન, સંક્રમિતઃ4838- અહીંયા શનિવારે સંક્રમણના 91 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 55, ડૂંગરપુરમાં 21, ઉદેયરપુરમાં 21, સિરોહીમાં 02, જ્યારે કોટા, અજમેર, ભરતપુર અને ઝુઝૂનૂંમાં 1-1 દર્દી મળ્યા હતા. 

 દિલ્હી, સંક્રમિતઃ8895- અહીંયા શુક્રવારે સંક્રમણના 425 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ દિલ્હીની જનતાએ કેજરીવાલ સરકારને લોકડાઉનના અંગે પાંચ લાખથી વધારે સૂચનો આપ્યા છે. જેમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરવા અને સોશિયલ ડિસ્ટેસીંગ જાળવવા અંગે જોર અપાયું છે. 

બિહાર, સંક્રમિત-1033-  અહીંયા શુક્રવારે 34 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો  જેમાં ખગડિયા અને બેગુસરાયમાં 5-5, મધુબનીમાં 2 અને સીવાનમાં એક દર્દી મળી આવ્યો હતો. બિહારમાં મે પછી બીજા રાજ્યોમાંથી આવતા લોકોમાં 7500 લોકોના સેમ્પલની તપાસ થઈ હતી. જેમાં 352 સંક્રમિત મળ્યા છે. સૌથી વધારે દિલ્હીથી આવેલા 114 લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ છે. આ ઉપરાંત ગુજરાતથી પાછા આવેલા 97, મહારાષ્ટ્રથી પાછા આવેલા 66, પશ્વિમ બંગાળથી આવેલા 22, હરિયાણાથી આવેલા 17 અને ઉત્તરપ્રદેશથી આવેલા 13 લોકો સંક્રમિત મળ્યા હતા.