કોરોના દેશમાં:104 વિદ્યાર્થી સંક્રમિત થતા IIT મદ્રાસ બંધ કરાઈ, તમામની હાલત સ્થિર છે, સંક્રમણ ફેલાવાનું કારણ સંસ્થાની મેશના કર્મચારી હોવાની શક્યતા

નવી દિલ્હીએક વર્ષ પહેલા

IIT મદ્રાસમાં 100થી વધુ લોકો કોરોના સંક્રમિત મળી આવતા સંસ્થા બંધ કરી દેવાઈ છે. તમિલનાડુના આરોગ્યસચિવ જે. રાધાકૃષ્ણને સોમવારે કહ્યું કે 104 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. તેની સંખ્યા હજી વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 444 સેમ્પલની ચકાસણી કરાઈ છે. તમામની કિંગ્સ ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર ચાલી રહી છે. તમામની હાલત સ્થિર છે. સંક્રમણ ફેલાવાનું કારણ સંસ્થાની મેશ હોવાનું મનાય છે. મેશના કેટલાક કર્મચારીને સંક્રમણ થયું હોવાનું બહાર આવ્યું હતું. આઈઆઈટી મદ્રાસના પ્રવક્તાએ કહ્યું કે તમામ વિભાગ અને લેબોરેટરી બંધ કરી દેવાઈ છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કેમ્પસમાં શરૂઆતના બે કેસ 1 ડિસેમ્બરે જ મળ્યા હતા. ત્યારપછી 10 ડિસેમ્બરે પછી 14 ડિસેમ્બર અમુક રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. ત્રણ દિવસમાં જ અહીંયા 55 કેસ નોંધાયા છે. ત્યારપછી આ કેમ્પસને કોવિડ હોટસ્પોટ જાહેર કરી દેવાયું છે.

મળતી માહિતી પ્રમાણે, હાલ કેમ્પસમાં 774 વિદ્યાર્થી છે. તમામના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે અને તેમને બહાર જવાની મનાઈ કરી દેવાઈ છે. સૌથી વધુ કેસ બે હોસ્ટેલ કૃષ્ણા અને જમુનામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક ફેકલ્ટી મેમ્બર્સ અને મેસના કર્મચારી પણ સંક્રમિત મળ્યા છે

દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 98.84 લાખ થઈ ગયો છે, જેમાંથી 93.87 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, 1.43 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 3.51 લાખની સારવાર ચાલી રહી છે. આજે કુલ સંક્રમિતોનો આંકડો 99 લાખને પાર થઈ શકે છે. જોકે રાહતની વાત તો એ છે કે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા આજે 3.50 લાખ થઈ શકે છે. ડિસેમ્બરના 13 દિવસમાં જ 76 હજાર 636 એક્ટિવ કેસનો ઘટાડો થયો છે.

રવિવારે દેશમાં 27 હજાર 336 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, 30 હજાર 729 સાજા થયા અને 338 લોકોનાં મોત થયાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • દિલ્હીમાં કોરોનાથી જીવ ગુમાવનારાનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. અત્યારસુધીમાં 10 હજાર 14 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જેમાંથી 2 હજાર 698, એટલે કે 27% મોત નવેમ્બરમાં થયાં છે. ઓક્ટોબરમાં 1161 અને સપ્ટેમ્બરમાં 929 લોકોનાં મોત થયાં હતાં. ડિસેમ્બરના 13 દિવસમાં 754 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
  • હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજમાં કોરોનાનાં સિપ્ટમ્સ જોવા મળ્યાં છે. તેમને રોહતકના પીજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. PGIMSના PRO ડો. ગજેન્દ્ર સિંહે કહ્યું હતું કે વિજને રેમડેસિવિરનો એક કોર્સ આપવામાં આવ્યો છે. ડોક્ટર્સની ટીમ નિર્ણય કરશે કે તેમને પ્લાઝ્મા થેરપી આપવામાં આવે કે નહીં.
  • સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન શરૂ થઈ શકે છે. આ મહિનાના અંત સુધી કંપનીની વેક્સિનને ઈમર્જન્સી યુઝની મંજૂરી મળી જશે. જોકે મોટે પાયે યુઝ માટે લાઈસન્સ મળવામાં હાલ સમય લાગશે. પૂનાવાલાએ કહ્યું હતું કે દેશની 20% વસતિને વેક્સિન લાગી જશે તો આગામી વર્ષે ઓક્ટોબર સુધી સ્થિતિ સામાન્ય થવા લાગશે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

અહીં રવિવારે 1984 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા. 2539 લોકો સાજા થયા અને 33 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં અહીં 6 લાખ 7 હજાર 454 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 16 હજાર 785 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 5 લાખ 80 હજાર 655 લોકો સાજા થઈ ચૂક્યા છે.

2. મધ્યપ્રદેશ
અહીં રવિવારે 1181 કેસ નોંધાયા છે, જે છેલ્લા 26 દિવસમાં નવા દર્દીઓનો સૌથી ઓછો આંકડો છે. આ પહેલાં 17 નવેમ્બરે 922 કેસ નોંધાયા હતા. રવિવારે રાજ્યમાં 1278 દર્દી સાજા થયા, જ્યારે 13 દર્દીનાં મોત થઈ ગયાં. અહીં અત્યારસુધીમાં 2 લાખ 23 હજાર 578 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2 લાખ 7 હજાર 337 સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3 હજાર 404 લોકોનાં મોત થયાં છે. હાલ 12 હજાર 837 લોકોની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં રવિવારે 1175 લોકો સંક્રમિત થયા હતા. 1347 લોકો સાજા થયા અને 11 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 27 હજાર 683 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 13 હજાર 198 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4171 લોકોનાં મોત થયાં છે.

4. રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 1290 લોકો કોરોના સંક્રમિત થયા છે. 1468 લોકો સાજા થયા અને 14 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 2 લાખ 91 હજાર 289 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 16 હજાર 629 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 72 હજાર 118 લોકો સાજા થઈ ચૂક્યા છે, 2542 લોકોનાં મોત થયાં છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં 3717 લોકો છેલ્લા 24 કલાકની અંદર સંક્રમિત થયા છે. 3083 લોકો સાજા થયા અને 70 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 18 લાખ 80 હજાર 416 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 74 હજાર 104 દર્દીની સારવાર ચાલી રહી છે. 17 લાખ 57 હજાર 5 દર્દી સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 48 હજાર 209 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...