કોરોના દેશમાં:વેક્સિનના ડોઝ લેનાર હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજમાં કોરોનાનાં એડવાન્સ લક્ષણ મળ્યાં, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEOએ કહ્યું- જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થઈ શકે છે, આગામી વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સામાન્ય થશે

હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજને કોરોનાનાં એડવાન્સ લક્ષણોને પગલે રોહતકની પીજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (PGIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. PGIMSના PRO ડો. રાજેન્દ્ર સિંહે કહ્યું હતું કે વિજને રેમડેસિવિરનો એક કોર્સ આપવામાં આવ્યો છે. ડોક્ટરોની એક ટીમ હવે નિર્ણય કરશે કે તેમને પ્લાઝ્મા થેરપી આપવામાં આવે કે નહીં.

રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોનાથી જીવ ગુમાવનારાનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. અત્યારસુધીમાં 10 હજાર 14 લોકોનાં મૃત્યુ થયાં છે. આઘાતજનક વાત એ છે કે કુલ મૃત્યુ પામનારા પૈકી 2698 એટલે કે 27 ટકા મૃત્યુ નવેમ્બરમાં થયા છે. એ અગાઉ ઓક્ટોબરમાં 1161 અને સપ્ટેમ્બરમાં 929 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ડિસેમ્બરના 13 દિવસમાં 754 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે 1984 કેસ આવ્યા છે. 2539 લોકો સાજા થયા છે. અને 33 લોકોનાં મૃત્યુ થયાં છે.

જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદર પૂનાવાલાએ કહ્યું હતું કે જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ શકે છે. પૂનાવાલાએ આશા વ્યક્તિ કરી છે કે આ મહિનાના અંતમાં તેમની કંપની દ્વારા બનાવાયેલી વેક્સિનના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી જશે. જોકે મોટી માત્રામાં યુઝ માટે લાઇસન્સ મળવામાં હજુ વાર લાગી શકે છે.

ઈકોનોમિક ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટમાં બોલતાં પૂનાવાલાએ કહ્યું હતું કે એકવાર દેશની 20 ટકા વસતિને વેક્સિન અપાઈ જશે તો આગામી વર્ષમાં ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણ દિવસ પહેલાં તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા. ત્યાં 9 અને 10 ડિસેમ્બરે તેમણે રોડ શો અને રેલીઓ કર્યાં હતાં. નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોતે સંક્રમિત થયાની જાણકારી આપી છે. તેમના આગળના તમામ કાર્યક્રમોને પણ રદ કરી દેવાયા છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કોરોનાનાં પ્રારંભિક લક્ષણો જણાતાં મેં ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ, હું હોમ આઈસોલેશનના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનારા તમામ લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવે.

અત્યારસુધીમાં 98.81 લાખ કેસ
દેશમાં અત્યારસુધીમાં 98 લાખ 81 હજાર 380 કોરાનાના કેસ નોંધાયા છે. આ પૈકી 3 લાખ 51 હજાર 720 દર્દીની સારવાર ચાલી રહી છે, જોકે 93 લાખ 83 હજાર 879 લોકો સાજા થયા છે. 1 લાખ 43 હજાર 352 લોકોનાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યારસુધી માત્ર 11.74% ટેસ્ટિંગ
138 કરોડની વસતિમાં હવે માત્ર 11.74%, એટલે કે 15 કરોડ 26 લાખ લોકોનો કોરોના ટેસ્ટ થઈ શક્યો છે, જેમાંથી 6.45% એટલે કે 98.57 લાખ લોકો સંક્રમિત થયા છે. ટેસ્ટિંગના આંકડા પર નજર કરવામાં આવે તો દેશમાં દર 10 લાખની વસતિમાં 1.10 લાખ લોકોની તપાસ થઈ રહી છે. અમેરિકામાં આટલી જ વસતિમાં 6.55 લાખ અને બ્રાઝિલમાં 1.20 લાખ લોકોની તપાસ થઈ રહી છે.

રાજધાની દિલ્હીમાં દર 100માંથી 33 લોકોની તપાસ થઈ
દેશના ટોપ-10 સંક્રમિત રાજ્યમાંથી સૌથી વધુ ટેસ્ટિંગ રાજધાની દિલ્હીમાં થયું છે. અહીં બે કરોડની વસતિમાં અત્યારસુધીમાં 33.61% લોકોની તપાસ થઈ ચૂકી છે, એટલે કે દર 100 નાગરિકમાં 33 લોકોનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે. આ કેસમાં આંધ્રપ્રદેશ બીજા નંબરે છે. ટેસ્ટિંગના મામલામાં રાજસ્થાનની સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં 7.7 કરોડ લોકોમાં અત્યારસુધી 6.16% લોકોની તપાસ થઈ શકી છે. વસતિને ધ્યાનમાં રાખતાં દેશના સૌથી મોટા રાજ્ય, એટલે કે ઉત્તરપ્રદેશમાં 9.37% એટલે કે 2.1 કરોડ લોકોની તપાસ થઈ ચૂકી છે.

અત્યારસુધીમાં 98.57 લાખ કેસ
દેશમાં અત્યારસુધીમાં 98 લાખ 57 હજાર 380 લોકો કોરોનાના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 3 લાખ 54 હજાર 904 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 93 લાખ 56 હજાર 879 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 43 હજાર 055 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

કોરોનાં અપડેટ્સ

  • કેરળ સરકારે રાજ્યમાં મફતમાં વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું હતું કે રાજ્યના તમામ લોકોને કોરોનાની વેક્સિન મફતમાં આપવામાં આવશે.
  • હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજે કેન્દ્ર સરકારને પત્ર લખીને વેક્સિનેશનમાં પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એટલે કે સાંસદ, ધારાસભ્યોને પ્રાથમિકતા આપવા માટે કહ્યું છે. વિજે લખ્યું કે આ પ્રતિનિધિ જનતાની વચ્ચે આવી જાય છે. એટલા માટે પ્રાયોરિટી યાદીમાં તેમને પણ સામેલ કરવા જોઈએ.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

રાજધાની દિલ્હીમાં શનિવારે 1935 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 3191 લોકો રિકવર થયા અને 47 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 6 લાખ 5 હજાર 470 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 5 લાખ 78 હજાર 114 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 9981 થઈ ગઈ છે. 17 હજાર 373 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં શનિવારે સંક્રમણના 1282 નવા કેસ નોંધાયા.1418 લોકો રિકવર થયા અને 9 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 2 લાખ 22 હજાર 397 લોકો સંક્રમિત થયા છે, જેમાં 3391 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 2 લાખ 6 હજાર 591 લોકો સાજા થઈ ચૂક્યા છે.

3. ગુજરાત
રાજ્યમાં શનિવારે 1204 લોકો સંક્રમિત થયા હતા. 1338 લોકો રિકવર થયા અને 12 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 26 હજાર 508 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 13 હજાર 381 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 8 હજાર 967 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 4160 થઈ ગઈ છે.

4. રાજસ્થાન
રાજ્યમાં શનિવારે 1307 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 2913 લોકો રિકવર થયા અને 14 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 2 લાખ 89 હજાર 999 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 16 હજાર 821 દર્દીની સારવાર ચાલી રહી છે. 2 લાખ 70 હજાર 650 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 2528 થઈ ગઈ છે.

5. મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં શનિવારે 4259 નવા દર્દી નોંધાયા. 3949 લોકો રિકવર થયા અને 80 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 18 લાખ 76 હજાર 699 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 73 હજાર 542 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 17 લાખ 53 હજાર 922 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 48 હજાર 139 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...