તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઈન્ડિયા LIVE:2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • તમિલનાડુમાં એક દિવસમાં વિક્રમી 1,925 નવા કેસ સામે આવ્યા
 • દેશમાં કોરોનાથી અત્યાર સુધી 8106 લોકોના મોત, આજે એક જ દિવસમાં સૌથી વધારે 387 લોકોના મોત થયા
 • દિલ્હીમાં કુલ મૃત્યુઆંક એક હજારને પાર થયો

લોકડાઉનમાં છૂટ આપવામાં આવ્યા બાદ દેશમાં કોરોના વાઈરસના દર્દીની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે.બે દિવસ બાદ બુધવારે ફરી એક વખત 10 હજારથી વધારે દર્દી મળ્યા છે. 7 દિવસમાં આ ત્રીજી વખત છે કે જ્યારે સંક્રમિતોનો આંકડો 10 હજારથી વધારે રહ્યો છે. બુધવારે સંક્રમણના 10,834 કેસ મળ્યા હતા. જ્યારે 7 જૂનના રોજ 10,882 અને 6 જૂનના રોજ 10,408 દર્દી કોરોના પોઝિટિવ મળ્યા છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 86 હજાર થઈ છે.  બુધવારે મહારાષ્ટ્રમાં 3254, ગુજરાતમાં 510, રાજસ્થાનમાં 355, પશ્ચિમ બંગાળમાં 343 અને બિહારમાં 243 દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 5991 દર્દીને સારું થયું છે. આ સાથે સારું થતા હોસ્પિટલમાંથી રજા મેળનાર દર્દીની સંખ્યા 1,40,100 થઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 1,33,632 છે.  બીજી બાજુ રિકવરી રેટ પણ 48.88 ટકા થયો છે.

મહારાષ્ટરના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે કારણ વગર ભીડ વધારશો નહીં અન્યથા લોકડાઉનમાં આપવામાં આવેલી રાહતને પાછી ખેંચવી પડશે. ઈકોનોમિક સાઈકલને અટકાવી શકાય નહીં માટે અમે લોકડાઉનમાં કેટલાક તબક્કામાં રાહત આપી છે. પણ જો આ રાહત જોખમરૂપ બનશે તો ફરી વખત લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.

બીજી બાજુ દેશમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા 8,106 થઈ છે. બુધવારે એક જ દિવસમાં સૌથી વધારે 387 મોત થયા હતા. આ અગાઉ 6 જૂનના રોજ સૌથી વધારે 298 દર્દીના મોત થયા હતા. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 110 દર્દીના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં બુધવારે 20 દર્દીના મોત થયા છે. રાજ્યમાં એક જ દિવસમાં થયેલા મૃત્યુનો આ આંકડો સૌથી વધુ છે. તમિલનાડુમાં આજે એક જ દિવસમાં વિક્રમજનક 1925 કેસ સામે આવ્યા હતા અને 19 દર્દીના મોત થયા હતા.

ઉત્તરપ્રદેશમાં રિકવરી રેટ સુધર્યો છે, પરંતુ નવા દર્દીઓ મળવાનો દર પણ સતત વધી રહ્યો છે. ઉત્તરપ્રદેશ સાથે બિહારમાં અડધા કરતા વધારે કોરોના દર્દી અન્ય રાજ્યોથી પાછા આવેલા પ્રવાસી લોકો છે.આ પહેલા મંગળવારે દેશમાં 9985  સંક્રમિત દર્દી વધ્યા છે. સાથે જ દેશમાં 241 સંક્રમિતોના મોત થયા છે. સૌથી વધારે 120 લોકો મહારાષ્ટ્રના હતા.

અપડેટ્સ

 • દિલ્હીમાં હોસ્પિટલોએ LED બોર્ડ પર ખાલી બેડની માહિતી આપવી પડશે. ઉપરાજ્યપાલે આ અંગે મુખ્ય સચિવને સૂચના આપી છે.
 • કોરોના પ્રભાવિત ટોપ-10 રાજ્યોના રિકવરી રેટમાં બિહાર હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. બિહારનો રિકવરી રેટ 50.77 છે. અહીં અડધા કરતા વધારે દર્દી સાજા થયા છે.
 • બીજી બાજુ ચેન્નાઈમાં કોરોના સંક્રમણના કારણે દ્રમુકના ધારાસભ્ય જે. અન્બાઝગનનું નિધન થઈ ગયું છે. તેમની ઉંમર 62 વર્ષ હતી. તેમણે એક સપ્તાહ પહેલા સંક્રમણ થયું હતું. તેમને બુધવારે આઠ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને ચેન્નાઈના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. કોરોના વાઈરસથી કોઈ ધારાસભ્યનો આ પહેલો કેસ છે.
 • રાજસ્થાનમાં 24 કલાકની અંદર કોરોનાના 123 નવા કેસ નોંધાયા છે, જેથી સતર્કતાના ભાગરૂપે 7 દિવસ માટે બોર્ડર પર અન્ય રાજ્યોમાંથી થતી અવરજવર પર નિયંત્રણ કરાયું છે.
 • આસામમાં બપોરે 12 વાગ્યા સુધી કોરોનાના 42 નવા કેસ નોંધાયા, અત્યાર સુધી 3092 કેસ
 • આંધ્રપ્રદેશમાં 24 કલાકની અંદર કોરોનાના 136 નવા કેસ નોંધાયા, કુલ સંખ્યા 4126 સુધી પહોંચી ગઈ
 • પૂણેના હેલ્થ અધિકારીએ બુધવારે જણાવ્યું કે, અત્યાર સુધી શહેરમાં 10 હજાર 12 કેસ સામે આવી ચુક્યા છે, સાથે 442 મોત થઈ ચુક્યા છે.
 • મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે, છેલ્લા 48 કલાકમાં તેમના ડિપાર્ટમેન્ટમાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધી 2,562 પોલીસ અને જવાન સંક્રમિત થયા છે.
 • તો બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે પોતાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 9985 કેસ સામે આવ્યા અને 279 લોકોના મોત થયા હતા. સાથે જ અત્યાર સુધી 2 લાખ 76 હજાર 583 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી એક લાખ 33 હજાર 632 એક્ટિવ કેસ છે અને એક લાખ 35 હજાર 206 દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ મોતની સંખ્યા 7745 સુધી પહોંચી ગઈ છે.

પાંચ દિવસ જ્યારે કોરોનાના સૌથી વધારે કેસ આવ્યા

તારીખકેસ
9 જૂન8852
8 જૂન8444
7 જૂન10884
6 જૂન10428
5 જૂન9379

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ભોપાલમાં બુધવારે 78 નવા સંક્રમિત મળ્યા હતા. આ સાથે અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 2005 થઈ ગઈ છે. ઉજ્જૈનમાં બે અને રતલામમાં 24 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી બાજુ ઈન્દોરમાં 3830થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. સારા સમાચાર તો એ છે કે અહીંયા રિકવરી રેટ 64% સુધી પહોંચી ગયો છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવરર્ધને ખુશી વ્યક્ત કરી છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રા સાથે વાત કરી છે.

અહીંયા મંગળવારે 211 સંક્રમિત મળ્યા અને 6 લોકોના મોત થયા. રાજ્યમાં કુલ 9849 દર્દી સાજા થયા છે. 

આ તસવીર ભોપાલની છે. અહીંયા મંગળવારથી હાયર સેકન્ડરીની બાકીની પરીક્ષા શરૂ થઈ હતી. સેન્ટરમાં જતા પહેલા દરેક વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
આ તસવીર ભોપાલની છે. અહીંયા મંગળવારથી હાયર સેકન્ડરીની બાકીની પરીક્ષા શરૂ થઈ હતી. સેન્ટરમાં જતા પહેલા દરેક વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશઃ રાજ્યના જૌનુરમાં બુધવારે 24 નવા કોરોના પોઝિટિવ મળ્યા હતા. ત્યારબાદ જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 352 થઈ ગઈ છે. કાનપુરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ધાર્મિક સ્થળોને 30 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં મંગળવારે 388 નવા દર્દી સામે આવ્યા અને 18 લોકોના મોત થયા હતા. ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં 38 દર્દી મળ્યા હતા.અહીંયા અત્યાર સુધી 691 દર્દી સામે આવી ચુક્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11 હજાર 335એ પહોંચી ગઈ છે. મૃતકોનો આંકડો 301 થઈ ગયો છે. જોકે , અત્યાર સુધી લગભગ 60% દર્દી સાજા થઈ ચુક્યા છે.

આ તસવીર લખનઉના કે ઝૂની છે. 8 જૂનથી આ ઝૂને લોકો માટે ખોલી દેવાયો છે. ધીમે ધીમે લોકો અહીંયા આવવા માંડ્યા છે.
આ તસવીર લખનઉના કે ઝૂની છે. 8 જૂનથી આ ઝૂને લોકો માટે ખોલી દેવાયો છે. ધીમે ધીમે લોકો અહીંયા આવવા માંડ્યા છે.

મહારાષ્ટ્રઃ થાણેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ એક કાઉન્સિલરનું સંક્રમણના કારણે મોત થઈ ગયું છે. કાઉન્સિલરની ઉંમર 55 વર્ષ હતી. આ પહેલા મીરા ભાયંદર નગર નિગમના કાઉન્સિલરનું મોત થયું હતું. રાજ્યમાં મંગળવારે 2258 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 120 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અહીંયા મંગળવારે 2258 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 120 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 787 થઈ ગઈ છે. મુંબઈના ધારાવીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1,924 છે, જ્યારે 70 લોકોના મોત થયા છે. અહીંયા રિકવરી રેટ 41.8% છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમં ડિપાર્ટમેન્ટમાં એક પણ નવો કેસ આવ્યો નથી. 

આ તસવીર મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસની છે.
આ તસવીર મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસની છે.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુધવારે સવારે 123 નવા કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી 40 જયપુરમાં, 34 ભરતપુરમાં, પાલી અને સીકરમાં 11-11, ઝૂંઝૂનૂમાં 09, નાગૌરમાં 05, કોટામાં 03, અલવરમાં 2, બાડમેર, ભીલવાડા, બીકાનેર,બૂંદી, ગંગાનગર અને ઝાલાવડમાં 1-1 સંક્રમિત મળ્યા હતા. રાજસ્થાનમાં સરકારે વધતા સંક્રમણને કારણે રાજ્યની સરહદ પર અન્ય રાજ્યોમાંથી કરાતી અવર જવર પર નિયંત્રણ લગાવી દીધું છે હવે પાસ વગર રાજસ્થાનમાં એન્ટ્રી નહીં મળી શકે.
અહીંયા મંગળવારે કોરોનાના 369 નવા કેસ સામે આવ્યા અને 9 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમં કુલ સંક્રમિતોની સંખ્યા 11 હજાર 245 થઈ ગઈ છે. હાલ 2662 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી રાજસ્થાનમાં 255 લોકોના મોત થયા છે.

બિહારઃ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, બુધવારે 128 નવા કેસ મળ્યા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 5583 થઈ ગઈ છે. મંગળવારે વધુ બે કોરોના દર્દીઓના મોત થયા છે. જેમાં એક ઔરંગાબાદના કોન્સ્ટેબલ પણ સામેલ છે.

રાજ્યમાં મંગળવારે 208 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 2 લોકોના મોત થયા હતા. અહીંયા અત્યાર સુધી 5455 સંક્રમિત મળી ચુક્યા છે, જેમાંથી 2652 એક્ટિવ કેસ છે. 

બિહારમાં અન્ય રાજ્યમાંથી પ્રવાસીઓ હજુ પણ આવી રહ્યા છે. પટનામાં મુંબઈથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પહોંચી તો લોકોની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
બિહારમાં અન્ય રાજ્યમાંથી પ્રવાસીઓ હજુ પણ આવી રહ્યા છે. પટનામાં મુંબઈથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પહોંચી તો લોકોની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો