તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:24 કલાકમાં 52 હજાર દર્દી વધ્યા, 47 હજાર લોકોને સારું થયુ, 886 દર્દીના મૃત્યુ થયા, દેશમાં કુલ 22.66 લાખ કેસ

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • દેશમાં રવિવારે 1,013 લોકોના મોત થયા, આ બિમારીથી અત્યાર સુધી 44, 446 લોકોના મોત થયા છે
  • રવિવારે રેકોર્ડ 54 હજાર દર્દી સાજા પણ થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 5 લાખને પાર થયો

દેશમાં સંક્રમણને લીધે જીવ ગુમાવનાર દર્દીની સંખ્યા 45 હજારને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 886 દર્દીના મોત થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા 45 હજાર 252 થઈ છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 293 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 18,050 થયો છે. આ આંકડા covid19india વેબસાઈટ પ્રમાણે છે.બીજી બાજુ તમિલનાડુમાં મૃત્યુ પામનારનો આંકડો 5 હજારને પાર થયો છે. 114 દિર્દીએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5 હજાર 41 થયો છે. દેશમાં દર્દીની કુલ સંખ્યા 22 લાખ 66 હજાર 954 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 52 હજારથી વધારે દર્દી વધ્યા છે. સારી વાત એ છે કે 15 લાખ 81 હજાર 530 લોકોને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

બીજી બાજુ દુનિયામાં 2 કરોડથી વધુ દર્દી થઈ ગયા છે. 50 લાખ દર્દી માત્ર છેલ્લા 20 દિવસમાં વધ્યા છે. જેમાંથી 9.72 લાખ(19.44%) ભારતના છે. જો કે, દુનિયાના કુલ દર્દીઓમાંથી ભારતમાં હાલ 11% દર્દી છે. છેલ્લા એક સપ્તાહની સરેરાશ જોવામાં આવે તો દુનિયાના 63% નવા દર્દી માત્ર ભારત(24.82%), અમેરિકા(20.64%) અને બ્રાઝિલ(17.64%)માં જ મળ્યા છે. એટલે કે દુનિયાના ચોથા ભાગના દર્દી હવે માત્ર ભારતમાં નોંધાઈ રહ્યા છે. આ ત્રણ દેશને બાદ કરતા દુનિયામાં માત્ર 37% દર્દી મળ્યા છે.

રાહતના સમાચાર તો એ છે કે, દુનિયામાં 14 દિવસથી નવા દર્દીઓની સરેરાશમાં વધારો થયો નથી. WHOનું માનવું છે કે બ્રાઝિલ અને અમેરિકામાં નવા દર્દીઓની સંખ્યા સ્થિર થઈ ગઈ છે, જ્યારે ભારતમાં સતત વધી રહી છે.

કોરોના અપડેટ્સ

  • ​​​​​​પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે તેમણે ટ્વિટ ક્યું કે, હોસ્પિટલમાં બીજા ચેકઅપ માટે ગયો હતો. તપાસમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે ટેસ્ટ કરાવી લે અને આઈસોલેટ થઈ જાય.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કોરોનાના આંકડા જાહેર કર્યા. જેના પ્રમાણે, રવિવારે 62 હજાર 64 નવા કેસ સામે આવ્યા અને 1 હજાર 7 લોકોના મોત થયા. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી 22 લાખ 15 હજાર 75 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 6 લાખ 34 હજાર 945 એક્ટિવ કેસ છે અને 15 લાખ 35 હજાર 744 દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ દેશમાં અત્યાર સુધી 44 હજાર 386 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે(ICMR) જણાવ્યું કે, રવિવારે 4 લાખ 77 હજાર 23 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 2 કરોડ 45 લાખ 83 હજાર 558 સેમ્પલની તપાસ થઈ ચુકી છે.
  • તમિલનાડુમાં સોમવારે જીમ ખોલી દેવાયા છે. એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડલિસ્ટ આરતી અરુણે કહ્યું કે, આ નિર્ણયથી ખેલાડીઓને ફાયદો થશે. ડિસેમ્બરમાં ઈન્ડોનેશિયામાં એશિયન ચેમ્પિયનશીપ છે. લોકડાઉનના કારણે આ સૌથી મોટો પડકાર છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્ય સરકારે હોમ ક્વોરન્ટિન અને હોમ આઈસોલેશન માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેના પ્રમાણે, કોઈ પણ સંક્રમિત વ્યક્તિ પોતાને 1BHK કે 2BHK ફ્લેટમાં આઈસોલેટ ન કરે. એ વ્યક્તિ ત્યારે જ ક્વોરન્ટિન થશે જો તેનું ઘર મોટું અને તેનો સેપરેટ રૂમ હશે.

તો આ તરફ ભોપાલમાં રવિવારે 101 સંક્રમિત નોંધાયા, જે છેલ્લા 10 દિવસમાં સૌથી ઓછા છે. સાથે જ 3 દર્દીઓના મોત થયા છે. તો આ તરફ રવિવારે ચિકિત્સા મંત્રી વિશ્વાસ સારંગનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, તે પ્લાઝ્મા ડોનેટ કરશે. મુખ્યમંત્રી ગત દિવસોમાં સંક્રમિત થયા હતા. હવે તેમને સારુ થઈ ગયું છે.

રાજસ્થાનઃ એક જ દિવસમાં 1072 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જે છેલ્લા 5 દિવસમાં ચોથી વખત બન્યું છે, જ્યારે એક હજારથી વધુ દર્દી રિકવર થયા છે. રાજ્યમાં હવે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 38 હજાર 235 થઈ ગઈ છે. તો આ તરફ જોધપુરમાં રવિવારે કોરોનાના દર્દી 8 હજારને પાર થઈ ગયા છે. ઓગસ્ટના નવ દિવસમાં જ્યાં 1162 દર્દી આવ્યા, ત્યાં રવિવારે કોરોનાનો કુલ આંકડો 8 હજાર 13 થઈ ગયો છે. જુલાઈથી શરૂઆતના 9 દિવસો સાથે તુલના કરીએ તો અંદાજે 675 પોઝિટિવ દર્દી જ આવ્યા હતા. સાથે જ શનિવારે પોઝિટિવ થયેલા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીના અંગત સચિવ અને ગનમેનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

બિહારઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 75,628 કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 3934 નવા સંક્રમિત નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત સાડા ત્રણ હજારથી વધુ સંક્રમિત મળી રહ્યા છે. શનિવારે પણ રેકોર્ડ 3992 સંક્રમિત મળ્યા હતા.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં હવે અવાજથી કોરોનાની તપાસ કરવામાં આવશે. શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટ કર્યું કે, BMC અવાજના નમૂનાનો ઉપયોગ કરીને AI-આધારિત કોવિડ ટેસ્ટીંગ ઝડપથી શરૂ કરવા જઈ રહ્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 9 લાખ 89 હજાર 612 દર્દી હોમ ક્વોરન્ટિન કરાયા છે. 35 હજાર 625 ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટિન છે.
તો આ તરફ મુંબઈમાં રિકવરી રેટ 78%એ પહોંચી ગયો છે. મુંબઈ અને થાણેમાં ધીમે ધીમે કોરોના નિયંત્રણમાં આવવા લાગ્યો છે. મુંબઈમાં અત્યાર સુધી કુલ 1 લાખ 23 હજાર 382 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 6 હજાર 799 લોકોના મોત થયા છે, જ્યારે 19 હજાર 700 એક્ટિવ કેસ છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, ઈ-સંજીવની પોર્ટલનો રાજ્યના લોકો સતત ઉપયોગ કરી રહ્યા છે. આ પોર્ટલથી તમે ઘરે બેઠા ડોક્ટર્સ પાસે સલાહ લઈ શકો છો. અત્યાર સુધી રાજ્યના 21,811 લોકોએ આનો લાભ લીધો છે. તેમણે જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી 61,766 કોવિડ હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો