તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:દેશમાં કોરોનાના કેસ ઘટીને 41,100, કુલ સંક્રમિતોની સંખ્યા 88,14,579; સાજા થનારાની સંખ્યા 82 લાખને પાર

નવી દિલ્હી5 મહિનો પહેલા
તસવીર મુંબઈની છે. અહીં સોમવારથી મંદિર અને અન્ય ધાર્મિક સ્થળ ખૂલી જશે. આ પહેલાં તમામ મંદિરોને સેનિટાઇઝ કરાયાં હતાં. - Divya Bhaskar
તસવીર મુંબઈની છે. અહીં સોમવારથી મંદિર અને અન્ય ધાર્મિક સ્થળ ખૂલી જશે. આ પહેલાં તમામ મંદિરોને સેનિટાઇઝ કરાયાં હતાં.
  • દેશમાં કોરોના રિકવરી રેટ 93.09 ટકા, જ્યારે સક્રિય દર્દી 5.43 ટકા છે
  • દેશમાં કુલ 12,48,36,819 ટેસ્ટ કરાયા, કુલ મૃત્યુ 1,29,635 નોંધાયાં
  • દિલ્હીમાં વધી રહેલા કેસને કારણે અમિત શાહે તાકીદની બેઠક બોલાવી

દેશમાં કોરોના વાઈરસના કેસ રવિવારે 88 લાખને પાર પહોંચી ગયા. જોકે ગત અમુક દિવસોથી ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે સવારે જારી કરાયેલા આંકડાઓ અનુસાર, ગત 24 કલાકમાં કોરોના વાઇરસના 41,100 નવા કેસ સામે આવ્યા. તેની સાથે ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 88,14,579 થઈ ગઈ. ગત 24 કલાકમાં 447 દર્દીએ જીવ ગુમાવતાં કુલ મૃત્યુ આંક પણ 1,29,625 થઈ ગયો છે.

તાજેતરના આંકડા અનુસાર, દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા 82 લાખને પાર થઈ ગઈ છે. ગત 24 કલાકમાં 42,156 દર્દી સાજા થયા હતા, જે દરરોજ મળી આવતા નવા કેસની તુલનાએ વધારે છે. અત્યારસુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 82,05,728 થઈ ગઈ છે. નવા કેસમાં ઘટાડો અને સાજા થનારા દર્દીઓમાં વધારો થવાથી એક્ટિવ કેસ ઘટ્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4,79,216 જ રહી ગયા છે.

કોરોના રિકવરી 93.09 ટકા પર જોકે એક્ટિવ દર્દી 5.43 ટકા છે. મૃત્યુદર 1.47 ટકા છે. પોઝિટિવિટી રેટ એટલે કે દરરોજ મળનારા ટેસ્ટમાં ચેપગ્રસ્ત કેસ મળવાનો દર 5.1 ટકા છે. ટેસ્ટિંગના આંકડાની વાત કરીએ તો ગત 24 કલાકમાં 8,05,589 કોરોના ટેસ્ટ થયા છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 12,48,36,819 ટેસ્ટ થઈ ચૂક્યા છે. બીજી બાજુ, દેશની રાજધાની દિલ્હીમાં વધતા જતા કોરોના વાઈરસના કેસ અંગે ચિંતિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિનું આકલન કરવાના ઉદ્દેશ્ય સાથે બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી કેજરીવાલ અને સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન સહિત કેન્દ્રના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહી શકે છે.

24 કલાકમાં 41 હજાર કેસ નોંધાયા અને 42 હજાર સાજા થયા
દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં થઈ રહેલા ઘટાડાની ગતિ દિવાળીના દિવસે ધીમી રહી. 41 હજાર 658 કેસ નોંધાયા અને તેની તુલનામાં માત્ર 42 હજાર 215 દર્દી સાજા થયા. 449 દર્દીઓનાં મોત થયાં. એવામાં એક્ટિવ કેસમાં માત્ર 1096 કેસ ઘટ્યા છે, જે છેલ્લા 45 દિવસોમાં સૌથી ઓછા છે. એક્ટિવ કેસમાં 3 ઓક્ટોબરથી સતત ઘટાડો થઈ રહ્યો છે.

દેશમાં અત્યારસુધી 88.14 લાખ દર્દીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 82.03 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 1.29 લાખનાં મોત થઈ ચૂક્યાં છે.

અપડેટ્સ

  • દેશમાં શનિવાર સુધી 12 કરોડ 48 લાખ 36 હજાર 819 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શનિવારે 8 લાખ 5 હજાર 589 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ માહિતી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આપી છે.
  • દિગ્ગજ બંગાળી ફિલ્મ-અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. 85 વર્ષના સૌમિત્ર લગભગ એક મહિના પહેલાં કોવિડ-19થી સંક્રમિત થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
  • મહારાષ્ટ્ર સરકારનું અનુમાન છે કે રાજ્યમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અહીં સંકટ એટલા માટે પણ વધારે છે, કારણ કે રાષ્ટ્રીય સ્તરે જ્યાં કોવિડ-19નો મૃત્યુદર 1.48% છે, ત્યાં મહારાષ્ટ્રમાં તે 2.63% છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

રાજ્યમાં શુક્રવારે 1048 નવા કેસ નોંધાયા. 883 લોકો રિકવર થયા અને 11 દર્દીનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 82 હજાર 45 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાં 8876 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 70 હજાર 93 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે જીવ ગુમાવનારનો આંકડો હવે 3076 થઈ ગયો છે.
2. રાજસ્થાન

રાજ્યમાં શુક્રવારે 2144 લોકો સંક્રમિત નોંધાયા હતા. 1827 લોકો સાજા થયા અને 12 દર્દીનાં મોત થઈ ગયો છે. અત્યારસુધીમાં 2 લાખ 21 હજાર 471 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 17 હજાર 657 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 1 હજાર 770 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2044 થઈ ગઈ છે.

3. બિહાર

છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 581 લોકો સંક્રમિત નોંધાયા. 870 લોકો રિકવર થયા અને 7 દર્દીઓનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 26 હજાર 81 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 6078 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 18 હજાર 828 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી 1174 લોકોનાં મોત થયાં છે.

4. મહારાષ્ટ્ર

છેલ્લા 24 કલાકમાં 4132 લોકો સંક્રમિત થયા. 4543 લોકો રિકવર થયા અને 127 દર્દીનાં મોત થયાં. અત્યારસુધીમાં 17 લાખ 40 હજાર 461 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાં 84 હજાર 82 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 9 હજાર 607 લોકો સાજા થઈ ચુક્યા છે. મૃતકોની સંખ્યા હવે 45 હજાર 809 થઈ ગઈ છે.

5. ઉત્તરપ્રદેશ

રાજ્યમાં શુક્રવારે 2178 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. 2005 લોકો રિકવર થયા અને 25 સંક્રમિતોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 5 લાખ 7 હજાર 602 લોકો સંક્રમિત થયા છે, જેમાં 23 હજાર 95 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 77 હજાર 180 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 7327 થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો