તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટવાનો સિલસિલો યથાવત છે. મંગળવારે 11,000 નવા દર્દી નોંધાયા,14,256 સાજા થયા અને 113ના મોત થયા. હવે 1.57 લાખ એક્ટિવ કેસ છે, એટલે આ દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસના મામલામાં ભારત હવે દુનિયામાં 17માં નંબર પર પહોંચી ગયું છે. દેશમાં અત્યાર સુધી 1.07 કરોડ સંક્રમિત નોંધાઈ ચૂક્યાં છે. 1.04 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 1.54 લાખ સંક્રમિતોના મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવાયા છે.
કોરોના અપડેટ્સ
પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી
અહીં મંગળવારે 114 લોકો કોરોના સંક્રમિત થયા. 160 દર્દી સાજા થયા અને બે લોકોના મોત થયા છે. અત્યાર સુધી 6.35 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 6.23 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10,858 દર્દીઓના મોત થયા છે. હાલ 1,217 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
2. મધ્યપ્રદેશ
અહીં મંગળવારે 168 લોકો કોરોના સંક્રમિત થયા. 296 દર્દી સાજા થયા અને ત્રણ લોકોના મોત થયા છે. અત્યા સુધી 2.55 લાખ કેસ આવી ચૂક્યાં છે. જેમાં 2.49 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3,815 દર્દીઓના મોત થયા છે. હાલ 2,423 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
3. ગુજરાત
અહીં મંગળવારે 285 લોકો કોરોના સંક્રમિત થયા છે. 422 દર્દી સાજા પણ થયા છે અને એકનું મોત થયું છે. અત્યાર સુધી 2.62 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.54 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે,જ્યારે 4,389 દર્દીઓના મોત થયા છે. હાલ 3,103 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
4. રાજસ્થાન
અહીં મંગળવારે 87 લોકો કોરોના સંક્રમિત થયા. 235 દર્દી સાજા પણ થયા અને બે લોકોના મોત થયા. અત્યાર સુધી 3.17 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 3.13 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2,768 દર્દીઓના મોત થયા છે. હાલ 1,798 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
5. મહારાષ્ટ્ર
અહીં મંગળવારે 1,927 લોકો કોરોના સંક્રમિત થયા. 4,011 દર્દી સાજા થયા અને 30 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 20.30 લાખ કેસ આવી ચૂક્યાં છે. જેમાં 19.36 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે 51,139 દર્દીઓના મોત થયા છે. હાલ 41,586 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.