તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:AIIMS ડાયરેક્ટરે કહ્યું- આ વર્ષના અંત સુધી વેક્સિન ઓપન માર્કેટમાં આવી શકે છે

નવી દિલ્હી10 દિવસ પહેલા

દિલ્હી AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ બુધવારે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો. તેમણે કહ્યું કે, જે લોકોને વેક્સિન પહેલા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તે એક વાર પુરો થઈ જાય, સાથે જ માંગ-આપૂર્તિમાં બેલેન્સ જળવાઈ રહ્યું તો વેક્સિન ઓપન માર્કેટમાં આવી જશે. આવી સંભાવના આ વર્ષના અંત સુધી છે. બની શકે છે કે પહેલા પણ થઈ જાય.

ફેબ્રુઆરીના આંકડાઓએ ચિંતા વધારી
કોરોનાના આંકડા અમુક ચિંતામાં વધારો કરી રહ્યાં છે. આ મહિને ચાર વખત એક્ટિવ કેસમાં વધારો થઈ ચૂક્યો છે. છેલ્લા સાત દિવસમાં જ ત્રણ વખત વધારો થયો છે.જ્યારે ગત મહિને માત્ર 6 જાન્યુઆરીએ 219 એક્ટિવ કેસ વધ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાં વધારો ત્યારે થાય છે, જ્યારે નવા કેસની સંખ્યા, સાજા થનાર દર્દીઓ અને મૃતકોની કુલ સંખ્યાથી વધુ હોય.

બેંગલુરુમાં એક જ અપાર્ટમેન્ટમાં 103 લોકો પોઝિટીવ
બેંગલુરુના બોમનહલ્લી વિસ્તારના એસએનએન રાજ લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં એકસાથે 103 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોએ અપાર્ટમેન્ટમાં કોઈ પ્રોગ્રામ કર્યો હતો. પછી અમુક લોકોની તબિયત લથડી તો દરેકના ટેસ્ટ કરાયા. પોઝિટિવ મળી આવેલા લોકોમાં 96 લોકોની ઉંમર 60 વર્ષ કરતાં વધુ છે.

દેશમાં મંગળવારે 11,573 નવા દર્દી નોંધાયા, 11,794 સાજા થયા અને 99 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસમાં 326નો ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 1.09 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 1.06 કરોડ સાજા થઈ ચૂક્યા છે. 1.56 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

મહારાષ્ટ્રમાં સભા, સમારોહ, આંદોલન અને ઉત્સવ બધું બંધ
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને અટકાવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આંદોલન, રેલીઓ અને સભાઓ પર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો છે. લગ્ન સમારોહમાં નક્કી સંખ્યામાં જ મહેમાન બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓને એનું સખતાઈથી પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે વિસ્તારમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની પૂરી તૈયારી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હવે દેશમાં બ્રાઝિલ વેરિએન્ટનો કેસ મળ્યો
દેશમાં કોરોનાના બ્રિટનવાળા સ્ટ્રેન પછી હવે સાઉથ આફ્રિકા અને બ્રાઝિલવાળા સ્ટ્રેનના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ સામે આવ્યો હતો, સાથે જ જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકન વેરિઅન્ટના પણ ચાર કેસ સામે આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે પુણેની લેબમાં વાઈરસને સફળતાપૂર્વક આઈસોલેટ કરી દેવાયા છે. આ બન્ને વેરિએન્ટ બ્રિટનવાળા સ્ટ્રેન કરતાં અલગ છે. તેમણે જણાવ્યું, દેશમાં UK વેરિએન્ટના હવે 187 દર્દી છે. તમામ ક્વોરન્ટીનમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. અમારી પાસે જે વેક્સિન છે એ આ વેરિઅન્ટ પર કારગર છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

દેશની રાજધાનીમાં મંગળવારે 94 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. 110 લોકો રિકવર થયા અને એકનું મોત થયું. અત્યારસુધીમાં 6 લાખ 37 હજાર 181 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 6 લાખ 25 હજાર 268 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 894 દર્દીનાં મોત થયાં છે. હાલ 1019 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 233 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 221 લોકો રિકવર થયા અને ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 2 લાખ 58 હજાર 82 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 2 લાખ 52 હજાર 385 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3841 દર્દીનાં મોત થઈ ગયાં છે. હાલ 1856 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં મંગળવારે 263 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 271 લોકો રિકવર થઈને પોતાના ઘરે ગયા અને એકનું મોત થયું છે. અત્યારસુધી અહીં 2 લાખ 65 હજાર 756 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 2 લાખ 59 હજાર 655 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4402 દર્દીનાં મોત થઈ ગયાં છે. 1699 દર્દી એવા છે જેમની હાલ સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 60 લોકો સંક્રમિત થયા હતા. 168 લોકો રિકવર થયા, અત્યારસુધીમાં 3 લાખ 19 હજાર 65 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 3 લાખ 15 હજાર 27 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2781 દર્દીનાં મોત થયાં છે. 1257 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં મંગળવારે 3,663 નવા દર્દી નોંધાયા. 2,700 લોકો રિકવર થયા અને 39 લોકોનાં મોત થઈ ગયાં. અત્યારસુધીમાં 20 લાખ 71 હજાર 306 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 19 લાખ 81 હજાર 408 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51 હજાર 591 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે, 37,125 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો