તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- વેક્સિનેશન પછી 28 લોકોને દાખલ કરાયા; જેમાં 9ના મોત અલગ કારણોથી થયા, અમેરિકા-બ્રિટન પછી સૌથી વધુ રસી આપનાર ત્રીજો દેશ બન્યો ભારત

નવી દિલ્હીએક મહિનો પહેલા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 56 લાખ 36 હજારથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે. જેમાં 28 લોકો એવા હતા, જેમને વેક્સિનેશન પછી હોસ્પિટલમાં દાખલ કરાવાયા.મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ 28 લોકોમાં અત્યાર સુધી 19 લોકોને સારવાર પછી ડિસ્ચાર્જ કરી દેવાયા, જ્યારે 9 એવા લોક પણ રહ્યાં જેમના મોત થયા. જો કે, મંત્રાલયનું કહેવું છે કે આ મોત વેક્સિનના કારણ નથી થયા, પણ તમામના મોત પાછળ અલગ અલગ કારણ છે.

13 રાજ્યોમાં 60%થી વધુ હેલ્થ કેર વર્કર્સને વેક્સિન લગાવાઈ
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એવા છે જ્યાંના 60%થી વધુ હેલ્થકેર વર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ બિહારમાં 76.6% અને મધ્યપ્રદેશમાં 76.1% વેક્સિનેશનનું કામ તો પુરુ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ત્રિપુરા, ઉત્તરાખંડ, મિઝોરમ, ઉત્તરપ્રદેશ, કેરળ, ઓરિસ્સા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, આંદમાન નિકોબાર અને છત્તીસગઢમાં 60% હેલ્થકેર વર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે. રાજધાની દિલ્હી, પંજાબ સહિત 12 રાજ્ય એવા છે જ્યાં 40%થી પણ ઓછું વેક્સિનેશન કામ થયું છે.

અમેરિકા-બ્રિટન પછી સૌથી વધુ રસી આપનાર ત્રીજો દેશ બન્યો ભારત
કોરોના સામેના જંગમાં ભારત વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. સૌથી વધુ રસી આપનારા દેશોમાં ભારતનો ક્રમ ત્રીજો છે. ભારતે ઈઝરાયલ (54.40 લાખ)ને પાછળ છોડ્યું છે. હવે ભારત કરતાં અમેરિકા (2.29 કરોડ) અને બ્રિટન (1.20 કરોડ) જ બ્રિટન જ આગળ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં 57.75 લાખ આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઈ ચૂકી છે. 12 રાજ્યોમાં 2 લાખથી વધુ રસી અપાઈ છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 673542 રસી અપાઈ છે.

દરમિયાનમાં બાંગ્લાદેશમાં પણ રવિવારથી રસીકરણ શરૂ થઈ ગયું છે. ભારતે મોકલાવેલી રસી ત્યાં લોકોને અપાઈ રહી છે. શ્રીલંકા આગામી મહિનાથી સામાન્ય લોકોને રસી આપવાનું શરૂ કરશે. શ્રીલંકામાં હાલમાં ભારતમાં ઉત્પાદિત સિરમની રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે.

સતત બીજા દિવસે 100થી ઓછા મોત
દેશમાં કોરોના કેસ સાથે હવે સંક્રમણથી થતા મોતમાં પણ ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે સતત બીજા દિવસે 100થી ઓછા લોકોએ જીવ ગુમાવ્યા. શુક્રવારે દેશમાં 95 દર્દીઓના મોત થયા હતા. શનિવારે તે ઘટીને 71 થઈ ગયા. આ પહેલા 1લી ફેબ્રુઆરીએ 94 લોકોના મોત થયા હતા. સંક્રમણના કારણે અત્યાર સુધી દેશમાં 1 લાખ 55 હજાર 28 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

શનિવારે 11,924 નવા દર્દી નોંધાયા
શનિવારે દેશમાં 11 હજાર 924 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા. 11 હજાર 596 લોકો રિકવર થયા અને 71 લોકોના મોત થઈ ગયા. અત્યાર સુધી 1 કરોડ 8 લાખ 27 હજાર 170 લોકો કોરોનાના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 1 કરોડ 5 લાખ 21 હજાર 409 દર્દી એવા છે જે રિકવર થઈ ચૂક્યાં છે, જ્યારે 1 લાખ 46 હજાર 196 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

 • ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે દુનિયાના 22 દેશોમાંથી વેક્સિનની માગ વધી ગઈ છે, જેમાં અફઘાનિસ્તાન, અલજજીરા, બાંગ્લાદેશ, ભુતાન, બ્રાઝિલ, ઈજિપ્ત, કુવૈત, મોરિશિયસ, માલદીવ, મંગોલિયા, સાઉદી અરબ, મ્યાનમાર, નેપાળ, ઓમાન, મોરક્કો, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને UAE જેવા દેશ છે. એમાંથી 15થી વધુ દેશોને 2 ફેબ્રુઆરી સુધી ગ્રાન્ટ તરીકે પર 56 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કોન્ટ્રેક્ટ તરીકે 105 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.
 • કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે વેક્સિનેશનનો ત્રીજો તબક્કો માર્ચમાં શરૂ થઈ જશે. તેમણે લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. મળતી માહિતી પ્રમાણે, ત્રીજા તબક્કાની વેક્સિનેશન પ્રક્રિયા માર્ચના કોઈપણ સપ્તાહમાં શરૂ થઈ શકે છે, જેમાં 50 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને વેક્સિન લગાવાશે. 50 વર્ષથી ઓછી ઉંમરના હાઈ રિસ્કવાળા લોકોને પણ પ્રાયોરિટી મળશે.
 • દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર થઈ ગયો છે.
 • કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં કોરોનાની વધુ 7 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જેમાં 3 વેક્સિન એવી છે જેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.
 • કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેક્સિનેશનની ગતિ વધારવા માટે કહ્યું છે. કેન્દ્રએ કહ્યું કે, તમામ હેલ્થકેર વર્કર્સને 20 ફેબ્રુઆરી સુધી વેક્સિનના ડોઝ આપી દેવામાં આવે.
 • ભારત સરકારે કોરોના વેક્સિનના 1 લાખ ડોઝ કમ્બોડિયાને તાત્કાલિક ધોરણ આપવાનો નિર્ણય કર્યો છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

દેશની રાજધાનીમાં શનિવારે 132 નવા દર્દી નોંધાયા. 151 લોકો રિકવર થયા અને 2 લોકોના મોત થયા. અત્યાર સુધી 6 લાખ 35 હજાર 916 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 6 લાખ 23 હજાર 865 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 873 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 1206 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2.મધ્યપ્રદેશ

અહીં શનિવારે 197 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. 315 દર્દી સાજા પણ થયા અને એકનું મોત પણ થયું છે. અત્યાર સુધી 2.56 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.50 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3,820 દર્દીઓના મોત થયા છે. હાલ 2,074 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત

અહીં શનિવારે 252 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 401 દર્દી સાજા પણ થયા અને એકનું મોત પણ થયું. અત્યાર સુધી 2.63 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.56 લાખ સંક્રમિત સાજા પણ થઈ ચૂક્યાં છે, જ્યારે 4,394 દર્દીઓના મોત થયા છે. હાલ 2,491 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન

અહીં શુક્રવારે 116 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 173 દર્દી સાજા પણ થયા. અત્યાર સુધી 3.18 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે.જેમાં 3.13 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2,771 દર્દીઓના મોત થયા છે. હાલ 1,581 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

5.મહારાષ્ટ્ર

રાજ્યમાં શનિવારે 2,768 લોકો કોરોના સંક્રમિત થયા છે. 1,739 લોકો રિકવર થયા અને 25 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 20 લાખ 41 હજાર 398 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 19 લાખ 53 હજાર 926 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે જ્યારે 51 280 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 34 હજાર 934 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો