તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:અત્યાર સુધીમાં 54.7% હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવામાં આવી;76%થી વધારે વેક્સિનેશન કરી બિહાર-MP સૌથી આગળ

નવી દિલ્હીએક મહિનો પહેલા

દેશમાં શનિવારે સાંજે 6 વાગ્યા સુધી કો-વિન એપ પર નોંધાયેલ 54.7 ટકા હેલ્થકેર વર્કર્સને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ વેક્સિનેશન અંતર્ગત અત્યાર સુધીમાં 56 લાખ 36 હજાર 868 લોકો વેક્સિન લઈ ચુક્યા છે. આ પૈકી 52 લાખ 66 હજાર 175 હેલ્થકેર વર્કર્સ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનોહર અગનાનીએ કહ્યું કે અત્યાર સુધી 13 રાજ્યમાં 60 ટકાથી વધારે હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવામાં આવી છે. આ બાબતમાં સૌથી આગળ બિહાર (76.6 ટકા) અને મધ્ય પ્રદેશ (76.1 ટકા) છે. જ્યારે 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટ લાઈન વર્કર્સને પણ વેક્સિન લગાવવાની શરૂઆત થઈ ચુકી છે. તે અમારા ડેટાબેઝમાં રજિસ્ટર્ડ ફ્રન્ટલાઈન વર્કર્સના 4.5 ટકા છે.

વેક્સિનેશનનો ત્રીજો તબક્કો માર્ચ મહિનામાં
​​​​​​કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે વેક્સિનેશનનો ત્રીજો તબક્કો માર્ચમાં શરૂ થઈ જશે. તેમણે કહ્યું લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કેે ત્રીજા તબક્કામાં વેક્સિનેશન પ્રક્રિયા માર્ચના કોઈ પણ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. તેમાં 50 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.

50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને હાઈ રિસ્કવાળા લોકોને પણ પ્રાયોરિટી મળશે. વેક્સિનેશનના પ્રથમ અને બીજા તબક્કામાં અત્યાર સુધી દેશને 52 લાખ 90 હજારથી વધારે હેલ્થકેર અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી છે. આ તમામને 13 ફેબ્રુઆરીથી વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવશે.

આ બધાની વચ્ચે વેક્સિનેશન અંગે સારા સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે વેક્સિનેશનનો ત્રીજો તબક્કો માર્ચમાં શરૂ થઈ જશે. તેમણે લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. મળતી માહિતી પ્રમાણે, ત્રીજા તબક્કાની વેક્સિનેશન પ્રક્રિયા માર્ચના કોઈપણ સપ્તાહમાં શરૂ થઈ શકે છે, જેમાં 50 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને વેક્સિન લગાવાશે. 50 વર્ષથી ઓછી ઉંમરના હાઈ રિસ્કવાળા લોકોને પણ પ્રાયોરિટી મળશે. વેક્સિનેશનના પહેલા અને બીજા તબક્કામાં અત્યારસુધી દેશના 52 લાખ 90 હજારથી વધુ હેલ્થકેર અને ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે. આ તમામને 13 ફેબ્રુઆરીથી વેક્સિનનો બીજો ડોઝ લગાવાશે.

વધુ 3 વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની વધુ 7 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, જેમાં 3 વેક્સિન એવી છે જેમની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં 3 કરોડ હેલ્થવર્ક્સને ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે, જેના માટે પીએમ કેર ફંડમાંથી મદદ મળી છે.

22 દેશોએ વેક્સિનની માગ કરી
ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે દુનિયાના 22 દેશોમાંથી વેક્સિનની માગ વધી ગઈ છે, જેમાં અફઘાનિસ્તાન, અલજજીરા, બાંગ્લાદેશ, ભુતાન, બ્રાઝિલ, ઈજિપ્ત, કુવૈત, મોરિશિયસ, માલદીવ, મંગોલિયા, સાઉદી અરબ, મ્યાનમાર, નેપાળ, ઓમાન, મોરક્કો, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને UAE જેવા દેશ છે. એમાંથી 15થી વધુ દેશોને 2 ફેબ્રુઆરી સુધી ગ્રાન્ટ તરીકે પર 56 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કોન્ટ્રેક્ટ તરીકે 105 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • દેશમાં વેક્સિનેશન શરૂ થયાને 21 દિવસ થઈ ચૂક્યા છે. આ દરમિયાન 52 લાખ 90 હજારથી વધુ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે. ભારતે સૌથી ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસિલ કરી છે. 50 લાખ લોકોના વેક્સિનેશનમાં અમેરિકાને 24 દિવસ, બ્રિટનના 43 અને ઈઝરાયેલને 45 દિવસ લાગ્યા હતા. ભારતમાં શુક્રવારે 3,31,029 લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.
  • યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીની સાંજે 6 વાગ્યા સુધી વેક્સિનેશન બાદ સાઈડ ઈફેક્ટના ઘણા ઓછા કેસ સામે આવ્યા છે. અત્યારસુધી કુલ 27 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં કોઈને હોસ્પિટલમાં એડમિટ કરવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.
  • મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાની તપાસ કરાવી લે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યારસુધી 20,36,002 કેસ થઈ ચૂક્યા છે, જેમાંથી 51,215 લોકોનાં મોત થયાં છે.
  • ઉત્તરપ્રદેશ સરકારને 10 ફેબ્રુઆરીએ 6થી 8મા ધોરણની શાળા ખોલવાનો નિર્ણય લેવાયો છે. સરકારે જણાવ્યું છે કે પહેલાથી પાંચમા સુધીની શાળા 1લી માર્ચે ખૂલશે.
  • અમેરિકન કંપની ફાઈઝરે શુક્રવારે કોરોના વેક્સિનના ઈમર્જન્સી યુઝની માગ અંગે ભારત સરકારને આપેલી અરજી પાછી લઈ લીધી છે. 3 ફેબ્રુઆરીએ જ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ એનો રિવ્યૂ કર્યો હતો. કમિટીએ કંપની પાસે ટ્રાયલ સાથે જોડાયેલી માહિતી માગી હતી. ત્યાર પછી કંપનીએ એપ્લિકેશન પાછી લેવાનો નિર્ણય કર્યો છે.
તસવીર ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની છે. અહીં GRP કર્મચારીને વેક્સિન લગાવવામાં આવી રહી છે.
તસવીર ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની છે. અહીં GRP કર્મચારીને વેક્સિન લગાવવામાં આવી રહી છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

રાજ્યમાં ગુરુવારે 158 નવા દર્દી નોંધાયા. 165 લોકો રિકવર થયા અને 7 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 6 લાખ 35 હજાર 639 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 6 લાખ 23 હજાર 574 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 871 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. 1194 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
અહીં ગુરુવારે 166 લોકો કોરોના સંક્રમિત થયા. 263 દર્દી સાજા પણ થયા અને બે લોકોનાં મોત થયાં. અત્યારસુધી 2.55 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 2.49 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,818 દર્દીનાં મોત થયાં છે. હાલ 2,331 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં ગુરુવારે 275 લોકો કોરોના સંક્રમિત થયા. 430 દર્દી સાજા પણ થયા અને એકનું મોત થયું છે. અત્યારસુધી 2.62 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 2.55 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,392 દર્દીનાં મોત થયાં છે. હાલ 2,700 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
અહીં ગુરુવારે 139 લોકો કોરોના સંક્રમિત થયા છે. 192 દર્દી સાજા પણ થયા છે. અત્યારસુધી 3.17 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 3.13 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,770 દર્દીનાં મોત થયાં છે. હાલ 1,639 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 2,736 લોકો કોરોના સંક્રમિત થયા. 5,339 લોકો રિકવર થયા અને 46 લોકોનાં મોત થયાં. અત્યારસુધી 20 લાખ 36 હજાર 2 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 19 લાખ 48 હજાર 674 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51 હજાર 215 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 34 હજાર 862 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો