તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:એક મહિનામાં દિલ્હીમાં કોરોનાથી થનાર મોતમાં 135%નો વધારો, જયપુરમાં નાઈટ કર્ફ્યૂ પછી 29% કેસ વધ્યા

નવી દિલ્હી4 મહિનો પહેલા

રાજધાની દિલ્હીમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા ડરાવી દે તેવી છે. છેલ્લા એક મહિનામાં દરરોજ 50થી વધારે લોકોના મોત થાય છે. ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં કોરોનાથી થનાર મોતમાં 135% વધારો થયો છે. આંકડા ઉપર નજર કરીએ તો સપ્ટેમ્બરમાં 899 લોકોના દિલ્હીમાં મોત થયા હતા. ઓક્ટોબરમાં 1110 લોકોના અને નવેમ્બરમાં 2612 લોકોના મોત થયા છે. અત્યાર સુધી અહીં 9497 લોકોના મોત થયા છે.

બીજી તરફ નાઈટ કર્ફ્યૂ હોવા છતા જયપુરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 11 નવેમ્બરથી દરરોજના 450 કેસ આવવા લાગ્યા છે. અહીં નાઈટ કર્ફ્યૂ પછી 29% કેસ વધ્યા છે. નાઈટ કર્ફ્યૂ પહેલા 10 દિવસમાં 4812 કેસ નોંધાયા હતા. જ્યારે નાઈટ કર્ફ્યૂ પછીના 10 દિવસમાં 6224 કેસ નોંધાયા છે.

છેલ્લા 5 દિવસમાં એક્ટિવ કેસમાં 38 હજારથી વધુનો ઘટાડો, સંક્રમિતોનો આંકડો 96 લાખને પાર
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 96 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા 5 દિવસમાં એક્ટિવ કેસમાં 38 હજાર 10નો ઘટાડો થયો છે. શુક્રવારે દેશમાં 36 હજાર 711 નવા કેસ નોંધાયા, જ્યારે 42 હજાર 359 લોકોએ કોરોનાને પછાડ્યો છે, સાથે જ છેલ્લા 24 કલાકમાં 510 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યારસુધીમાં 96 લાખ 8 હજાર 519 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 4 લાખ 8 હજાર 401 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 90 લાખ 58 હજાર 061 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 1 લાખ 39 હજાર 737 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

80 દેશના રાજદ્વારી વેક્સિન કંપનીઓની મુલાકાત કરશે
કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 80 દેશના રાજદ્વારી 9 ડિસેમ્બરે હૈદરાબાદની ભારત બાયોટેક (Bharat Biotech) અને બીઈ લિમિટેડ (Biological E Limited)ની મુલાકાત કરશે. પહેલાં આ મુલાકાત 4 ડિસેમ્બરે જ થવાની હતી, પણ પછીથી એને ટાળી દેવાઈ હતી, જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ચીફ સેક્રેટરી સોમેશ કુમારે શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી. અધિકારીઓને કોવિડ-19ના પ્રોટોકોલ હેઠળ રાજદ્વારીઓની મુલાકાત માટે વ્યવસ્થા કરવા માટે કહ્યું. તમામ રાજદ્વારી કોરોનાની વેક્સિન અંગે વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરશે.

મધ્યપ્રદેશમાં 31 માર્ચ સુધી 8માં ધોરણ સુધીની શાળા બંધ રહેશે
સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતાં મધ્યપ્રદેશ સરકારે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે કોવિડને કારણે રાજ્યમાં પહેલા ધોરણથી 8માં ધોરણ સુધીના ક્લાસ 31 માર્ચ સુધી બંધ રહેશે, સાથે જ 5માં અને 8માં ધોરણની બોર્ડની પરીક્ષા પણ નહીં યોજાય.

આગામી એકેડમિક સેશનનો 1લી એપ્રિલ 2021થી પ્રારંભ થશે. પહેલાથી 8માં ધોરણ સુધી પ્રોજેક્ટ વર્કના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. ધોરણ 10મા તથા 12માની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. તેમના ક્લાસ ટૂંક સમયમાં શરૂ કરાશે. ક્લાસમાં કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. ક્લાસ 9 તથા 11માંના વિદ્યાર્થીઓને સપ્તાહમાં એક અથવા બે દિવસ શાળામાં બોલાવાશે.

કોરોનાં અપડેટ્સ

  • હરિયાણાના મંત્રી અનિલ વિજ શનિવારે કોરોના પોઝિટિવ થયા હતા. 20 નવેમ્બરે અંબાલાની એક હોસ્પિટલમાં તેમને ત્રીજા તબક્કાની ટ્રાયલ હેઠળ કો-વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમણે પોતે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી. તેમણે સંપર્કમાં આવેલા લોકોને ઝડપથી કોરોના ટેસ્ટ કરાવવાની માગ કરી.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક કરી હતી, જેમાં હેલ્થ મિનિસ્ટ્રીએ જે પ્રેઝેન્ટેશન આપી એમાં કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા 1 કરોડ હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે, જેમાં સરકારી જ નહીં, પણ પ્રાઈવેટ સેક્ટરના વર્કર પણ સામેલ થશે. ત્યાર પછી લગભગ 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. ફ્રન્ટલાઈન વર્કર્સમાં પોલીસકર્મી, સેનાના જવાન અને મ્યુનિસિપલ વર્કર્સ જેવા લોકો જોડાશે.
  • દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે રાજધાનીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 4.78% થઈ ગયો છે. હવે દિલ્હીમાં 12,000થી વધુ બેડ અને 2,013 ICU બેડ ખાલી છે.
  • દિલ્હી સરકારે કોરોનાની વેક્સિન મળતાંની સાથે જ લગાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના હેઠળ તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમના હેલ્થ કેર વર્કર્સનો ડેટાબેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. સરકારે એક પબ્લિક નોટિસ જાહેર કરી છે. હેલ્થ વર્કર્સનો ડેટા દિલ્હી સ્ટેટ હેલ્થ મિશનની વેબસાઈટ પર આપવામાં આવેલી લિંક દ્વારા અપલોડ કરવાનો છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

રાજધાની દિલ્હીમાં દરરોજ થતા ટેસ્ટિંગનો આંકડો વધારીને 85 હજાર કરી દેવાયો છે. શુક્રવારે 4067 લોકો સંક્રમિત થયા હતા. 4862 લોકો રિકવર થયા અને 73 લોકોનાં મોત થયાં. રાજધાનીમાં અત્યારસુધીમાં 5 લાખ 86 હજાર 125 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 28 હજાર 252 દર્દીની સારવાર ચાલી રહી છે. 5 લાખ 48 હજાર 376 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 9497 થઈ ગઈ છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં શુક્રવારે 1324 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 1556 લોકો રિકવર થયા અને 14 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 11 હજાર 698 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 13 હજાર 641 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 94 હજાર 743 લોકો સાજા થઈ ચૂક્યા છે.

3. ગુજરાત
રાજ્યમાં શુક્રવારે 1510 લોકો સંક્રમિત થયા છે. 1627 લોકો રિકવર થયા છે અને 18 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 15 હજાર 819 લોકોને સંક્રમણ થયું છે. એમાંથી 14,678 દર્દીની સારવાર ચાલી રહી છે. 1 લાખ 97 હજાર 92 લોકો સાજા થયા છે. સંક્રમણમાં જીવ ગુમાવનારાની સંખ્યા હવે 4049 થઈ ગઈ છે.

4. રાજસ્થાન
રાજ્યમાં શુક્રવારે 1934 લોકો સંક્રમિત થયા છે. 3141 લોકો રિકવર થયા છે અને 19 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 76 હજાર 420 લોકોને સંક્રમણ થયું છે. એમાં 24,318 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 2 લાખ 49 હજાર 713 લોકો સાજા થયા છે. સંક્રમણમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 2389 થઈ ગઈ છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં શુક્રવારે 5229 લોકોને સંક્રમણ થયા છે. 6776 લોકો રિકવર થયા છે અને 127 લોકોનાં મોત થયા છે. અત્યારસુધીમાં 18 લાખ 42 હજાર 587 કેસ નોંધાયા છે. એમાં 83,859 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 17 લાખ 10 હજાર 50 લોકો સાજા થઈ ગયા છે. સંક્રમણમાં જીવ ગુમાવનારા લોકોની અત્યારસુધીની સંખ્યા 47,599 થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો