તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:કેન્દ્રએ રાજ્યોને કહ્યું- ન્યૂયર પાર્ટી પર નજર રાખો, જરૂર પડે તો નાઈટ કર્ફ્યૂ લગાવો; વેક્સિનેશન ડ્રાઈવની તૈયારી કરી લો

નવી દિલ્હી2 મહિનો પહેલા
ફોટો મુંબઈનો છે, જ્યાં ન્યૂયર દરમિયાન લોકોને જાગરૂત કરવા માટે કોરોનાનું પૂતળું તૈયાર કરાયું છે. - Divya Bhaskar
ફોટો મુંબઈનો છે, જ્યાં ન્યૂયર દરમિયાન લોકોને જાગરૂત કરવા માટે કોરોનાનું પૂતળું તૈયાર કરાયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને પત્ર લખીને ન્યૂયર સેલિબ્રેશન પર નજર રાખવા માટે કહ્યું છે. ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાના નવા કેસ અને એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. તેથી સાવધાનીની વધુ જરૂરિયાત છે. મંત્રાલયે કહ્યું કે જો જરૂરી લાગશે તો લોકલ સ્તરે એડમિનિસ્ટ્રેશન નાઈટ કર્ફ્યૂ જેવા પ્રતિબંધ લગાવી શકે છે. આ ઉપરાંત વેક્સિનેશન માટે પણ તૈયારી રાખવાનું કહ્યું છે.

મંત્રાલય વધુમાં શું કહ્યું?

 • કોવિડ-19 દર્દીઓને સર્વિલાંસ માટે લાગુ કરેલી ગાઈડલાઈનની અવધિ 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દેવામાં આવી છે.
 • કન્ટેનમેન્ટ ઝોનમાં સાવધાની રાખવામાં આવે કે જેથી સંક્રમણને ફેલાવતા રોકી શકાય. કોરોનાના નવા સ્ટ્રેનને પણ આવવાથી રોકવા માટે સર્વિલાંસ જરૂરી છે.
 • NEGVACએ વેક્સિનેશન માટે પ્રિયોરિટાઈઝેશન તૈયાર કર્યા છે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, 50 વર્ષની ઉપરના અને 50 વર્ષથી નાના લોકો જેમના પર કોરોનાનો વધુ ખતરો છે તેમને પહેલાં વેક્સિન આપવામાં આવશ.ે
 • એવા લોકોના ડેટા ફાઈનલ કરીને અપલોડ કરો.
 • વેક્સિનના સ્ટોરેજ, ટ્રાંસપોર્ટેશન, સિક્યોરિટી સહિત અન્ય વ્યવસ્થા પૂરી કરી લો.
 • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરાવો.

કોરોના વેક્સિન કોવીશીલ્ડ તૈયાર કરનાર સીરમ ઈન્સ્ટિટ્યુટના CEO અદાર પુનાવાલાએ કહ્યું છે કે કંપનીએ અત્યારે કોવીશીલ્ડના 4-5 કરોડ ડોઝ સ્ટોકમાં રાખ્યો છે. ઈમર્જન્સી યુઝ માટે આગામી કેટલાક દિવસોમાં મંજૂરી મળી શકે છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે કે તે કેટલા ડોઝ વધુ જલ્દીથી લેશે. અમારી કંપની જુલાઈ 2021 સુધીમાં 30 કરોડ ડોઝ તૈયાર કરી લેશે.

શુ કહ્યું પૂનાવાલાએ?

 • ભારત કોવેક્સ (COVAX)નો હિસ્સો છે. અમે જે પણ તૈયાર કરશું તેના 50 ટકા હિસ્સો ભારત માટે રહેશે.
 • ભારતની વસ્તી ઘણી છે. આ માટે મને લાગે છે કે અત્યાર સુધી અમે જે 5 કરોડ ડોઝ તૈયાર કર્યા છે તે સૌથી પહેલા ભારતના લોકોને લગાવવામાં આવશે.
 • વર્ષ 2021ની શરૂઆતના 6 મહિના વેક્સીનની શોર્ટેજ રહેશે. તેમા કોઈ પણ મદદ કરી શકતા નથી. પણ ત્યારબાદ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી વેક્સિન સપ્લાય યોગ્ય થઈ જશે.

ટેસ્ટિંગમાં 3 લાખ ટેસ્ટીંગ ઓછા થયા
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ઘટી છે, પણ સરકારે ટેસ્ટિંગ પણ ઘટાડ્યા છે.છેલ્લા એક સપ્તાહથી દેશમા ં10 લાખથી ઓછા લોકોની તપાસ થઈ છે. રવિવારે ફક્ત 7 લાખ 15 હજાર 397 લોકોની જ તપાસ થઈ હતી. તે 27 સપ્ટેમ્બર બાદ સૌથી ઓછો આંકડો છે. 27 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં 7 લાખ 93 હજાર 94 દર્દીના ટેસ્ટ થયા હતા.

અત્યાર સુધી ફક્ત 12.17 ટકા વસ્તીની જ તપાસ થઈ
138 કરોડ વસ્તીમાં અત્યાર સુધીમાં 12.17 ટકા એટલે કે 16.89 કરોડ લોકોની તપાસ થઈ છે. પ્રત્યેક 10 લાખની વસ્તીમાં 1.21 લાખ લોકોની તપાસ થઈ રહી છે. અમેરિકામાં આટલી વસ્તીમાં 7.43 લાખ અને બ્રાઝીલમાં 1.34 લાખ લોકોની તપાસ થઈ રહી છે.

દેશમાં કોરોના વાઈરસ માટે વેક્સિનેશનની તૈયારીઓની આજથી સમીક્ષા કરવાનું શરૂ કરી દેવાયું છે. જેના હેઠળ પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં બે દિવસ ડ્રાઈન રન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. ડ્રાઈ રનમાં જો કોઈ ખામી જોવા મળશે તો તેને તાત્કાલિક દૂર કરાશે. ડ્રાઈ રનમાં વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને ભીડ કંટ્રોલ કરવાની વ્યવસ્થાની પણ સમીક્ષા કરાશે. બીજા શબ્દોમાં કહીએ તો આ વેક્સિનેશનની મોક ડ્રીલ છે.

દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની ગતિ ઘણી સારી ચાલી રહી છે. દેશભરમાં આ એવરેજ 98.8% થઈ ગઈ છે, એટલે કે દર 100માંથી 96 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 25 રાજ્યમાં તો આનાથી પણ સારી સ્થિતિ છે, જેમાંથી ટોપ-5માં અરુણાચલ પ્રદેશ(98.9%),આંધ્રપ્રદેશ(98.8%), દાદરા તથા નગરહવેલી(98.8%), ઓડિશા(98.6%)અને ત્રિપુરા(98.3%)સામેલ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મણિપુર, પંજાબ, ગુજરાત, મણિપુર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને સિક્કિમમાં રિકવરી રેટ 95.8%થી ઓછો છે.

દેશમાં રવિવારે 20 હજાર 333 નવા સંક્રમિતોની ઓળખ થઈ, 21 હજાર 97 દર્દી સાજા થયા અને 281 લોકોનાં મોત થયાં. આ સાથે જ એક્ટિવ કેસમાં 1056નો ઘટાડો થયો. હવે કુલ 2.76 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 97.81 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.47 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

કોરોનાં અપડેટ્સ

 • બ્રિટનથી આવનારા લોકોના પોઝિટિવ મળવાનો સિલસિલો યથાવત્ છે. રવિવારે આંધ્રપ્રદેશમાં ચાર કોરોના પોઝિટિવ નોંધાયા. અહીં અત્યારસુધીમાં બ્રિટનથી પાછા આવેલા 1216માંથી 6 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. તેમનાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. આ રીતે તેલંગાણામાં પણ બે લોકો પોઝિટિવ મળ્યા છે. અહીં અત્યારસુધીમાં 20 દર્દી નોંધાઈ ચૂક્યા છે.
 • અમદાવાદના સિટી હોસ્પિટલમાં રવિવારે 750 વોલન્ટિયર્સને ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. અહીં વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.
 • મધ્યપ્રદેશમાં સોમવારે ત્રણ દિવસનું વિધાનસભા સત્ર શરૂ થવાનું હતું, પણ એક દિવસ પહેલાં જ પાંચ ધારાસભ્ય અને મંત્રાલયના 61 અધિકારી-કર્મચારી કોરોના સંક્રમિત નોંધાયા. આ જ કારણે સત્રને સ્થગિત કરી દેવાયું છે.
 • કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રવિવારે કહ્યું હતું કે તેમણે પહેલા ગો કોરોના ગોનો નારો આપ્યો હતો અને હવે કોરોના જઈ રહ્યો છે. હવે કોરોનાના નવા સ્ટ્રેન માટે નો કોરોના નોનો નારો આપી રહ્યો છું.
 • મહારાષ્ટ્ર નગર નિગમે બ્રિટન, યુરોપ, મિડલ ઈસ્ટ અને સાઉથ આફ્રિકાથી આવનારા લોકો માટે ક્વોરન્ટીન ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે. વિદેશથી આવ્યાના 7મા દિવસે યાત્રીનો ટેસ્ટ થશે, ત્યાં સુધી તેને ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. ત્યાર પછી જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ઘરે જવાની મંજૂરી હશે, પણ પછી 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

અહીં રવિવારે 757 નવા સંક્રમિત નોંધાયા. 939 દર્દી સાજા થયા અને 16 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 6.22 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 6.05 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 453 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કુલ 6713 દર્દીની સારવાર ચાલી રહી છે.

2.મધ્યપ્રદેશ
અહીં રવિવારે 946 નવા સંક્રમિત નોંધાયા. 1160 દર્દી સાજા થયા અને 18 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2.38 લાખ સંક્રમિત નોંધાયા છે, જેમાંથી 2.24 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3563 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હાલ 10 હજાર 97 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં રવિવારે 850 સંક્રમિતોની ઓળખ થઈ. 920 દર્દી સાજા થયા અને સાત લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2.41 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.27 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 4282 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 335 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં શનિવારે 843 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 1168 લોકો સાજા થયા અને છ લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 3.05 લાખ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 2.91 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 2670 સંક્રમિતોનાં મોત થયાં, જ્યારે 11 હજાર 157ની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં શનિવારે 3314 નવા સંક્રમિત નોંધાયા. 2124 દર્દી સાજા થયા અને 66 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 19.16 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 18.09 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 59 હજાર 214 દર્દીની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો