તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:મધ્યપ્રદેશમાં 5 ધારાસભ્યો અને સચિવાલયના 61 કર્મચારીઓ સંક્રમિત, વિધાનસભા સત્ર સ્થગિત કરાયું

નવી દિલ્હી2 મહિનો પહેલા

મધ્યપ્રદેશમાં સોમવારે શરૂ થનાર 3 દિવસના વિધાનસભા સત્રને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એક દિવસ પહેલા 5 ધારાસભ્યો અને સચિવાલયના 61 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તેના કારણે સત્રને સ્થગિત કરાયું છે. આ તમામ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.

સતત બીજા દિવસે 300થી ઓછા મોત; ડેથ રેટ 1.44% થયો
આપણા સૌ માટે રાહતના સમાચાર છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી થતા મોતની સંખ્યા 300થી ઓછી રહી છે. 25 ડિસેમ્બરે દેશમાં 251 લોકોના મોત થયા હતા. જેના બીજા દિવસે 26 ડિસેમ્બરે 280 મોત થયા હતા. 9 જૂન પછી પહેલી વખત આવા રાહત આપનારા આંકડા સામે આવ્યા છે. 9 જૂને દેશમાં 272 લોકોના મોત થયા હતા. ત્યારપછીથી આ આંકડો સતત વધતો જઈ રહ્યો છે.

આ સાથે ડેથ રેટમાં પણ 0.4%નો ઘટાડો નોંધાયો છે. હવે તે 1.44% થઈ ગયો છે. દુનિયાના ટોપ-5 સંક્રમિત દેશોની તુલનામાં ભારતનો ડેથ રેટ સૌથી ઓછો છે. એટલે કે સંક્રમણને ધ્યાનમાં રાખતા આપણા અહીં ઓછા મોત થઈ રહ્યાં છે. હાલના સમયમાં સૌથી વધુ બ્રાઝિલમાં 2.55%, ફ્રાન્સમાં 2.45% લોકોના મોત થઈ ચૂક્યાં છે. રશિયાનો ડેથ રેટ 1.79% અને અમેરિકાનો 1.44% છે.

દેશમાં કોરોનાના દર્દી ફક્ત સાજા જ નથી થઈ રહ્યાં, પણ હવે નવા કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે માત્ર 18 હજાર 575 નવા દર્દી નોંધાયા. 21 હજાર 466 સાજા થઈ ગયા, જ્યારે 280 લોકોના મોત થઈ ગયા. એક્ટિવ કેસમાં 3181નો ઘટાડો થયો. એક્ટિવ કેસનો અર્થ જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ડિસેમ્બરમાં ત્રીજી વખત છે, જ્યારે નવા કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા 16 ડિસેમ્બરે 18 હજાર 172 દર્દી મળ્યા, 21 ડિસેમ્બરે 19 હજાર 147 અને 26 ડિસેમ્બરે 18 હજાર 575 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો. આ પહેલા 1લી જુલાઈએ 19 હજાર 430 કેસ નોંધાયા હતા. પછી 15 ડિસેમ્બર સુધી એક વાર પણ આ આંકડો 20 હજારથી ઓછો નથી થયો.

દેશમાં અત્યાર સુધી 1.01 કરોડ કેસ નોંધાઈ ચૂક્યાં છે. 97.60 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. જ્યારે 1.47 લાખ લોકોના મોત થઈ ચૂક્યાં છે. હવે આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

એક્ટિવ કેસના મામલામાં 10માં નંબર પર
એક્ટિવ દર્દીઓના કેસમાં ભારત હવે દુનિયાનો 10મો દેશ બની ગયો છે. અહીં હવે 2.80 લાખ એક્ટિવ દર્દી છે. આ કેસમાં અમેરિકા પહેલા નંબરે છે. અહીં સૌથી વધુ 76 લાખ એક્ટિવ કેસ છે.

કોરોના અપડેટ્સ

  • કોરોના વેક્સિનના આવવાના એંધાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શનિવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષે યોજાનારી CBSE બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલ 31 ડિસેમ્બરે જાહેર કરી દેવાશે.
  • બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને અટકાવવા માટે શનિવારે કોવિડ-19 પર બનાવાયેલી નેશનલ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ. જેમાં સ્વાસ્થ્ય વિભાગ નીતિ આયોગ અને ICMRના નિષ્ણાત સામેલ થયા. તમામે કોરોનાના નવા સ્ટ્રેન પ્રમાણે દેશમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને સર્વિલાન્સ અંગે વાતચીત કરી.
  • તેલંગાણા અને ઈન્દોરમાં બ્રિટનથી આવતા 2-2 યાત્રિ કોરોના સંક્રમિત થયા છે.
  • પશ્વિમ બંગાળમાં 10માંની બોર્ડની પરીક્ષા 1થી 10 જૂન સુધી યોજાશે. એજ્યુકેશન બોર્ડ તેના માટે નોટિફીકેશન જાહેર કરી દીધું છે.
  • 26 જાન્યુઆરી અને આર્મી ડેની પરેડમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચેલા સેનાના 150 જવાન સંક્રમિત થયા છે. દેશભરમાંથી લગભગ 2000 જવાન રિહર્સલ કરવા દિલ્હી પહોંચ્યા હતા.

5 રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

અહીં શનિવારે 655 લોકો કોરોના પોઝિટીવ થયા. 988 લોકો સાજા થયા અને 23 લોકોના મોત થયા. અત્યાર સુધી 6 લાખ 22 હજાર 94 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 6 લાખ 4 હજાર 746 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 6911ની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 10 હજાર 437 થઈ ગઈ છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં શનિવારે 1006 લોકો કોરોના સંક્રમિત થયા છે. 1129 સાજા થયા અને નવ લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2.37 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2.23 લાખ સાજા થઈ ચૂક્યા છે. 3545 લોકોના મોત થયા છે, 10 હજાર 329ની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
અહીં શનિવારે 890 સંક્રમિત થયા હતા. 1002 લોકો સાજા થયા અને સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2.40 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2.26 લાખ લોકો સાજા થઈ ચૂક્યાં છે. 4275 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 412 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં શનિવારે 785 લોકો કોરોના સંક્રમિત થયા છે. 990 લોકો સાજા થયા અને સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધી 3.4 લાખ કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાંથી 2.90 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 2664 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 11 હજાર 488 લોકોની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં શનિવારે 2854 નવા સંક્રમિત નોંધાયા. 1526 દર્દી સાજા થયા અને 60 લોકોના મોત થયા. અત્યાર સુધી 19.16 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે.જેમાંથી 18.07 લાખ દર્દી સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 58 હજાર 91 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો