તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે વેક્સિનેસન અને કોવિડ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં અધિકારીઓની સાથે રિવ્યૂ મીટિંગ કરી. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હાજર હતા. આ દરમિયાન શાહે કોરોનાના વધતા કેસને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવાની સુચના આપી.
તો, મહારાષ્ટ્રના બુલઢાણામાં કોરોનાના વધતા કેસના કારણે પ્રતિબંધો વધારવામાં આવ્યા છે. જિલ્લામાં આવતા બુલઢાણા શહેર, ચિકહલી, ખામગાંવ, દેઉલગાંવ રાજા અને મલ્કાપુરમાં પ્રતિબંધોનું કડકપણે પાલન કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. DM એસ રામમૂર્તિએ જણાવ્યું કે આ દરમિયાન જરૂરી સામાનની ખરીદી માટે સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી જ લોકોને બહાર નીકળવાની મંજૂરી હશે. સંક્રમિતોને હોમ આઈસોલેશનની પણ મંજૂરી આપવામાં નથી આવી.
બુલઢાણામાં 13 ફેબ્રુઆરી પછીથી એક્ટિવ કેસ સતત વધી રહ્યાં છે. ફેબ્રુઆરીની શરૂઆતના 12 દિવસમાં અહીં કોરોનાના 88 કેસ મળ્યા હતા. જે બાદ 13થી 21 ફેબ્રુઆરી વચ્ચે 148 નવા કેસ આવ્યા. આના કારણે જ પ્રશાસને આવો નિર્ણય કર્યો છે.
કર્ણાટકમાં મેરેજ હોલમાં માર્શલ તહેનાત રહેશે
કર્ણાટકમાં મેરેજ હોલમાં ભીડ પર નજર રાખવા માટે માર્શલ તહેનાત હશે. રાજ્યના હેલ્થ મિનિસ્ટર ડો. કે સુધાકરે જણાવ્યું કે, મેરેજ હોલમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે. ફેસ માસ્ક ફરજીયાત રહેશે અને 500થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.
પંજાબમાં વેક્સિન ન લગાડનાર હેલ્થ વર્કર્સનો ઈલાજ નહીં થાય
પંજાબ સરકારે કોરોના વેક્સિન ન લગાવનાર હેલ્થ કેર વર્કર્સને ચેતવણી આપી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સંધુએ કહ્યું કે, ઘણા હેલ્થ કેર વર્કર્સ વારં વાર તક મળતી હોવા છતા વેક્સિન નથી લઈ રહ્યાં. જો આવા લોકોને પછીથી કોરોના થાય તો તેના માટે તે પોતે જવાબદાર હશે. તેમને કોરોના થાય તો જાતે સારવારનો ખર્ચ ઉઠાવવો પડશે. તે લોકો ક્વોરન્ટિન/આઈસોલેશન લીવ પણ નહીં લઈ શકે.
તો આ તરફ મુંબઈમાં સખતાઈ શરૂ થઈ ગઈ છે. સોમવારે BMCએ શહેરના ઘણા રેસ્ટોરન્ટ અને પબ સંચાલકો વિરુદ્ધ FIR નોંધાવી છે. આ તમામ પર કોવિડ-19 પ્રોટોકોલના ઉલ્લંઘનનો આરોપ છે. BMCએ કહ્યું કે, આ પબ અને રેસ્ટોરન્ટ્સમાં મોડી રાત સુધી પાર્ટી થતી રહી. લોકોએ ફેસ માસ્ક પણ નહોતા પહેર્યા અને સોશિયલ ડિસટન્સિંગ પણ નહોતું.
આ 91 જિલ્લામાં કોરોનાએ ફરી વેગ પકડ્યો
દેશમાં કોરોના વાઈરસે ફરીથી જોર પકડ્યું છે. 91 જિલ્લામાં દર્દી મળવાની ગતિ વધી રહી છે, જેમાં 34 જિલ્લા મહારાષ્ટ્રના જ છે. આ ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4, જ્યારે કેરળના બે જિલ્લા સામેલ છે. અહીં છેલ્લા અમુક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા સાજા થનારા દર્દીઓ કરતાં વધુ છે.
એક દિવસમાં 4,412 એક્ટિવ કેસ વધ્યા
રવિવારે દેશમાં 13,979 નવા દર્દી નોંધાયા. 9,476 સાજા થયા, જ્યારે 79 લોકોનાં મોત થઈ ગયાં. 4,412 એક્ટિવ કેસ વધ્યા, જે 87 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 25 નવેમ્બરે 7,234 એક્ટિવ કેસ વધ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.
વેક્સિનેશનમાં તેજી લાવવાનો આદેશ
કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને વેક્સિનેશનમાં તેજી લાવવા માટે કહ્યું છે. હાલ ઘણાં રાજ્યોમાં સપ્તાહમાં બે દિવસ જ વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલ ફ્રન્ટલાઈન અને હેલ્થકેરવર્કર્સને જ વેક્સિન લગાવવામાં આવી રહી છે. માર્ચથી 50 વર્ષથી વધુ ઉંમરના તમામ અને 50થી ઓછી ઉંમરના એવા નાગરિકોને પણ વેક્સિન લગાવાશે જેમને અન્ય બીમારીઓ પણ છે. કેન્દ્રએ આના માટે પણ તૈયાર રહેવા માટે કહ્યું છે.
કોરોનાં અપડેટ્સ
6 રાજ્યની સ્થિતિ
1. મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 6,971 લોકો કોરોના સંક્રમિત થયા છે. 2,417 દર્દી સાજા થયા અને 35 લોકોના મોત થયા છે. અત્યારસુધીમાં 21 લાખ 884 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 19 લાખ 94 હજાર 997 લોકો સાજા થઈ ચૂક્યા છે. 51 હજાર 788એ આ મહામારીથી જીવ ગુમાવ્યો છે. 52 હજાર 956 દર્દીની સારવાર હાલ ચાલી રહી છે.
2. કેરળ
રાજ્યમાં રવિવારે 4,070 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 4,345 દર્દી સાજા થયા અને 15 સંક્રમિતોનાં મોત થયાં છે. અહીં અત્યારસુધીમાં 10 લાખ 34 હજાર 658 લોકો સંક્રમિત થયાં છે, જેમાંથી 9 લાખ 71 હજાર 975 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 4,090 લોકોનાં મોત થયાં છે, જ્યારે 58,316ની સારવાર ચાલી રહી છે.
3. મધ્યપ્રદેશ
અહીં રવિવારે 299 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 238 દર્દી સાજા થયા અને ચાર લોકોનાં મોત થયા છે. અત્યારસુધીમાં 2 લાખ 59 હજાર 427 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 2 લાખ 53 હજાર 522 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,854 દર્દીનાં મોત થયાં છે. 2,051 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.
4. ગુજરાત
અહીં રવિવારે 283 લોકો કોરોના સંક્રમિત થયા છે. 264 લોકો સાજા થયા અને એકનું મોત થયું છે. અત્યારસુધીમાં 2 લાખ 67 હજાર 104 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 2 લાખ 61 હજાર 9 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4405 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 1,690 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.
5. રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 82 લોકો કોરોના સંક્રમિત થયા છે. 137 લોકો સાજા થયા. અત્યારસુધીમાં 3 લાક 19 હજાર 543 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 3 લાખ 15 હજાર 513 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,785 દર્દીનાં મોત થયાં છે. 1,245 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.
6. દિલ્હી
અહીં રવિવારે 145 નવા દર્દી નોંધાયા છે અને 97 સાજા થયા છે. બે લોકોનાં મોત પણ થયાં છે. અહીં અત્યારસુધીમાં 6 લાખ 37 હજાર 900 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 6 લાખ 25 હજાર 929 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 900 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 1071ની સારવાર ચાલી રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.