તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને સોમવારે કોરોના વેક્સિનેશનને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 50 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માર્ચથી વેક્સિન અપાવવાનું શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સાત દિવસમાં 188 જિલ્લામાં કોરોનાનો એક કેસ મળી આવ્યો નથી.
ડો. હર્ષવર્ધને કહ્યું કે લોકોએ હાલ કોરોનાના દરેક નિયમનું પાલન કરવું જરૂરી છે, તે મહત્વનું છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે વાસ્તવિક વેક્સિનની સાથે સાથે સામાજિક વેક્સિનની પણ કાળજી લેવી. તેમણે કહ્યું કે દેશમાં આજે બે વેક્સિન ઉપલબ્ધ થઈ ગઇ છે. 80 થી 85 લાખ આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટ લાઇન વર્કરોને વેક્સિન આપવામાં આવી છે. વધુમાં તેમણે સરકારની સિદ્ધિનું વર્ણન કરતાં જણાવ્યુ હતું કે આપણે 20-25 દેશોને વેક્સિન આપવાની સ્થિતિમાં આવી ગયા છીએ.
દેશમાં 18 થી 20 કંપનીઓ દ્વારા વેક્સિન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું
આરોગ્યમંત્રીએ કહ્યું કે હાલમાં દેશમાં જુદા જુદા સ્તરે 18 થી 20 કંપનીઓ દ્વારા વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જે હાલમાં ટ્રાયલના વિવિધ તબક્કાઓમાં છે. તેમાંથી કેટલીક વેક્સિન આવતા કેટલાક મહિનામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જો આરોગ્ય સેવાનું સપનું બધા માટે શક્ય હોય તો તે ભારત છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિની સાથે મળીને આપણે દેશમાં આરોગ્યનું મોટું નેટવર્ક બનાવી શકીએ છીએ.
વિશ્વનો સૌથી ઓછો મૃત્યુ દર 1.43 ટકા ભારતમાં છે
ડો.હર્ષવર્ધને કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1,09,16,589 લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે. આ લોકોમાંથી 1,06,21,220 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 97.29 ટકા રિકવરી રેટ છે. વિશ્વનો સૌથી ઓછો મૃત્યુ દર 1.43 ટકા ભારતમાં છે.
બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાંથી 28 અને એક નર્સિંગ કોલેજમાથી 40 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાં ટેસ્ટિંગ દરમિયાન એક સાથે 28 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત બેંગ્લોરમાં જ એક ખાનગી નર્સિંગ કોલેજમાં 40 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ મળી આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. બીબીએમ કમિશનર મંજુનાથ પ્રસાદે કહ્યું કે, શનિવાર અને રવિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મળી આવેલા પોઝિટિવ તમામ લોકોને હોમ ક્વોરેંટાઈન કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એપાર્ટમેન્ટમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ એપાર્ટમેન્ટને સેનિટાઈઝ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓ મળવાની ગતિમાં અચાનક વધારો થયો છે. બે દિવસની અંદર જ 5 ગણી ઝડપે દર્દી વધવા લાગ્યા છે. 11 ફેબ્રુઆરીએ રાજ્યમાં 562 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 13 ફેબ્રુઆરીએ આ આંકડો વધીને 3670 અને 14 ફેબ્રુઆરીએ 4092એ પહોંચી ગયો હતો. રવિવારે 40 મોત પણ થયા હતા.
મહારાષ્ટ્રમાં અચાનક વધી રહેલા દર્દીઓની સંખ્યાની અસર દેશના આંકડા પર પણ પડી છે.દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા ફરી એકવાર ચિંતામાં વધારો કરી રહ્યા છે. રવિવારે 11,431 નવા દર્દી નોંધાયા, 9,267 સાજા થયા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે સાજા થનારા કરતાં નવા સંક્રમિતોનો આંકડો વધુ રહ્યો. છેલ્લા 24 કલાકમાં 87 સંક્રમિતનાં મોત થયાં, જ્યારે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 2,073નો વધારો થયો છે. 26 નવેમ્બર પછી એક્ટિવ કેસમાં આ સૌથી મોટો વધારો છે, ત્યારે 2927 એક્ટિવ કેસ વધ્યા હતા.
દેશમાં અત્યારસુધીમાં 1.09 કરોડ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 1.06 કરોડ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.55 લાખ લોકોનાં મોત થયાં છે. હાલ 1.36 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.
7 રાજ્યમાં આજે વેક્સિનેશન નહીં
કેન્દ્ર સરકારે આ સપ્તાહ માટે વેક્સિનેશનનો ચાર્ટ જાહેર કર્યો છે, જે પ્રમાણે આજે એટલે કે સોમવારે 15 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ચંદીગઢ, દાદરા નગર હવેલી, ગોવા અને ગુજરાતમાં વેક્સિનેશન નહીં હોય.
કોરોનાં અપડેટ્સ
પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી
રાજધાનીમાં રવિવારે 150 લોકો સંક્રમિત થયા. 158 લોકો રિકવર થયા અને બે લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 6 લાખ 36 હજાર 946 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 6 લાખ 25 હજાર 24 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 891 દર્દીનાં મોત થયાં છે. હાલ 1031 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.
2. મધ્યપ્રદેશ
રાજ્યમાં રવિવારે 223 લોકો કોરોના સંક્રમિત થયા છે. 205 લોકો રિકવર થયા અને 5 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 57 હજાર 646 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 2 લાખ 51 હજાર 970 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3834 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. હાલ 1,842 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
3. ગુજરાત
રાજ્યમાં રવિવારે 247 લોકો કોરોના સંક્રમિત થયા છે. 270 લોકો રિકવર થયા અને એકનું મોત થઈ ગયું. અત્યારસુધીમાં 2 લાખ 65 હજાર 244 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 2 લાખ 59 હજાર 104 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,401 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. હાલ 1739 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.
4. રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 103 લોકો કોરોના સંક્રમિત થયા છે. 103 લોકો જ રિકવર થયા. સારી વાત તો એ છે કે આ દરમિયાન કોઈનું મોત નથી થયું. અત્યારસુધીમાં 3 લાખ 18 હજાર 923 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 3 લાખ 14 હજાર 733 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2781 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. હાલ 1409 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.
5. મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 4,092 નવા કેસ નોંધાયા. 1,355 લોકો સાજા થયા અને 40 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 20 લાખ 64 હજાર 278 લોકો અહીં સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 19 લાખ 75 હજાર 603 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51 હજાર 529 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. 35 હજાર 965 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.