તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:3 મહિનાથી નથી વધી ટેસ્ટિંગની સંખ્યા, દરરોજ સરેરાશ 11 લાખ ટેસ્ટ થઈ રહ્યા છે; દિલ્હીમાં કેસ વધવા પાછળ આ કારણ જવાબદાર

નવી દિલ્હી4 મહિનો પહેલા
આ તસવીર દિલ્હીના વિજય ઘાટ સ્લમ એરિયાની છે. અહીં સ્થાનિક લોકો માટે કોવિડ ટેસ્ટિંગ કેમ્પ લગાવવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય કર્મચારી સેમ્પલ મેળવી રહ્યા છે - Divya Bhaskar
આ તસવીર દિલ્હીના વિજય ઘાટ સ્લમ એરિયાની છે. અહીં સ્થાનિક લોકો માટે કોવિડ ટેસ્ટિંગ કેમ્પ લગાવવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય કર્મચારી સેમ્પલ મેળવી રહ્યા છે

છેલ્લા 3 મહિનાથી દેશમાં દરરોજ સરેરાશ 11 લાખ લોકોનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે.એટલે કે ટેસ્ટિંગની સંખ્યા વધવાને બદલે સ્થિર થઈ ગઈ છે. તેને પગલે સંક્રમણ ફેલાવાનું જોખમ પણ વધી ગયુ છે. આ બાબત કેન્દ્ર સરકાર પણ માને છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ કારણ આપ્યું હતું.
મંત્રાલયે કહ્યું હતુ કે ટેસ્ટિંગ સ્થિર થવાથી કેસ વધ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આશરે 20 દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે દિલ્હીમાં કેસ વધવાનું કારણ ટેસ્ટિંગની સંખ્યા સ્થિર થવાનું છે. જૂન મહિનામાં સરેરાશ 50-57 હજાર ટેસ્ટ દિલ્હીમાં થતા હતા. ત્યારબાદ ટેસ્ટિંગ દર વધવાને બદલે સ્થિર થઈ ગયો. દરમિયાન મોટી સંખ્યામાં લોકો ટ્રેસ થઈ શકતા નથી અને કોરોના ફેલાતો રહ્યો છે.

તે સમયે મંત્રાલયે દિલ્હી સરકારને ટેસ્ટિંગ વધારવા કહ્યું હતું. નક્કી થયુ હતું કે રાજધાનીમાં હવે દરરોજ 1 લાખથી 1.20 લાખ ટેસ્ટ થશે.તેની હવે અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં છેલ્લા 2 દિવસમાં સરેરાશ 80 હજાર લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. જોકે સમગ્ર દેશમા ટેસ્ટિંગ સંખ્યા સ્થિર છે. એકંદરે આંકડાકીય માહિતી તો આ દિશામાં સ્પષ્ટ સંકેત આપે છે.

એક્ટિવ કેસ 4 લાખથી ઓછા થઈ શકે છે
દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી પણ ઓછી થઈ શકે છે. જે છેલ્લા 138 દિવસમાં સૌથી ઓછા હશે. હાલ 4 લાખ 2 હજાર 4 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ પહેલા 20 જુલાઈના રોજ દેશમાં 4 લાખ એક હજાર 709 એક્ટિવ કેસ હતા.

સાથે જ ગત સપ્તાહે લગભગ 3 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો છે.સાથે જ એક્ટિવ કેસમાં પણ 6,397નો ઘટાડો નોંધાયો છે. દેશમાં અત્યાર સુધી 96 લાખ 44 હજાર 529 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 90 લાખ 99 હજાર 946 લોકો સાજા થઈ ચુક્યા છે.સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 1 લાખ 40 હજાર 216 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

 • ઉત્તરપ્રદેશમાં 2 કરોડ ટેસ્ટ પુરા થઈ ગયા છે. દેશમાં આ પહેલું રાજ્ય છે જ્યાં 2 કરોડથી વધુ લોકોની તપાસ થઈ ચુકી છે. જેમાં 2.60% એટલે કે 5 લાખ 53 હજાર 12 લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત તો એ છે કે આ સંક્રમિતોમાં 5 લાખ 22 હજાર 867 લોકો સાજા થઈ ચુક્યા છે. 22 હજાર 245 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા 7900 થઈ ગઈ છે.
 • તો આ તરફ રાજધાની દિલ્હીમાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા ભયાનક છે. છેલ્લા એક મહિનામાં દરરોજ અહીંયા 50થી વધુ લોકોના મોત થયા છે. ઓક્ટોબરની તુલનામાં નવેમ્બરમાં કોરોનાથી થતા મોતમાં 135%નો વધારો નોંધાયો છે. આંકડા પર નજર કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં 899 લોકોના રાજધાનીમાં મોત થયા હતા. ઓક્ટોબરમાં આ આંકડો વધીને 1110 અને નવેમ્બરમાં 2612 થઈ ગયો હતો. સંક્રમણથી અત્યાર સુધી 9574 લોકોના મોત થયા છે.
 • રાજસ્થાન સરકારે મેરેજ હો, ગાર્ડનના માલિકોને આદેશ આપ્યો છે કે તે પોતાને ત્યાં આયોજનમાં નક્કી કરે કે 100થી વધુ લોકો ભેગા ન થઈ શકે. 100 લોકોના આવ્યા પછી એન્ટ્રી બંધ કરી દે.
 • મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે કોરોનાની સમીક્ષા બેઠક કરી. જેમાં ઈન્દોર અને ભોપાલમાં સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવી રહેલા કાર્યોની ચર્ચા થઈ. CM શિવરાજે કહ્યું કે, ઈન્દોર અને ભોપાલ કલેક્ટર્સ જિલ્લા સ્તરીય ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે ચર્ચા કરી લે. જો રાતે બજાર બંધ થવાનો સમય 8 વાગ્યાથી વધારીને 10 વાગ્યા કરવા અંગે સહમતિ બને છે, તો હવે બન્ને શહેરોમાં રાતે 10 વાગ્યે બજાર બંધ કરી દેવામાં આવે.
 • કોરોના વેક્સિનને દેશના અલગ અલગ ભાગમાં પહોંચાડવા માટે દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ પુરી રીતે તૈયાર છે. બન્ને એરપોર્ટ પર વેક્સિન માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. કાર્ગો સર્વિસેજ પણ વેક્સિન પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. વેક્સિનની જરૂર પ્રમાણે ટેમ્પરેચર પણ હશે. દિલ્હી એરપોર્ટથી દર વર્ષે 1.5 મેટ્રિક ટન કાર્ગો સપ્લાઈ કરવાની ક્ષમતા છે. કાર્ગો ફ્લાઈટમાં માઈનસ 20થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા ચેમ્બર બનાવવામાં આવ્યા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.દિલ્હી

રાજધાની દિલ્હીમાં શનિવારે 3419 લોકો સંક્રમિત નોંધાયા.4916 લોકો રિકવર થયા અને 77 લોકોના મોત થયા. અત્યાર સુધી 5 લાખ 89 હજાર 544 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 26 હજાર 678 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 5 લાખ 53 હજાર 292 લોકો અત્યાર સુધી સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 9574 થઈ ગઈ છે.

2. મધ્યપ્રદેશ

શનિવારે રાજ્યમાં 1352 લોકો સંક્રમિત થયા. 1449 લોકો રિકવર થયા અને 12 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 13 હજાર 50 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાંથી 13 હજાર 352 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 96 હજાર 191 લોકો સાજા થઈ ચુક્યા છે. 3326 લોકોના અત્યાર સુધી મોત થયા છે.

3. ગુજરાત

રાજ્યમાં શનિવારે 1514 લોકો સંક્રમિત થયા. 1535 લોકો રિકવર થયા અને 15 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 17 હજાર 333 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 14 હજાર 642 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 1 લાખ 98 હજાર 627 લોકો અત્યાર સુધી સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 4064 થઈ ગઈ છે.

4. રાજસ્થાન

રાજ્યમાં શનિવારે 2076 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 3198 લોકો રિકવર થાય અને 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 78 હજાર 496 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાંથી 23 હજાર 176 દર્દીઓની સારવાર ચાલી રહી છે,જ્યારે 2 લાખ 52 હજાર 911 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા 2409 થઈ ગઈ છે.

5. મહારાષ્ટ્ર

રાજ્યમાં શુક્રવારે 5229 લોકો સંક્રમિત નોંધાયા. 6776 લોકો રિકવર થયા અને 127 લોકોના મોત થયા. અત્યાર સુધી સંક્રમણના 18 લાખ 42 હજાર 587 કેસ નોંધાયા છે. જેમાં 83 હજાર 859 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 17 લાખ 10 હજાર 50 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 47 હજાર 599 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો