તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coronavirus Delta Variant Alert; UK Vaccine Expert On How Long Is The Infection Period For Covid

ત્રીજી લહેર મુદ્દે એક્સપર્ટની મોટી ચેતવણી:વેક્સિનથી બનેલી એન્ટિબોડી પણ ડેલ્ટા વેરિયન્ટની સામે નિષ્ફળ; સંક્રમણ ક્યારે રોકાશે તેની આગાહી કરવી મુશ્કેલ

એક મહિનો પહેલા

સૌથી ઝડપથી ફેલાતો કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ વધુ ખતરનાક બની રહ્યો છે. નિષ્ણાંતોનો દાવો છે કે વેક્સિનેશન પછી હર્ડ ઈમ્યુનિટી પણ આ વેરિયન્ટને રોકવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગે છે. સંક્રમણ કેટલો સમય ચાલશે તે કહેવું મુશ્કેલ છે.

ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપના વડા પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડે મંગળવારે બ્રિટનના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપની બેઠકમાં આ વાત કહી હતી. પોલાર્ડે કહ્યું કે મહામારી ઝડપથી તેના સ્વરૂપને બદલી રહી છે. ડેલ્ટા વેરિયન્ટ તાજેતરના સમયમાં સૌથી સંક્રમિત બની રહ્યો છે.

આપણી પાસે કશું જ એવું નથી કે જે સંક્રમણ ફેલાવતા રોકી શકે. તેથી જ મને લાગે છે આપણે એવી સ્થિતિમાં છીએ કે અત્યારે હર્ડ ઈમ્યુનિટી શક્ય નથી. મને શંકા છે કે વાઈરસ એવું નવું સ્વરૂપ પેદા કરશે કે જે વેક્સિનેટેડ લોકોને પણ સંક્રમિત કરવા સક્ષમ રહેશે.

જણાવીએ કે ડેલ્ટા વેરિયન્ટના કેસ સૌ પ્રથમ ભારતમાં મળી આવ્યા હતાં. ડેલ્ટા વેરિયન્ટ એ બીજી લહેરમાં ખતરનાક સંક્રમણ પછી જો ત્રીજી લહેર આવે તો તેનુ સૌથી મોટું કારણ ડેલ્ટા વેરિયન્ટ જ બનશે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ખૂબ ઝડપથી ફેલાય છે. તે વિશ્વના 150થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે.

જેણે વેક્સિન જ નથી લગાવી તેઓ ગમે ત્યારે સંક્રમિત થઈ શકે છે
પ્રોફેસર પોલાર્ડે સીધી ચેતવણી આપી હતી કે જેઓ હજી પણ વેક્સિન વિશે બેદરકારી દાખવે છે. પોલાર્ડે કહ્યું કે જેમણે હજી પણ વેક્સિન લીધી નથી તેઓએ ઝડપથી વેક્સિન લેવી જોઈએ. અન્યથા, તેઓ પોતે જાણતા નથી કે તેમને ક્યારે ચેપ લાગશે. પોલાર્ડે વેક્સિનેશન વિશે સીધું કહ્યું હતું કે તે શક્ય તેટલી ઝડપથી અને શક્ય તેટલું થાય તે સારું છે.

હર્ડ ઈમ્યુનિટી બાબતે અન્ય નિષ્ણાતોને પણ શંકા
યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગ્લિયાના મેડિસિનના પ્રોફેસર અને સંક્રિમિત રોગોના નિષ્ણાત પોલ હન્ટરે પણ પ્રોફેસર પોલાર્ડના હર્ડ ઈમ્યુનિટી અંગેના દાવાને સમર્થન કર્યુ છે. તેમણે કહ્યું હતું કે, "હર્ડ ઈમ્યુનિટીનો ખ્યાલ પ્રાપ્ત કરી શકાતો નથી, કારણ કે અમે જાણીએ છીએ કે આ ચેપ એવા લોકો સુધી ફેલાશે જેમને વેક્સિન લીધી નથી." નવીનતમ ડેટા બતાવે છે કે વેક્સિનનાં બંને ડોઝ કદાચ સંક્રમણ સામે માત્ર 50% રક્ષણ પ્રદાન કરે છે.'

4 પોઈન્ટ: આવી રીતે સમજો હર્ડ ઈમ્યુનિટી

  • હર્ડ ઈમ્યુનિટીમાં, હર્ડ શબ્દનો અર્થ ટોળા અને ઈમ્યુનિટીનો અર્થ રોગો સામે લડવાની ક્ષમતા છે. આમ, સખત હર્ડ ઈમ્યુનિટીનો અર્થ એ છે કે સમગ્ર ટોળા અથવા વસ્તીના રોગો સામે લડવા માટે સામૂહિક રોગપ્રતિકારક શક્તિનું સર્જન.
  • વૈજ્ઞાનિક સિદ્ધાંત અનુસાર, જો કોઈ રોગ સમૂહના મોટા ભાગમાં ફેલાય છે, તો માણસની ઇમ્યુનિટી ચેપગ્રસ્ત લોકોને રોગ સામે લડવામાં મદદ કરે છે. આ દરમિયાન, જેઓ આ રોગ સામે લડે છે અને સંપૂર્ણપણે સાજા થાય છે તેઓ તે રોગથી 'રોગપ્રતિકારક' બની જાય છે. એટલે કે તેઓ રોગપ્રતિકારક શક્તિના ગુણધર્મો વિકસાવે છે. ત્યારબાદ આ વાઈરસને અન્ય લોકો સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બને છે. એક મર્યાદા પછી, તેનો ફેલાવો અટકી જાય છે. આને ' હર્ડ ઈમ્યુનિટી' કહેવામાં આવી રહી છે.
  • હર્ડ ઈમ્યુનિટીએ રોગોની સારવારની જૂની રીત છે. વ્યવહારિક રીતે, તેમાં મોટી વસતિનું નિયમિત વેક્સિનેશન કરવામાં આવે છે, જે લોકોના શરીરમાં રોગપ્રતિકારક એન્ટિબોડીઝ બનાવે છે. જેમ કે ચેચક, ખસરા અને પોલિયો સાથે બન્યું હતું. વિશ્વભરના લોકોને તેની વેક્સિન આપવામાં આવી હતી અને આ રોગો લગભગ સમાપ્ત થઈ ગયા છે.
  • વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે દેશની વસ્તીમાં કોવિડ-19ની મહામારી સામે હર્ડ ઈમ્યુનિટી ત્યારે જ વિકસી શકે છે જ્યારે કોરોના વાઇરસ દેશની લગભગ 60 ટકા વસતિને સંક્રમીત કરી ચૂક્યો હોય. તે દર્દીઓ તેમના શરીરમાં કોરોના સામે એન્ટિબોડીઝ બનાવીને અને તેની સામે લડીને ઈમ્યુન બની ગયા હોય.
અન્ય સમાચારો પણ છે...