તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • This Strain Is The Reason People Get Re infected With The Vaccine; The Relief Is That Most People Only Have Fever like Symptoms

ડેલ્ટા વેરિયન્ટ પર AIIMSનો સ્ટડી:વેક્સિનેટ લોકોને ફરીથી સંક્રમિત થવાનું કારણ છે આ સ્ટ્રેન; રાહતની વાત એ છે કે મોટા ભાગના લોકોમાં માત્ર તાવ જેવાં લક્ષણ જોવા મળ્યાં

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • AIIMSએ સ્ટડીમાં 63 લોકોને સામેલ કર્યા, જેમને વેક્સિન લગાવ્યા પછી કોરોના થયો હતો

કોરોના વેક્સિન લગાવી ચૂકેલા લોકો સંક્રમિત થતા હોવાના સમાચારની વચ્ચે દિલ્હી AIIMSએ એક નવો સ્ટડી કર્યો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લગાવી ચૂકેલા લોકોમાં સંક્રમણ થવાના મોટા ભાગના કેસો પાછળ કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિયન્ટ(B.1.617.2)છે. કોરનાનો આ સ્ટ્રેન વેક્સિનનો સિંગલ કે ડબલ ડોઝ લગાવી ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે મોટા ભાગના લોકોમાં માત્ર સખત તાવ આવવાનાં લક્ષણ જોવા મળ્યાં. કોઈને પણ ગંભીર બીમારીનો સામનો કરવાનો વારો આવ્યો નથી.

63 બ્રેકથ્રુ ઈન્ફેક્ટેડ લોકો પર રિસર્ચ કરાઈ
AIIMSએ સ્ટડીમાં 63 લોકોને સામેલ કર્યા, જેમને વેક્સિન લગાવ્યા પછી કોરોના થયો હતો. તેમાં 36 લોકો એવા હતા, જેમણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા અને 27 લોકોએ માત્ર એક જ ડોઝ લીધો હતો. તેમાં 10 લોકોને કોરોના વેક્સિન કોવિશીલ્ડ અને 53ને કોવિક્સિન મૂકવામાં આવી હતી.

AIIMS મુજબ, સ્ટડીમાં સામેલ લોકોમાં 41 પુરુષ અને 22 મહિલા હતી. સ્ટડીમાં જાણવા મળ્યું કે આ તમામ 63 લોકો વેક્સિન લીધા પછી સંક્રમિત તો થયા હતા, પરંતુ તેમાંથી એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું ન હતું. તેમાંથી મોટા ભાગના લોકોને 5-7 દિવસ સુધી ખૂબ તાવ રહ્યો હતો.

બંને ડોઝ લેનારા 60 ટકા લોકોમાં મળ્યો ડેલ્ટા વેરિયન્ટ
સ્ટડીમાં પ્રકાશમાં આવ્યું છે કે વેક્સિનના બંને ડોઝ લેનારા 63 ટકા લોકોને ડેલ્ટા વેરિયન્ટે સંક્રમિત કર્યા, જ્યારે એક ડોઝ લેનાર 77 ટકા લોકોમાં કોરોનાવાયરસનો ડેલ્ટા વેરિયન્ટ મળ્યો. AIIMSના ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં આવનારા દર્દીઓના રૂટિન ટેસ્ટિંગ માટે જમા કરાયેલા નમૂનાઓનું જ અધ્યન કરવામાં આવ્યું હતું. તેમનામાં ખૂબ તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવી સમસ્યા જોવા મળી હતી. જોકે આ સ્ટડીની હજી સુધી સમીક્ષા કરાઈ નથી.

બંને વેક્સિન લગાવી ચૂકેલા લોકોમાં વાઈરલ લોડ વધુ
સ્ટડી રિપોર્ટ મુજબ, રિસર્ચ દરમિયાન તમામ દર્દીઓમાં વાઈરલ લોડ ઘણો વધુ હતો, પછી તેમણે વેક્સિનનો સિંગલ ડોઝ લીધો હોય કે બંને ડોઝ. કોવિશીલ્ડ અને કોવેક્સિન બંને વેક્સિન લગાવનારાઓમાં વાઈરલ લોડનો સ્તર ઘણો જોવા મળ્યો.

શું છે ડેલ્ટા વેરિયન્ટ?
ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળ કોરોના વેરિયન્ટ B.1.167.2 જ જવાબદાર હતો. તે સૌથી પહેલા ભારતમાં જ મળ્યો હતો. ઓક્ટોબર 2020માં આ વાતનો ખ્યાલ આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ આ વેરિયન્ટને ડેલ્ટા વેરિયન્ટનું નામ આપ્યું હતું. આ સ્ટ્રેન વિશ્વમાં લગભગ 53 દેશમાં મળી ચૂક્યો છે.

ભારતમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી 1.80 લાખ મૃત્યુ
ભારતમાં બીજી લહેર 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને એપ્રિલમાં સખત બની હતી. એક સ્ટડીમાં દેશમાં કોરોનાનો વેરિયન્ટ ડેલ્ટા સુપર ઈન્ફેક્શિયસ મળ્યો છે, જે બીજી લહેર દરમિયાન ઘણી ઝડપથી ફેલાયો. તેમાં ભારતમાં 1.80 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. આ વેરિયન્ટ પર એન્ટિબોડી કે વેક્સિન કારગાર છે કે નહિ એનો પાક્કા પાયે ખ્યાલ નથી.

WHOનું કહેવું છે કે ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિનની ઈફેક્ટિવનેસ, દવાઓ કેટલી અસરકારક છે, એ બાબતે કઈ ન કહી શકાય. એ વાતનો પણ ખ્યાલ નથી કે એનાથી રિઈન્ફેક્શનનો ખતરો કેટલો છે. શરૂઆતી પરિણામો કહે છે કે કોવિડ-19ની ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરાતી મોનોક્લોનલથી એન્ટિબોડી ઈફેક્ટિવનેસ ઓછી થઈ છે.