તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coronavirus Covishield Covaxin Dosage Interval Update; NTAGI Recommends Increasing Gap Between Vaccine

વેક્સિનેશનની વ્યૂહરચનામાં ફેરફારની તૈયારી:કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનું અંતર રાખવાની ભલામણ; સંક્રમણથી સાજા થયેલા લોકોએ 6 મહિના પછી વેક્સિન લેવી

3 મહિનો પહેલા
કોવિશીલ્ડની ફાઈલ તસવીર
  • કોવિડની ત્રીજી લહેરને પગલે 2થી 18 વર્ષનાં બાળકો પર કોવેક્સિનની ટ્રાયલને મંજૂરી અપાઈ

વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપવાવાળી પેનલને કોરોના વેક્સિન કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની રજૂઆત કરી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇજેશન (NTAGI)એ ભલામણ કરી હતી કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયગાળાને 12થી 16 સપ્તાહ સુધી વધારી દેવામાં આવે. અત્યારે આ વેક્સિનના ડોઝ વચ્ચે 6થી 8 સપ્તાહ સુધીનું અંતર રાખવામાં આવ્યું છે. પેનલે કહ્યું હતું કે કોવેક્સિન અંગે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

પેનલે જણાવ્યું હતું કે જે લોકો કોરોના મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે તેમણે 6 મહિના સુધી વેક્સિન ના લગાવવી જોઈએ. આની સાથે આ પેનલે ગર્ભવતી મહિલાઓેને વેક્સિન અંગે પસંદગી કરવાની વાત કરી હતી. વળી, સ્તનપાન કરાવી રહેલી મહિલાઓ પણ વેક્સિનનો ડોઝ લઈ શકે છે. જોકે સરકારની મંજૂરી મળ્યા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

પહેલાં પણ સમયગાળામાં ફેરફાર કરાયો હતો
આની પહેલાં પણ કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બીજા ડોઝનો સમયગાળો એકથી બે સપ્તાહ સુધી વધારી દીધો હતો. શરૂઆતમાં કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 4થી 6 સપ્તાહ સુધીનું એટલે કે 28થી 42 દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી આને વધારીને 42થી 56 દિવસ સુધી કરાઈ દેવાયું હતું. આ નવો નિયમ માત્ર કોવિશીલ્ડ વેક્સિન પર લાદવામાં આવ્યો છે.

UKમાં 12 સપ્તાહનું અંતર
UKના આરોગ્ય નિયમનકાર MHRAએ કોવિશીલ્ડને અપ્રૂવલ આપતાં કહ્યું હતું કે જો 2 ડોઝ વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખીશું તો વેક્સિનની અસરકારકતા 80 ટકા સુધી વધી જશે. આ કારણોસર નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે વેક્સિનના 2 ડોઝ વચ્ચે 12 સપ્તાહનો સમયગાળઓ રાખવામાં આવે, જેથી વધુથી વધુ લોકો વેક્સિનેશનમાં ભાગ લઈ શકે.

2થી 18 વર્ષનાં બાળકો પર કોવેક્સિનની ટ્રાયલને મંજૂરી
કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં ગુરુવારના રોજ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારત બાયોટેકની કોવેક્સિનને 2થી 18 વર્ષનાં બાળકો પર ટ્રાયલ શરૂ કરવાની અનુમતિ આપી હતી. આની પહેલાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ (SEC) વેક્સિનની ટ્રાયલની ભલામણ કરી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભારત બાયોટેક આ ટ્રાયલ 525 સ્વયંસેવકો પર કરશે. આ 2થી 18 વર્ષની ઉંમરનાં બાળકો પર કરવામાં આવી રહેલી કોવેક્સિન ટ્રાયલનો બીજો અને ત્રીજો ફેઝ હશે. ટ્રાયલ દરમિયાન પહેલી અને બીજી વેક્સિનનો ડોઝ 28 દિવસોના અંતરે અપાશે.

અન્ય સમાચારો પણ છે...