તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 67 Thousand 161 Cases: A Record 4296 New Patients Were Added In One Day, The Highest Number Of 1668 People Were Also Cured. Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

કોરોના ઈન્ડિયા LIVE:70 હજાર 766 કેસ: આરોગ્ય સેતુ એપથી દેશભરમાં 697 સંભવિત હોટ સ્પોટની માહિતી મળી, 1.4 લાખ યુઝર્સ સંક્રમણનું જોખમ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • ICMR ચોક્કસ જીલ્લામાં સરવે કરશે;સ્વાબ લેવા ઉપરાંત એલીસ કિટથી એન્ટીબોડી ટેસ્ટ પણ કરશે
  • દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 2213 થયો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 832 મોત થયા
  • બંગાળની કંપનીએ એક કરોડ રિયલ ટાઈમ ટેસ્ટ કીટ બનાવવાનો દાવો કર્યો, એક ટેસ્ટનો ખર્ચ માત્ર 500 રૂપિયા
  • જીસીસી બાયોટેકે કહ્યું, દરરોજ 3 લાખ કીટ બનાવીને સરકારને આપી શકીએ છીએ
  • નવી ગાઈડલાઈન- હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના 17 દિવસ પછી આઈસોલેશન ખતમ કરી શકે છે
  • કેન્દ્રએ કહ્યું- દેશમાં 4362 કોવિડ સેન્ટર, જ્યાં સામાન્ય લક્ષણવાળા 4.5 લાખ દર્દીઓ રાખવાની ક્ષમતા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 હજાર 766 થઈ ગઈ છે.  મહામારી સામે લડવામાં આરોગ્ય સેતુ એપ ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. તેનાથી દેશભરમાં 697 સંભવિત હોટ સ્પોટ અંગે જાણકારી મળી છે. અત્યાર સુધીમાં 9.8 કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. બ્લુટૂથ કોન્ટેક્ટ ડ્રેસિંગ મારફતે 1.4 લાખ યુઝર્સને સંક્રમણનું જોખને લઈ એલર્ટ કરવામાં આવેલ છે. તે સંક્રમિત લોકોના સંપર્કમાં આવે તેવી શક્યતા છે. આ જાણકારી એમ્પાવર્ડ ગ્રુપ 9ના ચેરમેન અજય સાહનીએ આપી હતી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંક્રમણ ફેલાવાને લગતી માહિતી મેળવવા માટે દેશના ચોક્કસ જીલ્લાઓમાં જનસંખ્યા આધારિત સરવે કરાવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે RT-PCR ટેસ્ટ માટે સ્વાબના સેમ્પલ મેળવવામાં આવશે. આ માટે એલિસા કિટથી લોહીમાં એન્ટીબોડીની જાણકારી મેળવવા માટે ટેસ્ટ પણ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલી ખાનગી કંપની જીસીસી બાયોટેક ઇન્ડિયાએ કોરોના પરીક્ષણ માટે રિયલ ટાઇમ ટેસ્ટ કીટ બનાવવાનો દાવો કર્યો છે. કંપનીના એમડી આર મજુમદાર કહે છે કે કંપનીએ એક કરોડ ટેસ્ટ કીટ તૈયાર કરી છે. જો દેશમાં દરરોજ 3 લાખ પરીક્ષણો કરવામાં આવે તો પણ અમે સરકારને કોઈ મુશ્કેલી વિના આટલી કીટ આપી શકીએ છીએ. એક ટેસ્ટ કરાવવાનો ખર્ચ 500 રૂપિયા થશે.

સોમવારે મહારાષ્ટ્રમાં 1230, તમિલનાડુમાં 798, ગુજરાતમાં 347, દિલ્હીમાં 310, મધ્ય પ્રદેશમાં 171, રાજસ્થાનમાં 126, પંજાબમાં 54, આંધ્રપ્રદેશમાં 38, ઓરિસ્સામાં 17 અને બિહારમાં 26 કેસ આવ્યા છે. આ અગાઉ રવિવારે દેશમાં એક દિવસમાં સૌથી વધારે 4296 કેસ આવ્યા હતા. સૌથી વધારે 1668 દર્દીને સારું થઈ ગયું હતું. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીને આધારે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 67 હજાર 152 સંક્રમિત છે. 44 હજાર 29 લોકોનો ઈલાજ થઈ રહ્યો છે. 20 હજાર 916 લોકોને સારું થઈ ગયું છે. જ્યારે 2206 દર્દીનું મોત થયું છે. 

દેશમાં કુલ 2213 મૃત્યુ થયા 

કોરોના વાઈરસના સંક્રમણને લીધે દેશમાં મૃત્યુ પામનારની કુલ સંખ્યા 2213 થઈ છે. 1લી મેથી 11 મે સુધીમાં 1133 લોકોના મોત થયા છે. 11 દિવસમાં મૃત્યુઆંકનું પ્રમાણ વધ્યુ છે. રવિવારે 112 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં મૃત્યુઆંક 500 નજીક પહોંચ્યો છે.મહારાષ્ટ્રમાં વધુ 53 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 493 થયો છે.

અપડેટ્સ

  • છેલ્લા 24 કલાકમાં BSFના 24 જવાનના કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પૈકી 4 જવાન કોલકાતાના છે, જ્યારે એક-એક જવાન દિલ્હી અને ત્રિપુરાના છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ખૂબ જ સામાન્ય લક્ષણ કે પ્રી-સિમ્પ્ટોમેટિક દર્દી માટે હોમ આઈસોલેશનની ગાઈલાઈનમાં ફેરફાર કર્યા છે. એવી દર્દી શરૂઆતી લક્ષણ દેખાવાના 17 દિવસ બાદ આઈસોલેશન પૂરું કરી શકશે. પણ આ માટે શરત 10 દિવસ તાવ ન આવેલ હોય. આ દર્દીને ત્રણ લેયરવાળા માસ્ક પહેરવા પડશે અને તેને પ્રત્યેક 8 કલાકે બદલવાના રહેશે.
  • દિલ્હીના ઉર્જા મંત્રાલયમાં એક ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ શ્રમ શક્તિ ભવનના છઠ્ઠા માળને સીલ કરવામાં આવ્યો છે. આ માળે જ ઉર્જા મંત્રાલયનું કામકાજ થાય છે. મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં આ જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે, ઓફિસમાં મંગળવારથી કામ શરૂ થશે.

હોમ આઇસોલેશનની ગાઈડલાઈનમાં ફેરફાર કરાયા 
સ્વાસ્થય વિભાગે કોરોનાના ખૂબ સામાન્ય લક્ષણ અથવા પ્રી સિમ્પોમેટિક દર્દીઓ માટે હોઈ આઈસોલેશનની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. હોમ આઈસોલેશન વાળા દર્દીઓ શરૂઆતના લક્ષણ દેખાયાના 17 દિવસ પછી આઈસોલેશન ખતમ કરી શકે છે. પ્રી-સિમ્પટોમેટિક કેસમાં સેમ્પલિંગના દિવસથી 17 દિવસ ગણવામાં આવશે. બંને કેસમાં એવી શરત રાખવામાં આવશે કે 10 દિવસથી તાવ ન આવ્યો હોય. સ્વાસ્થય મંત્રાલયે હોમ આઈસોલેશન વાળા દર્દીઓ અને તેમની સારવાર કરતાં લોકો માટે પણ નિર્દેશ જાહેર કર્યા છે. બંનએ ત્રિપલ લેયર માસ્ક પહેરવું જરૂરી છે.

 5 દિવસ જ્યારે સંક્રમણના કેસ સૌથી વધારે આવ્યા

દિવસ કેસ
10 મે4296
4 મે3656
6 મે3602
7 મે3344
8 મે3563

મધ્ય પ્રદેશ, સંક્રમિત-3785:  અહીં સોમવારે સંક્રમણના 171 કેસ સામે આવ્યા છે. ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં સંક્રમણ સંપૂર્ણપણે કાબૂમાં નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદેશમાં આગામી સપ્તાહથી ટેસ્ટિંગ વધારવામાં આવશે ત્યારે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે. બીજી બાજુ ભોપાલના હોટ સ્પોટ જહાંગીરાબાદમાં કોરોનાની ચેઈન તોડવા માટે નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. અહીં નેગેટિવ આવેલા 2000 લોકોને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત-22171: મુંબઈની ધારાવીમાં 26 નવા કેસ આવતા સંક્રમિતોની સંખ્યા 859 થઈ ગઈ છે. માહિમમાં પણ 119 પોઝિટિવ કેસ આવ્યા છે. બીજી બાજુ પુણે નગર પાલિકાની સીમામાં 69 કંટેનમેન્ટ વિસ્તારોમાં સોમવારથી તમામ દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. અહીં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું પાલન કરી રહ્યા નથી. 

મુંબઇના ચેમ્બુરમાં લોકડાઉન દરમિયાન બાળકો રેલવે ટ્રેક પર ક્રિકેટ રમી રહ્યા છે. મુંબઇમાં સંક્રમણના 22 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
મુંબઇના ચેમ્બુરમાં લોકડાઉન દરમિયાન બાળકો રેલવે ટ્રેક પર ક્રિકેટ રમી રહ્યા છે. મુંબઇમાં સંક્રમણના 22 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

રાજસ્થાન, સંક્રમિત-3940: સોમવારે સંક્રમણના 126 કેસ સામે આવ્યા છે. તેમાંથી ઉદયપુરમાં 46, જપુરમાં 17, અજમેર અને અલવરમાં 11-11 કેસ, ચિત્તોડગઢ, પાલી અને જાલોરમાં 5-5, રાજસમંદ અને સિરોહીમાં 4-4, કોટામાં 3, જોધપુર, ટોંક, નાગૌર, કરૌલી, બાડમેર તથા દૌસામાં 2-2, જ્યારે ભરતપુર, જૈસલમેર અને ડૂગરપુરમાં 1-1 દર્દી મળ્યા.

જયપુરમાં ફ્લેગ માર્ચ નિકાળતા પોલિસકર્મીઓને મહિલાઓએ આશીર્વાદ આપ્યા હતા. અહીં 1200થી વધુ કેસ નોંધાયા છે.
જયપુરમાં ફ્લેગ માર્ચ નિકાળતા પોલિસકર્મીઓને મહિલાઓએ આશીર્વાદ આપ્યા હતા. અહીં 1200થી વધુ કેસ નોંધાયા છે.

દિલ્હી, સંક્રમિત-7233: સોમવારે સંક્રમણના 310 કેસ સામે આવ્યા હતા. દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, રવિવાર મોડી રાત સુધીમાં નવા 310 કેસ સામે આવ્યા હતા. રવિવારે દિવસ દરમિયાન કુલ 381 કેસ સામે આવ્યા હતા.

આ તસવીર દિલ્હીની છે. આ દીકરીના મોઢે માસ્ક અને હાથમાં સેનિટાઈઝર છે. એટલે માતાએ સંક્રમણ વચ્ચે તેની સુરક્ષા માટે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે.
આ તસવીર દિલ્હીની છે. આ દીકરીના મોઢે માસ્ક અને હાથમાં સેનિટાઈઝર છે. એટલે માતાએ સંક્રમણ વચ્ચે તેની સુરક્ષા માટે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે.

બિહાર, સંક્રમિત-746: અહીં સોમવારે વધુ 39 કેસ સામે આવ્યા છે. તેમાંથી પટનામાં 3, જ્યારે ગોપાલગંજ અને ભાગલપુરમાં 2-2 દર્દી મળ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 354 દર્દીને સારું થઈ ગયુ છે. જ્યારે 6 લોકોના મોત થયા છે. માત્ર 3 જિલ્લા સીતામઢી, અરરિયા અને પશ્ચિમી ચંપારણ ગ્રીન ઝોનમાં છે. મુંગેર, પટના, રોહતાસ, બકસર અને ગયા રેડ ઝોનમાં છે, જ્યારે 29 જિલ્લા ઓરેન્જ ઝોનમાં છે.

અન્ય સમાચારો પણ છે...