બાળકોના અભ્યાસ પર મહામારીની અસર:કોરોનાની થપાટ, 62%ને શાળા બદલવી પડી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશના 28 રાજ્યના 17,184 ગામની 7,299 સ્કૂલોનો સરવે
  • સરકારી સ્કૂલોમાં એડમિશન 7% વધી ગયાં, જ્યારે ખાનગીમાં 9 % ઘટ્યાં
  • 2021માં પહેલીવાર સરકારી સ્કૂલોમાં 6-14 વર્ષના બાળકોની સંખ્યા 70% વધી
  • ​​​​​​​ધોરણ 1 અને 2માં દર ત્રણમાંથી એક બાળક એક પણ વાર સ્કૂલે ગયું નથી

કોરોનાના કારણે સ્કૂલના બાળકોના અભ્યાસ પર ખૂબ નકારાત્મક અસરો પડી છે. પરિણામે 2021માં પહેલીવાર સરકારી સ્કૂલોમાં પ્રવેશ લેનારા 6થી 14 વર્ષના બાળકોની સંખ્યા 70.3% વધી છે, જ્યારે 2018માં આ આંકડો 64.3% હતો.

બીજી તરફ, ખાનગી સ્કૂલોમાં એડમિશન લેનારાની સંખ્યા ઘટીને 24.4% થઈ ગઈ છે, જે આંકડો 2018માં 32.5% હતો. આ ફેરફારનું સૌથી મોટું કારણ આર્થિક તંગી છે. એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2021 નામના આ સરવેમાં 62.5% માતા-પિતાએ જણાવ્યું છે કે, અમે પૈસાના અભાવે સ્કૂલ બદલી છે.

ઉત્તર પ્રદેશની સરકારી સ્કૂલોમાં બાળકોના એડમિશન સૌથી વધુ 13% વધ્યા છે. ત્યાર પછી આ યાદીમાં કેરળ (11.9%), તમિલનાડુ (9.6%) અને રાજસ્થાન (9.4%)નો ક્રમ આવે છે. દેશના 25 રાજ્યના 581 જિલ્લા અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોના 17,184 ગામમાં આવેલી 7,299 સ્કૂલોનો સરવે કર્યા પછી આ વાત સામે આવી છે.

આ સરવે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2021 દરમિયાન કરાયો છે. તે પ્રમાણે પહેલા અને બીજા ધોરણમાં આશરે 36% બાળકોએ તો સ્કૂલ જોઈ સુદ્ધાં નથી.

11 વર્ષ પાછળ ગઈ ખાનગી સ્કૂલો, દર 100માંથી 70 બાળકોએ સરકારી સ્કૂલોમાં ગયાં
ખાનગી સ્કૂલોના એડમિશનમાં 2020થી પહેલીવાર ઘટાડો થયો છે. 2020માં ખાનગી સ્કૂલોમાં 6-14 વર્ષના બાળકોનાં 28.8% એડમિશન જ થયાં, જે 2018માં 32.5% હતાં. 2006થી 2014 વચ્ચે ખાનગી સ્કૂલોના એડમિશન વધ્યાં હતાં. હવે આ આંકડો ફરી 2010ના સ્તર (25%) નજીક છે. જોકે, સરકારી સ્કૂલોમાં 2006થી 2018 સુધી એડમિશન સતત ઘટ્યાં અને પછી 65% પર સ્થિર થઈ ગયાં. પરંતુ 2021માં પહેલીવાર તેમાં 70% એડમિશન થયાં.

પેઈડ ટ્યૂશન લેનારા બાળકો દેશભરમાં 40% થઈ ગયાં
વર્ષ 2021માં 39.2% બાળકો પેઈડ ટ્યૂશન લે છે. ઓછા શિક્ષિત માતા-પિતા (પ્રાથમિક શિક્ષણ) દ્વારા બાળકોને ટ્યૂશને મોકલવામાં 12.6%નો વધારો થયો છે, જ્યારે શિક્ષિત માતા-પિતા (ધો.9 કે તેનાથી વધુ) દ્વારા બાળકો સ્કૂલે મોકલવામાં 7.2%નો વધારો થયો છે. હાલ જ્યાં સ્કૂલો નથી ખૂલી, ત્યાંના 41% બાળકો અને ખૂલી ગઈ છે, ત્યાંના 38% બાળકો ટ્યૂશન લઈ રહ્યા છે.

અભ્યાસમાં કુટુંબનો સાથ ઘટ્યો
વર્ષ 2020માં ઘરે ભણતા 75% બાળકોને કુટુંબનો સાથ મળે છે, જ્યારે 2021માં આ આંકડો 66% થઈ ગયો. તેમાં પણ નવમાથી મોટા ધોરણમાં વધુ ઘટાડો છે.

બમણા ઘરોમાં સ્માર્ટફોન આવ્યો
વર્ષ 2018માં 36.5% ઘરોમાં જ સ્માર્ટફોન હતો, જ્યારે 2021માં 67.6% ઘરો સુધી પહોંચી ગયો. સરકારી સ્કૂલોના 63.7% અને ખાનગીના 79% બાળકો પાસે સ્માર્ટફોન છે.​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...