તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Corona's Positive Old Woman Had Been Lying Dead For Three Days, The Dogs Eating The Carcass

દુખદ ઘટના:કોરોના પોઝિટિવ વૃદ્ધ મહિલા ત્રણ દિવસથી મૃત હાલતમાં પડી હતી , કુતરાઓ મૃતદેહ ખાતા હતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

UPના લખનઉમાં એક વૃદ્ધ મહિલાને કોરોના વાઈરસને લીધે મૃત્યુ થઈ ગયું છે. ત્રણ દિવસથી મહિલાની લાશ ઘરની અંદર પડી રહી હતી. જ્યારે પડોશમાં ગંધ આવવા લાગી તો તેમણે પોલીસ તથા નગર નિગમને માહિતી આપી હતી. ત્યારબાદ કેટલાક સમાજસેવી લોકોએ પોલીસ અને નગર નિગમના અધિકારીઓએ મૃતદેહને રૂમમાંથી બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ કરાવવા મોકલ્યો હતો.

લખનઉના મડિયાંવ વિસ્તારના ભગત નગરમાં સવિતા નામની વૃદ્ધ મહિલા એકલી રહેતી હતી. વૃદ્ધ મહિલાએ ગામના ત્રણ લોકોને ભાડા પર રૂમ આપ્યા હતા. દરમિયાન ભાડુતો પંચાયત ચૂંટણીમાં પોતાના ગામ જતા રહ્યા હતા અને મહિલા ઘરમાં એકલી રહેતી હતી.

આ કેસમાં સમાજસેવી ઈમદાદનું કહેવું છે કે તેમને ફોન પર માહિતી મળી હતી કે કોવિડ સંક્રમિત વૃદ્ધ મહિલાનું તેના ઘરે મોત થયું છે. જે ઘરે એકલી રહેતી હતી. મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો,જે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને શરીરના અંગ કુતરાઓ ખાતા હતા, મૃતદેહની આજુબાજુ ત્રણ જાનવરો હતા. એમ્બ્યુલેન્સ ન મળવાને લીધે મહિલાના મૃતદેહને ખાનગી વાહન મારફતે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા દિવસો અગાઉ મહિલાને ખૂબ જ તાવ આવ્યો હતો. પોલીસ મહિલાના પરિવારજનોની શોધખોળ આદરી છે. ત્રણ વર્ષ અગાઉ પતિનું મોત થયું હતું. ત્યારથી તેઓ એકલી રહેતી હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.