તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Corona's Patient Was Not Found Even After Wandering In Nashik For 3 Days. The Corporation Reached The Bed With An Oxygen Cylinder; Death Due To Untimely Treatment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં ડરાવનારી તસવીર:નાસિકમાં 3 દિવસ ભટક્યા બાદ પણ કોરોના પેશન્ટને ન મળ્યનું બેડ, ઓક્સિજન-સિલિન્ડરને લઈને નિગમ પહોંચ્યો; સમયસર ઈલાજ ન મળતાં થયું મોત

નાસિકએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસિક જિલ્લાના દેવલા તાલુકામાં 10 દિવસનો સાર્વજનિક કર્ફ્યૂ જાહેર કરાયો છે
  • છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3 હજાર 532 કોરોના પીડિત દર્દી મળ્યા છે, જ્યારે 23 દર્દીનાં મોત નીપજ્યાં છે. આ દરમિયાન 2 હજાર 641 દર્દી સ્વસ્થ થયા છે

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને પગલે સ્વાસ્થ્ય વ્યવસ્થાઓની પોલ ખુલી પડી ગઈ છે. હોસ્પિટલમાં બેડની ઉણપને કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજન અને વેન્ટિલેટર માટે એકથી બીજી હોસ્પિટલમાં ભટકવું પડે છે. નાસિકમાં બુધવારે ગંભીર રીતે બીમાર કોરોનાના એક દર્દીને જ્યારે બેડ ન મળ્યું તો તે ઓક્સિજન-સિલિન્ડર લઈને જાતે જ નાસિક નગર નિગમની ઓફિસે પહોંચી ગયો.

આ અંગેની જાણકારી જેવી જ નિગમના અધિકારીઓને મળી તો તેમના પગ નીચેથી જાણે ધરતી ખસી પડી. અફરાતફરીમાં એમ્બ્યુલન્સ બોલાવીને દર્દીને બિટકો હોસ્પિટલના કોવિડ વોર્ડમાં એડમિટ કરાવવામાં આવ્યો. અહીં સારવાર દરમિયાન તેને ગુરુવારે જ અંતિમ શ્વાસ લીધા. તપાસમાં સામે આવ્યું કે આ દર્દી ત્રણ દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ થયો હતો અને તેની સ્થિતિ સતત બગડી રહી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે અનેક હોસ્પિટલમાં ફર્યા બાદ તેમને બેડ ન મળ્યો, તેથી ન છૂટકે તેમને આવું પગલું ભરવું પડ્યું.

સ્થાનિક કોર્પોરેટર પણ બેડ અપાવવામાં નિષ્ફળ રહ્યો
તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે તેને સ્થાનિક કોર્પોરેટરને પણ બેડ અપાવવા માટે ભલામણ કરી હતી, પરંતુ અનેક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રયાસ કર્યો છતાં તેને બેડ ન મળ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કોરોના પેશન્ટ નગર નિગમના ગેટ પર બેઠેલો નજરે પડે છે. તેમની પાસે તેમનો એક સંબંધી ઊભો છે અને બાજુમાં જ ઓક્સિજન-સિલિન્ડર રાખવામાં આવેલું છે.

તેને સ્થાનિક કોર્પોરેટર સમક્ષ પણ બેડ અપાવવા માટે અરજી કરી હતી, પરંતુ અનેક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રયાસ કરવામાં આવ્યો છતાં તેને બેડ મળ્યું નહિ.
તેને સ્થાનિક કોર્પોરેટર સમક્ષ પણ બેડ અપાવવા માટે અરજી કરી હતી, પરંતુ અનેક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રયાસ કરવામાં આવ્યો છતાં તેને બેડ મળ્યું નહિ.

છેલ્લા 24 કલાકમાં મળ્યા 3.5 હજાર દર્દી
38 વર્ષના મૃતક નાસિકની સિડકોના કામટવાડે વિસ્તારનો રહેવાસી હતો. તે પોતાની પાછળ પત્ની અને બે બાળકોને છોડી ગયો છે. નાસિકમાં કોરોના પીડિતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં શહેરમાં 3 હજાર 532 કોરોના પીડિત દર્દી મળ્યાં છે, જ્યારે 23 દર્દીનાં મોત નીપજ્યાં છે. આ દરમિયાન 2 હજાર 641 દર્દી સ્વસ્થ થયા છે.

દેવલા તાલુકામાં 10 દિવસમાં જનતા કફર્યૂ
કોરોનાના વધતા કેસને જોતા આજથી નાસિક જિલ્લાના દેવલા તાલુકામાં 10 દિવસનો સાર્વજનિક કર્ફ્યૂ જાહેર કરાયો છે. આ કર્ફ્યૂ દરમિયાન આવશ્યક સેવાઓને છોડીને તમામ દુકાનો અને પ્રતિષ્ઠાનો સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ દરમિયાન કરિયાણાની દુકાનને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો