તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેશત:કોરોનાના નવા સ્ટ્રેનના ભારતમાં 20 કેસ, દુનિયાના 20થી વધુ દેશોમાં પગપેસારો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીડિયો ડેસ્ક:બ્રિટનમાં સામે આવેલો કોરોનાવાઇરસનો નવો સ્ટ્રેન હવે ધીરેધીરે દુનિયામાં પગપેસારો કરી રહ્યો છે. ગણતરીના દિવસોમાં જ આ સ્ટ્રેન 20થી વધુ દેશો સુધી પહોંચી ગયો છે. આ લિસ્ટમાં હવે ભારત પણ બાકાત નથી. ભારતમાં નવા સ્ટ્રેનના કેસની સંખ્યા વધીને 20 પર પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 10 કેસ સામે આવ્યાં છે. આ દસ પૈકી નોયડામાં 3, ગાઝિયાબાદમાં 2 અને રાયબરેલી તથા મેરઠમાં 1-1 કેસ સામે આવ્યો છે. નવા સ્ટ્રેનમાં બીજા ક્રમે કર્ણાટક છે. અહીં કુલ સાત કેસ સામે આવ્યા છે, જે પૈકી 3 દર્દી બેંગલુરુમાં જ્યારે 4 શિમોગામાં છે. આ તરફ આંધ્રપ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં પણ 1-1 કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દીઓને વિવિધ હૉસ્પિટલમાં અલગ-અલગ રૂમમાં આઈસોલેટ કરાયા છે. આ તમામ લોકો બ્રિટનથી પરત ફરેલા છે. પણ ચિંતાની વાત એ છે કે, બ્રિટનથી પરત ફરેલા 33 હજાર લોકો પૈકી હજુ કેટલાક લોકોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો