તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Corona's New Strain Confirmed In 2 year old Girl Returning From London To Meerut, Entire Area Sealed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPમાં જોવા મળ્યો નવો સ્ટ્રેન:લંડનથી મેરઠ પરત ફરેલી 2 વર્ષની બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ, સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો

મેરઠ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેરઠમાં જે બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે તે હાલમાં જ પોતાના માતા-પિતાની સાથે લંડનથી પરત ફરી છે. - Divya Bhaskar
મેરઠમાં જે બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે તે હાલમાં જ પોતાના માતા-પિતાની સાથે લંડનથી પરત ફરી છે.
  • અહીંના ટીપી નગર વિસ્તારના સંત વિહાર કોલોનીમાં તે પોતાના માતા-પિતાની સાથે લંડનથી આવી હતી.

કોરોનાના નવા સ્ટ્રેન લંડનથી મેરઠ સુધી પહોંચી ગયા છે. નવા સ્ટ્રેનની પુષ્ટિ બે વર્ષની બાળકીમાં થઈ છે. આ નવા સ્ટ્રેનની પુષ્ટિ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગ અને પ્રશાસનમાં હડકંપ જોવા મળી રહ્યો છે. સાવધાની દાખવતા જ્યાં આ બાળકી રહે છે તે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જે બાળકીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાં છે તે બાળકી હાલમાં જ પોતાના માતા-પિતાની સાથે લંડનથી મેરઠ પરત પરી છે. અહીંના ટીપી નગર ક્ષેત્રની સંત વિહાર કોલોનીમાં તે પોતાના માતા-પિતાની સાથે લંડનથી પરત ફરી છે.

બ્રિટિશ સ્ટડીમાં દાવો - નવા સ્ટ્રેનથી 2021માં 2020ની સરખામણીએ વધુ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થઈ શકે છે

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેના સેમ્પલની વધુ તપાસ માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. મેરઠ સ્વાસ્થ્ય વિભાગે લંડનથી પરત ફરેલા 4 યાત્રિકોમાં કોરોનાની પુષ્ટિ કરી હતી જે બાદ તેમના સેમ્પલ તપાસ માટે દિલ્હી મોકલ્યા હતા. હાલ બાળકીને કોવિડ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવી છે.

નવા સ્ટ્રેનનો કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગે હવે સંત વિહાર કોલોનીમાં તપાસ કરશે. જણાવવામાં આવતી માહિતી મુજબ નવા સ્ટ્રેનનો રિપોર્ટ દિલ્હી લેબથી સીધો જ સરકારને મોકલવામાં આવ્યો છે. બાળકીમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો