• Gujarati News
  • National
  • Corona's Concern Still In 5 States; The Transition May Increase After The Festive wedding Season, Stay Alert For Three Months

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી:5 રાજ્યોમાં હજુ પણ કોરોનાની ચિંતા; તહેવારો-લગ્ન સીઝન બાદ વધી શકે છે સંક્રમણ, ત્રણ મહિના એલર્ટ રહો

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીનો વીકલી પોઝિટિવિટી રેટ ગત સપ્તાહથી ઘટીને 1.68% પર આવી ગયો છે. આ પહેલાં આ રેટ 5.86% હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે સાવચેતી આપતા કહ્યું કે મહામારીનો પડકાર હજુ ખતમ નથી થયો. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી એટલે કે ત્રણ મહિના લોકોને વધુને વધુ સતર્ક રહેવાની જરૂર છે. તહેવારો અને લગ્ન સીઝન બાદ કોરોનાનો સંક્રમણ વધી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે આપણે હાલ તેવું ન સમજીએ કે કોવિડ ખતમ થઈ ગયો છે. આપણી સામે કોરોનાના અનેક પડકારો છે અને આપણે તેના પર કામ કરવાની જરૂર છે. આપણે હજુ પણ કોવિડ સાથે જોડાયેલી ગાઈડલાઇનનું પાલન કરતા રહેવું પડશે.

આ ફોટો ગુરુગ્રામનો છે. અહીં વેક્સિનેશન સેન્ટર પર લોકોને કોરોનાની વેક્સિન લગાડવામાં આવી રહી છે.
આ ફોટો ગુરુગ્રામનો છે. અહીં વેક્સિનેશન સેન્ટર પર લોકોને કોરોનાની વેક્સિન લગાડવામાં આવી રહી છે.

ગત સપ્તાહે 56% કોવિડના કેસ કેરળમાં જ નોંધાયા
લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 22 હજારની આસપાસ કેસ દાખલ થયા છે. તેઓએ કહ્યું કે આજે પણ દેશમાં દરરોજ સરેરાશ 20 હજારની આસપાસ કેસ નોંધાય રહ્યાં છે. ગત સપ્તાહે 56% કોવિડ કેસ એકલા કેરળમાં નોંધાયા છે.

તમિલનાડુ, મિઝોરમ અને કર્ણાટકમાં પણ એક્ટિવ કેસ વધુ
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે કહ્યું કે 5 રાજ્યો એવા છે જ્યાં હજુ પણ 10 હજારથી વધુ સક્રિય કેસ છે. કેરળમાં 1.22 લાખની આસપાસ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં 36 હજારની આસપાસ સક્રિય મામલાઓ છે. તમિલનાડુ, મિઝોરમ અને કર્ણાટકમાં પણ સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધુ છે.

28 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 5%થી 10%ની વચ્ચે
લવ અગ્રવાલે જણાવ્યું કે અરૂણાચલ પ્રદેશ અને આસામમાં કેટલાંક જિલ્લા સહિત 28 જિલ્લાઓ એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 5%થી 10%ની વચ્ચે છે. આ હાઈ ઈન્ફેક્શન રેટ છે. 34 જિલ્લા એવા છે જ્યાં 10%થી વધુ વીકલી પોઝિટિવિટી રેટ છે. લક્ષદ્વીપ, ચંડીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, આંદામાન-નિકોબાર અને સિક્કિમે પોતાની વસતિના 100% લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...