તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Corona's Active Cases Increased 11 Days Out Of Last 12 Days In The Country, Positivity Rate Also Doubled

ત્રીજી લહેરના ભણકારા:દેશમાં છેલ્લા 12માંથી 11 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસ વધ્યા, પોઝિટિવિટી રેટ પણ બમણો થયો, ગુજરાતમાં 149 દર્દી સારવાર હેઠળ

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,667 નવા કેસ સામે આવ્યા
  • હાલમાં દેશમાં કોરોનાના 3.99 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે

દેશમાં કોરોનાના આંકડા ત્રીજી લહેરની શરૂઆતના સંકેત આપી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,667 નવા દર્દીની ઓળખ થઈ છે. 36,422 સાજા થયા અને 342 મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં 5,898નો વધારો નોંધવામાં આવ્યો હતો. હાલમાં દેશમાં 3.99 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

છેલ્લા 10માંથી 9 દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. 24 ઓગસ્ટથી અત્યારસુધી, એટલે કે 12 દિવસમાંથી 11 વખત આવું બન્યું છે, જ્યારે એક્ટિવ કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે. માત્ર 30 ઓગસ્ટના રોજ એક્ટિવ કેસમાં 6,200નો ઘટાડો થયો હતો. પોઝિટિવિટી રેટ પણ વધી રહ્યો છે. 23 ઓગસ્ટના રોજ એ 1.3% હતો, પછી 2 સપ્ટેમ્બરના રોજ 2.7% થયો. સરળ ભાષામાં સમજીએ તો 23 ઓગસ્ટના રોજ 300 ટેસ્ટ કરવા પર 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હતો, તો હવે 8 લોકો પોઝિટિવ મળી રહ્યા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા...

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 42,667

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 36,422

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 342

અત્યારસુધીમાં કુલ કેસ: 3.29 કરોડ

અત્યારસુધી સાજા થયા: 3.20 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 4.40 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.99 લાખ

મુખ્ય શહેરોની સ્થિતિ

1. કેરળ
અહીં શુક્રવારે 29,322 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 22,938 લોકો સાજા થયા અને 131 લોકોનાં મોત થયાં હતાં. અહીં અત્યારસુધીમાં 41.51 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 38.83 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 21,280 લોકોનાં મોત થયાં છે. જોકે 2.40 લાખ દર્દી સારવાર હેઠળ છે.

2. મહારાષ્ટ્ર
અહીં શુક્રવારે 4,313 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 4,360 લોકો સાજા થયા અને 92 લોકોનાં મોત થયાં હતાં. અહીં અત્યારસુધીમાં 64.77 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 62.86 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 1.37 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે 50,466 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ઉત્તરપ્રદેશ
અહીં શુક્રવારે 15 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 21 લોકો સાજા થયા અને 13નાં મોત થયાં હતાં. અત્યારસુધી રાજ્યમાં 17.09 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાં 16.86 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 22,857 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં 239 લોકો સારવાર હેઠળ છે.

4. દિલ્હી
રાજધાની દિલ્હીમાં શુક્રવારે 35 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 37 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં 14.37 લાખ લોકો સક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 14.12 લાખથી વધુ લોકો સાજા થયા છે, જ્યારે 25,082 લોકોનાં મોત થયાં છે. અહીં 362 દર્દી સારવાર હેઠળ છે.

5. રાજસ્થાન
અહીં શુક્રવારે 8 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 6 લોકો સાજા થયા. અત્યારસુધીમાં રાજ્યમાં 9.54 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.45 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 8,954 દર્દીનાં મોત થઈ ગયાં છે. 86 દર્દીની સારવાર ચાલી રહી છે.

6. ગુજરાત
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. આ દરમિયાન 14 લોકો સાજા થયા અને એક દર્દીનું મોત થયું હતું. અહીં અત્યારસુધીમાં લગભગ 8.25 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 8.15 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 10,082 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં 149 દર્દી સારવાર હેઠળ છે.

7. મધ્યપ્રદેશ
અહીં શુક્રવારે કોરોનાના 18 નવા કેસ નોંધાયા હતા અને 8 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં રાજ્યમાં 7.92 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.81 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 10,516 લોકોનાં મોત થયાં છે. હાલમાં 101 દર્દીની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...