તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Corona Virus Update | On Tuesday, 1.33 Lakh Infected Patients Came Forward, 2.31 Lakh Patients Recovered And 3,204 Died; More Recoveries From New Infections In 33 States And UT

કોરોના દેશમાં:મંગળવારે 1.33 લાખ સંક્રમિત દર્દી સામે આવ્યા, 2.31 લાખ દર્દી સાજા થયા તથા 3,204નાં મોત નીપજ્યાં; 33 રાજ્ય અને UTમાં નવા સંક્રમિતો કરતાં વધુ સાજા થયા

20 દિવસ પહેલા

ગત 24 કલાકમાં 1 લાખ 33 હજાર 48 લોકો સંક્રમિત થયા હતા અને 3204 લોકોનાં સંક્રમણને કારણે મૃત્યુ થયાં હતાં. રાહતના સમાચાર એ છે કે ગત દિવસે 2 લાખ 31 હજાર 277 સંક્રમિત સાજા થયા હતા. એક્ટિવ કેસમાં પણ 1.01 લાખનો ઘટાડો નોંધાયો છે.

મંગળવારના રોજ દેશમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર અને મિઝોરમને છોડીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા સંક્રમિતો કરતાં સાજા થનારાની સંખ્યામાં વધારો જણાયો હતો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 35,949 દર્દી સાજા થયા છે. આના સિવાય તામિલનાડુમાં 31,683, કર્ણાટકમાં 29,271 અને કેરળમાં 24,117 લોકો સાજા થયા છે.

કોરોના કારણે ઘણા રાજ્યોમાં ધો.12ની બોર્ડ એક્ઝામ રદ્દ કરાઈ
કોરોનાને કારણે કેન્દ્ર સરકારે CBSE ધો. 12 બોર્ડની એક્ઝામ રદ્દ કરી દીધી છે. ત્યારે ઘણા રાજ્યો એ પણ સ્થાનિક બોર્ડની ધો.12ની એક્ઝામ રદ્દ કરી દીધી છે. જેમાં ગુજરાત, હરિયાણા, ઉતરાખંડ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. બાકીના રાજ્યોમાં ટૂંક સમયમાં નિર્ણય કરાશે.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં

 • ગત 24 કલાકમાં કુલ નવા કેસઃ 1.33 લાખ
 • ગત 24 કલાકમાં કુલ સાજા થયાઃ 2.31 લાખ
 • ગત 24 કલાકમાં કુલ મોતઃ 3,204
 • અત્યારસુધી કુલ સંક્રમિતઃ 2.83 કરોડ
 • અત્યારસુધી કુલ સાજા થયાઃ 2.41 કરોડ
 • અત્યારસુધી કુલ મોતઃ 3.35 કરોડ
 • કુલ સારવાર હેઠળઃ 17.89 લાખ
આ તસવીર નવી દિલ્હીના કેર સેન્ટરની છે. અહીં દર્દીઓને મ્યુઝિકલ સારવાર આપીને માનસિક સ્વાસ્થ્ય સુધારવાની પહેલ કરવામાં આવી હતી.
આ તસવીર નવી દિલ્હીના કેર સેન્ટરની છે. અહીં દર્દીઓને મ્યુઝિકલ સારવાર આપીને માનસિક સ્વાસ્થ્ય સુધારવાની પહેલ કરવામાં આવી હતી.

19 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે, જેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં છેલ્લા લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

13 રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યાં પ્રતિબંધોની સાથે અંશતઃ રાહત પણ આપવામાં આવે છે, જેમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ

 • હવે કોઇપણ વ્યક્તિ પોતાના વેક્સિનેશન સ્ટેટસને આરોગ્ય સેતુ એપ્લિકેશન પર અપડેટ કરી શકે છે, જેને કારણે પરિવહનમાં લોકોની વેક્સિનેશન અંગે માહિતી પ્રાપ્ત કરવી પણ ઘણી સરળ રહેશે. આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરતા તમામ યુઝર્સને અપડેટ વેક્સિનેશન સ્ટેટસનો વિકલ્પ આપવામાં આવશે.
 • મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે જે લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તેમની આરોગ્ય સેતુ એપ્લિકેશનની પ્રોફાઈલ પર 1 સિંગલ બ્લુ ટિક જોવા મળશે. ત્યારે બીજી બાજુ જેણે 2 ડોઝ લીધા છે એની પ્રોફાઈલમાં 2 બ્લુ ટિક સાથે એક શીલ્ડ જોવા મળશે. કોવિન પોર્ટલ પર વેક્સિનેશનનું સ્ટેટસ વેરિફાય થયા પછી આ ડબલ ટિક જોવા મળશે.
 • અમેરિકી મેડિસિન કંપની એલી લિલીને ભારતમાં એન્ટિબોડી ડ્રગ્સ Bamlanivimab 700mg અને Etesevimab 1400mgને તાત્કાલિક ધોરણે ઉપયોગમાં લેવા માટે અનુમતિ પ્રાપ્ત થઈ ગઈ છે. કંપનીએ મંગળવારના રોજ દાવો કર્યો હતો કે આ દવા કોરોનાનાં હલકાં તેમજ ગંભીર લક્ષણોની સારવારમાં ઉપયોગી થઈ શકે છે.

પ્રમુખ રાજ્યોની સ્થિતિ
1. ગુજરાત

રાજ્યમાં મંગળવારના રોજ 1,561 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.,જેમાંથી 4,869 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો, જ્યારે 22 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં રાજ્યમાં 9.40 લાખ લોકો સંક્રમણના સકંજામાં ભરાયા છે, જેમાંથી 8.95 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,450 દર્દી મૃત્યુ પામ્યા હતા. અત્યારે રાજ્યમાં 29,015 દર્દી સારવાર હેઠળ છે.

2. મહારાષ્ટ્ર
રાજ્યમાં મંગળવારના રોજ 14,123 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 35,949 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો, જ્યારે 854 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધી રાજ્યમાં 57.61 લાખ લોકો સંક્રમણના સકંજામાં ભરાયા છે, જેમાંથી 54.31 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 96,198 દર્દી મૃત્યુ પામ્યા હતા. અત્યારે રાજ્યમાં 2.30 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.

3. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં મંગળવારના રોજ 1,221 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 5,625 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો, જ્યારે 854 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં રાજ્યમાં 57.61 લાખ લોકો સંક્રમણના સકંજામાં ભરાયા છે, જેમાંથી 54.31 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 96,198 દર્દી મૃત્યુ પામ્યા હતા. અત્યારે રાજ્યમાં 2.30 લાખ દર્દી સારવાર હેઠળ છે.

4. દિલ્હી
રાજ્યમાં મંગળવારના રોજ 623 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 1,423 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો, જ્યારે 62 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં રાજ્યમાં 14.26 લાખ લોકો સંક્રમણના સકંજામાં ભરાયા છે, જેમાંથી 13.92 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 24,299 દર્દી મૃત્યુ પામ્યા હતા. અત્યારે રાજ્યમાં 10,178 દર્દી સારવાર હેઠળ છે.

5. છત્તીસગઢ
રાજ્યમાં રવિવારના રોજ 1,886 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 4,471 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો, જ્યારે 29 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં રાજ્યમાં 9.73 લાખ લોકો સંક્રમણના સકંજામાં ભરાયા છે, જેમાંથી 9.27 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 13,077 દર્દી મૃત્યુ પામ્યા હતા. અત્યારે રાજ્યમાં 33,127 દર્દી સારવાર હેઠળ છે.

6. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારના રોજ 1,002 દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જેમાંથી 6,114 દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો, જ્યારે 65 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધીમાં રાજ્યમાં 9.40 લાખ લોકો સંક્રમણના સકંજામાં ભરાયા છે, જેમાંથી 8.95 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8450 દર્દી મૃત્યુ પામ્યા હતા. અત્યારે રાજ્યમાં 37,477 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...