તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે આગામી ચાર સપ્તાહ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. આ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વારમાં આયોજિત કુંભમેળા સામે પણ ઘણા સવાલ ઊભા થયા છે.
નોંધનીય છે કે સોમવારે એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં કેન્દ્ર સરકારના એક સિનિયર અધિકારીએ સચિવ સ્તરીય બેઠક દરમિયાન કુંભમેળાને સુપરસ્પ્રેડર ઈવેન્ટ સાબિત થવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે હવે આ મુદ્દે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે આ સમાચારને ખોટા ગણાવ્યા છે, જેમાં કુંભમેળાને સુપરસ્પ્રેડર ઈવેન્ટ ગણાવવામાં આવી છે. આ સમાચાર પછી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.
PIBનું ફેક્ટ ચેક
પીઆઈબી દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારની ચર્ચા-વિચારણામાં એવી વાત સામે આવી હતી કે કુંભમાં કોવિડ 19 સુપરસ્પ્રેડર બની શકે છે. આ ચર્ચામાં કુંભમેળાને કોરોનાની સુપરસ્પ્રેડર ઈવેન્ટ ગણાવવામાં આવી હતી. આ સમાચાર વાઈરલ થયા પછી પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું અને એમાં સોશિયલ મીડિયા પર ચાલતા આ ન્યૂઝને ખોટા ગણાવાયા હતા. પીઆઈબી દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર લેવલ પર આ પ્રકારની કોઈ ચર્ચા કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર ચાલતા આ સમાચાર ખોટા અને ભ્રામક છે.
Some media reports have claimed that the Government of India held a deliberation that #KumbhMela might become a #COVID19 'super-spreader'#PIBFactCheck: The media reports are incorrect. pic.twitter.com/nXp8jepJSy
— PIB Fact Check (@PIBFactCheck) April 7, 2021
આ પહેલાં ગઈકાલે કરવામાં આવેલી પ્રેસ-કોન્ફરન્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સવાલ કર્યો છે કે શું કુંભમેળો સુપરસ્પ્રેડર બનવાની શક્યતા છે? એ વિશે તેમણે જવાબ આપ્યો કે કુંભના મેળાની સમયમર્યાદા પહેલેથી જ ઘટાડી દેવામાં આવી છે. સામાન્ય રીતે કુંભમેળો સાડાત્રણ-ચાર મહિના ચાલતો હોય છે, પરંતુ હવે આ સમયમર્યાદા ઘટાડીને એક મહિનાની કરી દેવામાં આવી છે. જ્યાં સુધી સુપરસ્પ્રેડર ઈવેન્ટની વાત છે તો કેન્દ્ર તરફથી ખાસ કુંભમેળા માટે SOP જાહેર કરવામાં આવી છે.
ઉત્તરાખંડ સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જે પ્રમાણે કુંભમેળામાં આવતાં પહેલાં યાત્રીઓએ 72 કલાક પહેલાંનો જ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત છે. એ ઉપરાંત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના નિયમનું પણ કડક રીતે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ વર્ષે કુંભમેળા દરમિયાન 12,14 અને 27 એપ્રિલે એમ ત્રણ શાહી સ્નાન રાખવામાં આવ્યાં છે. ઉત્તરાખંડમાં કોરોનાવાયરસના સંક્રમણની વધતી સ્પીડ વચ્ચે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મંગળવારે કહ્યું હતું કે મહામારી હોવા છતાં આ વર્ષે મહાકુંભ દિવ્ય અને ભવ્ય જ રહેશે.
આગામી ચાર સપ્તાહ ખૂબ મહત્ત્વનાં
વીકે પોલે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. આ સંજોગોમાં આગામી ચાર સપ્તાહ ખૂબ મહત્ત્વનાં માનવામાં આવે છે. આપણે કોરોનાવાયરસ સંક્રમણની બીજી લહેરમાંથી પસાર થવાનું જ છે. આપણે એને હરાવવાનો છે અને ફરી એકવાર વાયરસ સામે જંગ જીતવાનો છે. વેક્સિન વિશે રાજેશ ભૂષણે કહ્યું હતું કે અમે કોરોનાથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં વેક્સિન વિશે ઘણી છૂટ આપી છે. લોકો હેલ્થ સેન્ટર જઈને વેક્સિન લઈ શકે છે. ઘણી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ તેમના કર્મચારીનો વેક્સિનેશન ખર્ચ ઉપાડશે અને પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સિન અપાવવાની હોય તો એનો રૂ. 250નો ખર્ચ પણ કંપની ભોગવવા તૈયાર છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.