રેલવેએ પહેલી જૂનથી શરૂ થનારી 200 ટ્રેનની યાદી જારી કરી છે. આ ટ્રેનો માટે ઓનલાઈન ટિકિટ બૂકિંગ આવતીકાલ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ ટ્રેનોમાં એસી અને નોન એસી બન્ને કોચ રહેશે. બીજી બાજુ રેલવે બોર્ડે સ્ટેશનો પર કેટરિંગ, વેડિંગ યુનિટ્સ ખોલવા માટે મંજૂરી આપી છે. હવે જે મોટા રેલવે સ્ટેશન પર ફૂડ પ્લાઝા કે રિફ્રેશમેન્ટ રૂમ સંચાલિત હતા તે ખોલી શકાશે. જોકે યાત્રીઓને અહીં બેસીને ભોજન કરવાની પરવાનગી નથી. પણ તેઓ ભોજન પેક કરાવી લઈ જઈ શકે છે. રેલવે 22 મેથી કર્ણાટકમાં પહેલી ઈન્ટ્રાસ્ટેટ (રાજ્યની અંદર) ટ્રેન સેવા શરૂ કરી રહી છે. દેશભરમાં અત્યાર સુધી કોરોનાથી 1,11,696 લોકો સંક્રમિત થયા છે અને 3,377 લોકોના મોત થયા છે. આજે 5 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાંથ 2,250, તમિલનાડુમાં 743, દિલ્હીમાં 534, ગુજરાતમાં 398, મધ્ય પ્રદેશમાં 270 દર્દી મળ્યા છે. ગુજરાતમાં દર્દીઓનો આંકડો 12,141 થયો છે અને 5,043 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. મંગળવારે સંક્રમણના 6141 કેસ સામે આવ્યા તો 3030 સાજા પણ થયા હતા.ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ બુધવારે કહ્યું કે સવારના 9 વાગ્યાથી અત્યાર સુધીમાં 25 લાખથી વધારે લોકોના સેમ્પલની તપાસ થઈ ગઈ છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં 8,121 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 534 નવા કેસ આવ્યા છે. આ સાથે રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર થઈ છે. બુધવારે સંક્રમિતોના 1300થી વધારે નવા કેસ સામે આવ્યા છે. આ પૈકી તમિલનાડુ 743, દિલ્હીમાં 534 કેસ, મધ્ય પ્રદેશ 78 કેસ આવ્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે છે.
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 37158 | 9639 | 1325 |
તમિલનાડુ | 12448 | 4895 | 85 |
ગુજરાત | 12141 | 5043 | 719 |
દિલ્હી | 10554 | 4750 | 166 |
રાજસ્થાન | 5845 | 3337 | 143 |
મધ્યપ્રદેશ | 5465 | 2631 | 258 |
ઉત્તરપ્રદેશ | 4926 | 2918 | 123 |
પશ્વિમ બંગાળ | 2961 | 1074 | 250 |
આંધ્રપ્રદેશ | 2489 | 1621 | 52 |
પંજાબ | 2002 | 1642 | 38 |
તેલંગાણા | 1634 | 1011 | 38 |
બિહાર | 1519 | 517 | 09 |
જમ્મુ-કાશ્મીર | 1317 | 647 | 17 |
કર્ણાટક | 1395 | 543 | 40 |
હરિયાણા | 964 | 627 | 14 |
ઓરિસ્સા | 978 | 307 | 05 |
કેરળ | 643 | 497 | 04 |
ઝારખંડ | 248 | 127 | 03 |
ચંદીગઢ | 199 | 57 | 03 |
ત્રિપુરા | 169 | 89 | 00 |
આસામ | 154 | 41 | 04 |
ઉત્તરાખંડ | 111 | 52 | 01 |
છત્તીસગઢ | 100 | 59 | 00 |
હિમાચલ પ્રદેશ | 92 | 47 | 04 |
લદ્દાખ | 43 | 43 | 00 |
ગોવા | 46 | 07 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 33 | 00 |
પુડ્ડુચેરી | 22 | 10 | 00 |
મેઘાલય | 13 | 12 | 01 |
મણિપુર | 07 | 02 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરા નગર હવેલી | 01 | 01 | 00 |
અન્ય | 814 | 00 | 00 |
પાંચ રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5465- અહીંયા મંગળવારે સંક્રમણના 229 કેસ સામે આવ્યા હતા. ઈન્દોરમાં 72, ખંડવામાં 21, બુરહાનપુરમાં 42 અને ભોપાલમાં 16 કેસ છે. રાજ્યના ઉજ્જૈન, ઈન્દોર, ભોપાલ, બુરહાનપુર, જબલપુર, ખંડવા અને દેવાસ નગર નિગમમાં દારૂનું વેચાણ હવે પછીના આદેશ સુધી નહીં કરવામાં આવે. સાથે જ મંદસૌર, નીમચ, ધાર અને કુક્ષીમાં પણ દારુની દુકાનો બંધ રહેશે. બાકીના જિલ્લામાં બુધવારે દારુની દુકાન ખુલશે
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ37158- મહારાષ્ટ્ર સરકાર કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજ્યના ખાનગી હોસ્પિટલના 80 ટકા બેડ પોતાના નિયંત્રણમાં લેશે. સાથે જ 17 હજાર ડોક્ટર અને નર્સની ભરતી કરાશે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. તો બીજી બાજુ મંગળવારે રાજ્યમાં રેકોર્ડ 102 કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ4926- અહીંયા મંગળવારે 321 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 1885ની સારવાર ચાલી રહી છે. 2918 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 123 લોકોના મોત થયા છે.
રાજસ્થાન, સંક્રમિતઃ5845- અહીંયા મંગળવારે 338 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે પાંચ લોકોના મોત થયા હતા. સૌથી વધારે 87 દર્દી ડુંગરપુરમાં મળ્યા હતા. પાલીમાં 77, જયપુર અને બાડમેરમાં 17-17 નાગોરમાં 16, ઉદેયપુરમાં 13, જ્યારે અજમેર, ઝાલાવાડ, ચુરુ, દૌસા, અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા. દિલ્હી, સંક્રમિતઃ10554- અહીંયા મંગળવારે 500 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 265 દર્દી સાજા થયા અને 6 લોકોના મોત થયા હતા. અહીંયા કુલ સંક્રમિતોમાંથી 5638ની સારવાર ચાલી રહી છે, જ્યારે 4750 દર્દી સાજા થયા છે.
બિહાર, સંક્રમિતઃ 1519- અહીંયા મંગળવારે 96 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી જેહાનબાદમાં 31, કટિહાર 13, બેગૂસરાય 12 ઔરંગાબાદ અને નવાદામાં 4-4 ,ગયા, અરવલ અને સુપોવામાં 3-3, ભાગલપુર, શેખપુરા, બક્સર, મધેપુરા અને કૈમૂરમાં 2-2 જ્યારે પટના અને સમસ્તીપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.