દેશમાં કોરોનાને અટકાવવા માટે કંઈક હસ્તક સફળતા મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે લોકડાઉન અગાઉ દેશમાં સંક્રમિતોની સંખ્યા પ્રત્યેક 4.2 દિવસમાં બમણી થઈ હતી. હવે તે 11 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ડબલિંગ રેટ તેની તુલનામાં ખૂબ જ વધારે છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે સંક્રમિતોના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 8324 લોકો તંદુરસ્ત થઈ ગયા છે. રિકવરી રેટ 25.19 ટકા થઈ ગયો છે. 14 દિવસ અગાઉ તે 13.06 ટકા હતો.અગ્રવાલે જણાવ્યું છે કે કોરોનાથી મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. અહીં કોરોનાથી મૃત્યુ દર 3.2 છે. ગંભીર દર્દીની સંખ્યા પણ ઓછી છે.
દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 34,754 થઈ
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34,754 થઈ ગઈ છે. અને કુલ મૃત્યુઆંક 1148 થયો છે. આ સાથે આજે દેશમાં વધુ 68 લોકોના મોત થયા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 583 કેસ આવ્યા, ગુજરાતમાં 313, રાજસ્થાનમાં 118, પંજાબમાં 105, મધ્ય પ્રદેશમાં 65 સહિત 1600થી વધારે દર્દી પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજાર પાર થઈ ગયો છે. પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બુધવારે 1702 સંક્રમિત વધ્યા હતા અને 690 દર્દી સાજા થઈને ઘરે ગયા હતા. સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે.
આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર સરકારે હરિયાણામાં દક્ષિણ કોરિયન કંપનીની બનાવાયેલી રેપિડ કીટથી ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓની સારવાર માટે પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવેલી પ્લાઝ્મા થેરેપીનો પહેલો ટ્રાયલ સફળ રહ્યો છે. આ ટ્રાયલ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ દર્દી પર કરવામાં આવ્યો છે. બીજો ટ્રાયલ ટૂંક સમયમાં નાયર હોસ્પિટલમાં કરવામાં આવશે. તો બીજી બાજુ મધ્યપ્રદેશના ભોપાલના એઈમ્સમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા વાળી દવાનો કોરોના સંક્રમિતો પર ટ્રાયલ શરૂ કરાયો છે. ત્રણ દર્દીઓને દવાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનો સાથે બેઠક યોજી
કોરોનાને પગલે સંકટમાં ઘેરાયેલ અર્થતંત્રને સંભાળવા માટે રણનીતિ પર ચર્ચા કરવા માટે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. બેઠકમાં મોદી સાથે ગૃહમંત્રી અમિતશાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા અને સ્થાનિક રોકાણને વધારવાને લગતા વિવિધ ઉપાયો શોધવા અંગે ચર્ચા કરી હતી.
ટ્રકોના સરળ પરિવહનને સુનિશ્ચિત કરવામાં આવે
દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે દેશમાં આવશ્યક સામગ્રીના પુરવઠાને કોઈ અસર ન થાય તે માટે કોઈ પણ અવરોધ વગર તમામ ટ્રકોનું સરળ પરિવહન થવા દેવામાં આવે. સ્થાનિક અધિકારીઓ આંતરસીમા પર અલગ-અલગ પાસ પર ભાર આપવો જોઈએ નહીં.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
મહત્વના અપડેટ્સ
દિલ્હી પોલીસે એઈમ્સની પરિક્રમા કરી
કોરોના દર્દીઓની સારવારમાં લાગેલા મેડિકલ સ્ટાફ અને હેલ્થ વર્કર્સનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હી પોલીસે એઈમ્સની પરિક્રમા કરી હતી. એઈમ્સના ટ્રામા સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવાઈ છે. અહીંયા માત્ર કોરોના દર્દીઓને જ દાખલ કરાવાઈ રહ્યા છે. એઈમ્સના ચારેય બાજુના રસ્તા પર બુધવારે સાંજે થયેલી આ ખાસ રેલીમાં દક્ષિણ પોલીસની 51 કોવિડ પેટ્રોલિંગ બાઈક સામેલ થઈ હતી. એઈમ્સની પરિક્રમા કરનારી પોલીસ ટીમનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું
પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા
દિવસ | કેસ |
28 એપ્રિલ | 1902 |
25 એપ્રિલ | 1835 |
29 એપ્રિલ | 1702 |
23 એપ્રિલ | 1667 |
26 એપ્રિલ | 1607 |
26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 9915 | 1593 | 432 |
ગુજરાત | 4082 | 527 | 197 |
દિલ્હી | 3439 | 1078 | 54 |
રાજસ્થાન | 2556 | 836 | 58 |
મધ્યપ્રદેશ | 2560 | 461 | 130 |
તમિલનાડુ | 2162 | 1210 | 27 |
ઉત્તરપ્રદેશ | 2134 | 510 | 39 |
આંધ્રપ્રદેશ | 1403 | 321 | 31 |
તેલંગાણા | 1016 | 374 | 25 |
પશ્વિમ બંગાળ | 758 | 124 | 22 |
જમ્મુ-કાશ્મીર | 581 | 192 | 8 |
કર્ણાટક | 557 | 223 | 21 |
કેરળ | 496 | 369 | 4 |
પંજાબ | 375 | 101 | 19 |
હરિયાણા | 329 | 227 | 3 |
બિહાર | 409 | 64 | 2 |
ઓરિસ્સા | 128 | 39 | 1 |
ઝારખંડ | 107 | 19 | 3 |
ઉત્તરાખંડ | 55 | 36 | 0 |
હિમાચલ પ્રદેશ | 40 | 29 | 02 |
આસામ | 42 | 29 | 01 |
છત્તીસગઢ | 40 | 36 | 00 |
ચંદીગઢ | 68 | 17 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 15 | 00 |
લદ્દાખ | 22 | 17 | 00 |
મેઘાલય | 12 | 00 | 01 |
પુડ્ડચેરી | 08 | 05 | 01 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
ત્રિપુરા | 02 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રિમતઃ2560- અહીંયા બુધવારે 175 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માત્ર ઈન્દોરમાં જ 104 દર્દી મળી આવ્યા છે. ત્યારબાદ ભોપાલમાં 25, ખંડવામાં 10, ખરગોનમાં 09, ધાર અને જબલપુરમાં 8-8 ઉજ્જૈનમાં 04, રાયસણમાં 2 જ્યારે હોશંગાબાદ, દેવાસ અને આગર માલવામાં 1-1 દર્દી મળી આવ્યા હતા.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત-2134 અહીંયા બુધવારે 81 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 સંક્રમિતોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોમાં 1053 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ9915- રાજ્યમાં બુધવારે 32 સંક્રમિતોના મોત થયા હતા. 597 નવા કેસ સામે આવ્યા હતા.
રાજસ્થાન, સંક્રમિતઃ 2524- અહીંયા ગુરુવારે સંક્રમણના 86 કેસ સામે આવ્યા છે. જેમાંથી જોધપુરમાં 59, જયપુરમાં 14, અજમેરમાં 04, ચિતોડગઢમાં 3, કોટા અને ટોંકમાં 2-2 જ્યારે અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળ્યા છે.
બિહાર, સંક્રમિતઃ392- અહીંયા બુધવારે સંક્રમણના 37 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી બક્સરમાં 14, પશ્વિમ ચંપારણમાં 05, દરભંગામાં 04, પટના અને રોહતાસમાં 3-3, ભોજપુર અને બેગુસરાયમાં 2-2, જ્યારે ઔરંગાબાદ, વૈશાલી, સીતામઢી અને મધેપુરામાં 1-1 દર્દી મળી આવ્યા છે.
દિલ્હી, સંક્રમિત-3314ઃ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આઝાદપુર શાકભાજી મંડીના 11 વેપારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધ ચાલું છે. જો કે, તે મંડીમાં સીધા કોઈના સંપર્કમાં આવ્યા નથી. જૈને એવું પણ કહ્યું કે, નવી ગાઈડલાઈન પ્રમાણે હવે સામાન્ય લક્ષણ વાળા સંક્રમિતોને ઘરે જ 14 ક્વૉરન્ટીન કરાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.