દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા 27,890 પર પહોંચી ગઈ છે. રવિવારે મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં 230, મધ્યપ્રદેશમાં 145, રાજસ્થાનમાં 102 સહિત 1600થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રના કુર્નૂલના સાંસદ ડો. સંજીવ કુમારના પરિવારના 6 સભ્યો સંક્રમિત છે. દિલ્હીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના 29 ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત સ્ટાફના 44 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલ્હી એઇમ્સની ચોથી નર્સનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ તેના બે બાળકોને પણ સંક્રમિત થયા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારોની માહિતી અનુસાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, રવિવાર સાંજ સુધી 24 કલાકમાં 1975 નવા કેસ નોંધાયા હતા. દેશમાં 26,917 કોરોનાનાં દર્દી છે. જેમાંથી 2103ની સારવાર ચાલી રહી છે, 5914 સાજા થયા છે અને 826 લોકો મૃત્યુ પામ્યાં છે.
મહારાષ્ટ્રમાં કુલ 323 લોકોએ જીવ ગુમાવ્યા
શનિવારે એક દિવસમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાંથી મહારાષ્ટ્રમાં 22 અને ગુજરાતમાં 6 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 323 લોકોના મોત થયા છે. જયારે ગુજરાતમાં આંકડો 133 થઇ ગયો છે. આ બે રાજ્યો સિવાય શનિવારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં 2-2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તમિલનાડુ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં સંક્ર્મણથી 1-1નું મોત થયું છે. આ પહેલા 24 એપ્રિલે દેશમાં સૌથી વધુ 57 લોકોના મોત થયા હતા. એક દિવસમાં મોતનો આ સૌથી વધુ આંકડો છે.
લોકડાઉનના બીજા ફેઝમાં 10 દિવસમાં દર્દીઓની સંખ્યા ડબલ થઇ ગઈ છે. 15 એપ્રિલ સુધી 12 હજાર 370 દર્દી હતા, જે 25 એપ્રિલ મોડી રાત સુધીમાં 26 હજાર 378 થઇ ગયા છે. શનિવારે રેકોર્ડ 1835 કેસ નોંધાયા હતા. આ એક દિવસમાં નવા દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા 23 એપ્રિલે 1667 સંક્રમિત મળ્યા હતા.
કોરોના સંબંધિત મહત્ત્વની અપડેટ્સ:
5 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત- 2036: રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ઇન્દોરમાં અત્યાર સુધી કોરોનાના 1176 કેસ સામે આવ્યા છે. શનિવારે મોડી રાત્રે 91 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં 57 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ભોપાલમાં 388 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 9 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન, જબલપુર, ધાર અને ખરગોનમાં દુકાનો ખુલી નથી. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તો દુકાનો ખોલવાનો સવાલ થતો જ નથી.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત- 1793: અહિયાં શનિવારે 172 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્ય સરકારે 30 જૂન સુધી પ્રદેશમાં સામૂહિક કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. હરિયાણામાં પરત ફરેલા 2224 મજદૂરોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત- 7628: રાજ્યમાં શનિવારે રેકોર્ડ 811 કેસ સામે આવ્યા હતા. તેમાંથી એકલા મુંબઈમાં 281 દર્દીઓ મળ્યા હતા. અહીં સંક્રમિતોની સંખ્યા 4 હજાર 870, જયારે મોતનો આંકડો 191 થઇ ગયો છે. અત્યાર સુધીમાં 323 લોકોએ જીવ ગુમાવ્યા છે. શનિવારે 57 વર્ષીય હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું, જ્યારે 96 પોલીસકર્મીઓ વાયરસથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાન, સંક્રમિત- 2141: અહીં રવિવારે કોરોના સંક્ર્મણના 58 કેસ સામે આવ્યા હતા. તેમાંથી નાગૌરમાં 20, જોધપુરમાં 15, અજમેરમાં 11, જયપુરમાં 7, કોટામાં 3, જ્યારે હનુમાનગઢ અને ઝાલાવાડમાં 1-1 દર્દી મળ્યા હતા.
દિલ્હી, સંક્રમિત- 2625: અહીં શનિવારે 111 દર્દી મળ્યા હતા. આઈઆઈટી દિલ્હીએ કોવિડ-19 ટેસ્ટ કિટ તૈયાર કરી છે. તેને આઈસીએમઆરે પણ મંજૂરી આપી છે. ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર વી પેરુમલે કહ્યું કે, જાન્યુઆરીના અંતમાં તેના પર કામ શરૂ થઇ ગયું હતું. આ અન્ય કિટ્સથી સસ્તી છે.
બિહાર, સંક્રમિત- 251: અહીં શનિવારે 28 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમાં કૈમૂર અને ભભુઆમાં 5, બક્સરમાં 4, રોહતાસમાં 2, જ્યારે પટના, સરળ અને ભોજપુરમાં 1-1 દર્દી મળ્યા હતા. રાજ્ય સરકાર પટના એમ્સમાં કોરોના દર્દીઓની સારવાર પ્લાઝ્મા થેરેપીથી કરવાની યોજના બનાવી રહ્યું છે. બિહારના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ સંજય કુમારે આ જાણકારી આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.