EDએ તબલીઘ જમાતના પ્રમુખ મૌલાના સાદ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા મૌલાના વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદમાં સરકારી વકીલની સલાહ પર સાપરાધ મનુષ્યવધની કલમ પણ ઉમેરવામાં આવી હતી. હવે તેને જામીન નહીં મળી શકે. આ કલમ અંતર્ગત દોષી સાબિત થવા પર 10 વર્ષની જેલ થશે. આરોપ છે કે નિઝામુદ્દીન મરકઝમાંથી જમાતી દેશના ઘણા ભાગોમાં ગયા જેના કારણે કોરોના સંક્રમણ ફેલાયું અને લોકોના મોત થયા.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13031 થઈ ગઈ છે.ગુરુવારે મહારાષ્ટ્રમાં 165, ગુજરાતમાં 105, મધ્યપ્રદેશમાં 42, કર્ણાટકમાં 34, રાજસ્થાનમાં 25, ઉત્તરપ્રદેશ અને પશ્વિમબંગાળમાં 18 દર્દી મળ્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારની માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી દેશમાં 12 હજાર 380 સંક્રમિત થયા છે. જેમાંથી 10477ની સારવાર ચાલી રહી છે. 1488 લોકો સ્વસ્થ થયા છે અને 426 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
મહત્વના અપડેટ્સ
કોરોના તપાસના સેમ્પલ લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ
ઉત્તરપ્રદેશના બાગપતમાં ગુરુવારે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર એરફોર્સની ચિતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ કરાવવી પડી છે. તે લેહથી કોરોનાની તપાસનું સેમ્પલ લઈને ચંદીગઢ જઈ રહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામી આવી ગઈ હતી. સૂચના મળતાની સાથે જ હિંડનથી એન્જિનીયર્સ પહોંચ્યા હતા. લગભગ અડધા કલાક બાદ હેલિકોપ્ટર પાછું હિંડન માટે રવાના થઈ ગયું હતું.
દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ચીનના ગુઆંગઝોથી સાડા છ લાખે ટેસ્ટ કીટ લઈને વિશેષ વિમાન દિલ્હી માટે રવાના થઈ ગયું છે. જેમાં સાડા પાંચ લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ છે. રેપિડ કીટથી તપાસ કરીને માત્ર 15 મિનિટમાં દર્દીના સંક્રમિત થવા અંગેની ભાળ મળી જશે. આ તપાસ બ્લડની બૂંદથી કરવામાં આવે છે. દેશમાં હાલ કરવામાં આવી રહેલી તપાસમાં ગળા અથવા નાક માંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે. જેનો રિપોર્ટ આવવામાં ઓછામાં ઓછા 5 કલાક લાગે છે.
રેપિડ ટેસ્ટ ઝડપી પરિણામ આપે છે
રેપિડ ટેસ્ટમાં એક ખામી છે. શરીરમાં જો કોઈ કોરોના વાઈરસ છે, પરંતુ તેની પર એન્ટીબોડીએ અસર ન કરી તો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છે. એટલે કે વાઈરસની હાજરી છે પરંતુ ખબર નહીં પડે. એવામાં એ વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ બાદમાં પણ જોવા મળી શકે છે અને ત્યારે તે અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે ચે. આનાથી વિપરીત આરટી-પીસીઆર ટેસ્ટમાં પરિણામ ચોક્કસ આવે છે.
દિલ્હી-મુંબઈ સહિત દેશની 6 મેટ્રો સિટી હોટ સ્પોટ જાહેર
કોરોનાથી પ્રભાવિત દેશના 170 જિલ્લાઓને હોટસ્પોટ (રેડ ઝોન)જાહેર કરાયા છે જેમાં 6 મેટ્રો સિટી- દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ પણ સામેલ છે તમિલનાડુના સૌથી વધારે 22 જિલ્લાઓને આ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રસ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પોત પોતાના 11 જિલ્લાઓ સાથે બીજા નંબર પર છે. સાથે જ દિલ્હના તમામ 9 જિલ્લા હોટસ્પોટ શહેરોમાં સામેલ કરાયા છે. મધ્યપ્રદેશ અને ગુજરાત 5-5 જિલ્લા પણ હોટસ્પોટ શ્રેણીમાં સામેલ છે.
અત્યાર સુધી 426 લોકોના મોત
દેશમાં કોરોના વાઈરસથી મરનારાઓની સંખ્યા 426 થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકના બેંગલુરુમાં 66 વર્ષના દર્દીનું મોત થયું છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, આ દર્દી 10 એપ્રિલથી વેન્ટીલેટર પર હતો. રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે આ 13મું મોત છે. સાથે જ ગુજરાતમાં સંક્રમણના કારણે ત્રણ લોકોનું મોત થયું છે. તો બીજી બાજું ત્રણ દિવસમાં 90થી વધુ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 187 લોકોના મોત થયા છે.
આજે 104 કોરોના સંક્રમિત મળ્યા દેશમાં ગુરુવારે 104 કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી મધ્યપ્રદેશમાં 42, રાજસ્થાનમાં 25, ઉત્તરપ્રદેશમાં 19 અને પશ્વિમ બંગાળમાં 18 દર્દી મળ્યા. બુધવારે 882 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં 232 ગુજરાતમાં 116, મધ્યપ્રદેશમાં 197, ઉત્તરપ્રદેશમાં 75 અને રાજસ્થાનમાં 71 લોકોમાં કોરોના વાઈરસની પુષ્ટી કરવામાં આવી હતી. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી દેશમાં 12 હજાર 380 સંક્રમિત છે. જેમાંથી 10477ની સારવાર ચાલી રહી છે. 1488 લોકો સ્વસ્થ થયા છે અને 414 લોકોના મોત થયા છે.
ચીનથી આજે પહોંચશે 6.5 લાખ ટેસ્ટિંગ કીટ
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ગુરુવારે જણાવ્યું કે, આજે સવારે ત્યાંના ગુઆંગઝોથી સાડા છ લાખ ટેસ્ટીંગ કિટ લઈને વિશેષ વિમાન ભારત માટે રવાના થઈ ગયું છે. આ જથ્થામાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટ અને આરએનએ એક્સટ્રૈક્શન કીટ પણ સામેલ છે.
27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.
દેશમાં રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 980ઃ લોકડાઉન ફેઝ-2ના બીજા દિવસે મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 હજારથી વધું થઈ ગઈ છે. ગુરુવારે સવારે 114 નવા કેસ સામે આવ્યા છે. આ તમામ ઈન્દોરના છે. આ સાથે રાજ્યમાં 980 લોકો સંક્રમિત થયા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત-3018ઃ રાજ્યમાં ગુરુવારે 165 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં માત્ર મુંબઈમાં 107 દર્દી સામે આવ્યા છે. મુંબઈ કુલ 1863 પોઝિટિવ છે. અહીંયા રાજ્યના કુલ સંક્રમિતોના 62% છે. મુંબઈ પછી સૌથી વધારે 351 દર્દી પૂણેમાં છે.
રાજસ્થાન, સંક્રમિત-1101ઃ અહીંયા ગુરુવારે 25 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાછી ટોન્કમાં 11, જોધપુરમાં 10, ઝૂંઝૂનૂંમાં 2, જ્યારે બીકાનેર અને અજમેરમાં 1-1સંક્રમિત મળી આવ્યા છે. બુધવારે અહીંયા 71 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત-735ઃ અહીંયા ગુરુવારે આગરામાં 19 સંક્રમિત મળ્યા. આ સાથે જ જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 167 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં 45 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
બિહાર, સંક્રમિત-72ઃઅહીંયાના 4 જિલ્લામાં કોરોના દર્દીઓની ઓળખ માટે ઘરે ઘરે જઈને સ્ક્રિનીંગની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ સમસ્તીપુરમાં ટૂરિસ્ટ વિઝા પર ભારત આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ એફઆરઆઈ કરવામાં આવી છે. આ લોકો તબલીઘ જમાત માટે અહીંયા ધાર્મિક ઉપદેશ આપવા માટે આવ્યા હતા.
ગુજરાત, સંક્રમિત 871ઃ અહીંયા ગુરુવારે સંક્રમણના 105 કેસ સામે આવ્યા છે, જેમાંથી સૌથી વધારે 42 દર્દી અમદાવાદમાં અને 35 સૂરતમાં મળી આવ્યા છે. બુધવારે રાજ્યમાં 116 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધારે 492 સંક્રમિત છે. ત્યારબાદ 127 દર્દી વડોદરામાં છે.
દિલ્હી, સંક્રમિત-1578ઃ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે, અહીંયા એક પિત્ઝા હોય સંક્રમિત મળ્યો છે. તેના 17 સાથીઓને ક્વૉરન્ટીન કરી દેવાયા છે. આસપાસના 72 ઘરને હોમ ક્વૉરન્ટ થવાની સલાહ આપવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.